એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકોમાં ‘પતંગ’નો ઉમંગ ભરાશે
નીતા લીંબાચિયા, અમદાવાદ.
06 ઓગસ્ટ 2024:
‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશન દ્વારા 4 ઓગસ્ટના રોજ એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન
અમદાવાદના ‘ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક ઉમંગ ઠક્કર દ્વારા અમદાવાદની એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશનના બાળકો માટે 4 ઓગસ્ટના રોજ બપોરે 4.૦૦ થી 6.૦૦ કલાકે અમદાવાદના એલિસબ્રીજ ખાતે આવેલી પતંગ હોટલમાં એક સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે.
હંમેશા સમાજ માટે ઉપયોગી અને પ્રેરણાદાઈ કામો કરનાર’ ઉમંગ સે પતંગ’ ફાઉન્ડેશનના ફાઉન્ડર અને ડિરેક્ટર શ્રી અસ્મિતા ઠક્કર અને પતંગ હોટલના માલિક શ્રી ઉમંગ ઠક્કર દ્વારા એક અનોખી સામજિક પહેલ કરવામાં આવી છે. પતંગ હોટેલ દ્વારા એક પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે, આ પ્રોજેકટ અંતર્ગત તેઓ દર અઠવાડિયે એક એનજીઓની મદદથી ૫૦ ગરીબ બાળકોને પતંગમાં બ્રેકફાસ્ટ કરાવવા માટે લાવી રહ્યા છે, જેથી આ બાળકો ઊંચાઈએથી અમદાવાદનો નજારો માણી શકે.
આમ, અમદાવાદની આન, બાન અને શાન ગણાતી એવી હોટલ પતંગમાં એનજીઓ ઇવેન્ટ ફાઉન્ડેશન બાળકો માટે સ્પેશિયલ કાર્યક્રમનું આયોજન કરીને તેમના જીવનમાં ઉત્સાહનો ઉમંગ ભર્યો છે.
#bharatmirror #bharatmirror21 #news #patanghotal #faratihotal #umangsepatangfoundation #ahmedabad