નીતા લીંબાચિયા, અમદાવાદ.
03 ઓગસ્ટ 2024:
સમાવેશી રાખી મેલા મનોદિવયાંગ વિદ્યાર્થીઓ એ બનાવેલ રાખી પ્રોડકટસ એમની જ વય નાં નોર્મલ વિદ્યાર્થીઓ ખરીદી ને એમને પ્રોત્સાહિત કરે એ હેતુસર નવજીવન ચેરીટેબલ ટ્રસ્ટ નાં મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ એ બનાવેલ રાખડી ઓનો સ્ટોલ નોર્મલ સ્કુલ માં સમાવેશી રાખી મેલા અંતર્ગત શહેર ની જુદી જુદી નોર્મલ સ્કુલમાં રાખવામાં આવશે.
જેમાં શાળાનાં નોર્મલ વિદ્યાર્થીઓ આ મનોદિવ્યાંગ વિદ્યાર્થીઓ ને જોશે, એમની એબીલીટી ને સમજીને એમની બનાવેલ વોકેશનલ પ્રોડકટસ ખરીદી ને એમને પ્રોત્સાહન આપશે.
નાનપણ થી જ આ રીતે આ નોર્મલ વિદ્યાર્થીઓ, સ્પેશિયલ વિદ્યાર્થીઓ ને સ્વીકાર કરશે. અને ભેદભાવ વગર એમને સમાજ નો જ ભાગ સમજી વ્યવહાર કરશે. એવી ભાવના સાથે આ રાખીમેળાનું વિવિધ સ્કૂલોમાં રાખી બાળકોમાં સંકલન વધે તે હેતુથી અને મનોદીવ્યાંગ બાળકોને પ્રોત્સાહન મળે તેવી ભાવના સાથે આ મેળાનું આયોજન કરવામાં આવશે. અને સમાજ માં મનોદિવ્યાંગ પ્રત્યે જાગૃતિ લાવવા તેમજ એકબીજાના સંપર્કમાં રહી ઉત્સાહ પૂરો પડવાનો હેતુ છે.