નીતા લીંબાચિયા, અમદાવાદ.
03 ઓગસ્ટ 2024:
જાણીતા મેકઅપ આર્ટિસ્ટ અને હેર સ્ટાઇલિસ્ટ પ્રિયંકા ઠક્કરે તેમના નવા અને વિશાળ સ્ટુડિયો પ્રિયંકા ઠક્કર હેર એન્ડ મેકઅપ આર્ટિસ્ટનો શુભારંભ કરીને તેમની અભૂતપૂર્વ કારકિર્દીમાં વધુ એક નોંધપાત્ર સીમાચિહ્ન ઉમેર્યું છે.
પ્રિયંકા ફેમિના મિસ ઇન્ડિયા અને મિસ દિવા બ્યુટી સ્પર્ધાઓ સાથે તેમના જોડાણ માટે જાણીતા છે તથા તેઓ પ્રખ્યાત મેકઅપ આર્ટિસ્ટ બિયાંકા લોઉઝાડોની ટીમના પણ મુખ્ય સદસ્ય છે. લગભગ દસ વર્ષ પહેલાં મેકઅપ આર્ટિસ્ટ તરીકેની પોતાની સફરનો પ્રારંભ કર્યાં બાદ તેમણે વસ્ત્રાપુરમાં સ્ટુડિયો સ્થાપિત કર્યો હતો અને હવે અમદાવાદમાં રાજપથ-રંગોલી રોડ ખાતે વધુ વિશાળ જગ્યાએ સ્ટુડિયોને શિફ્ટ કર્યો છે.
આ નવો સ્ટુડિયો વિન્ટેજ અને સમકાલીન ડિઝાઇન એલિમેન્ટ્સને ખૂબજ સહજતાથી મિશ્રિત કરે છે, જે ગ્રાહકોને લક્ઝુરિયસ અને સુવિધાજનક માહોલ પ્રદાન કરે છે. તે મેકઅપ અને હેર સ્ટાઇલિંગ સર્વિસિસની એક વિશાળ શ્રેણી પ્રદાન કરે છે, જેમાં બ્રાઇડલ મેકઅપ, પાર્ટ મેકઅપ વગેરે સામેલ છે.
પ્રિયંકા ઠક્કર હેર એન્ડ મેકઅપ આર્ટિસ્ટના સંસ્થાપક અને ક્રિએટિવ હેડ પ્રિયંકાએ જણાવ્યું હતું કે, અમે આ નવા સ્ટુડિયોમાં શિફ્ટ થતાં ખૂબજ ઉત્સાહિત છીએ કે જ્યાં અમારા ક્લાયન્ટ્સ ઉત્તમ મેકઅપ અને હેર સ્ટાઇલિંગ સર્વિસિસ પ્રાપ્ત કરવાની સાથે-સાથે લક્ઝરી અને આરામદાયકતા અનુભવશે. એક વિશાળ અને વધુ સુવિધાજનક જગ્યાથી અમે ક્લાયન્ટ્સને વધુ સારી રીતે સેવા પૂરી પાડી શકીશું.
આ સ્ટુડિયો આંતરરાષ્ટ્રીય બ્રાન્ડ્સ જેમકે NARS, અરમાની, હુડા બ્યુટી, Urban Decay અને Charlotte Tilburyનો ઉપયોગ કરીને ક્લાયન્ટ્સ માટે બેજોડ લક્ઝરીનો અનુભવ સુનિશ્ચિત કરે છે. પ્રિયંકાના બહોળા અનુભવ, વ્યક્તિગત ધ્યાન આપવા માટેની કટીબદ્ધતા તથા ક્લાયન્ટ્સના પ્રાકૃતિક સૌંદર્યમાં વધારો કરવાના પ્રયાસો આ સ્ટુડિયોને ખાસ બનાવે છે. આ સ્ટુડિયોમાં ખૂબજ અનુભવી અને કુશળ પ્રોફેશ્નલ્સની ટીમ બેજોડ સર્વિસ અને ક્વોલિટી સુનિશ્ચિત કરે છે.
મેકઅપ અને હેર સ્ટાઇલિંગ સર્વિસિસ ઉપરાંત પ્રિયંકા પર્સનલ ગ્રૂમિંગ અને મેકઅપ વર્કશોપ પણ યોજે છે તથા તેઓ ઉભરતા મેકઅપ આ્ટિસ્ટ માટે ટૂંક સમયમાં માસ્ટરક્લાસ પણ લોંચ કરશે.
પ્રિયંકા ઠક્કર હેર એન્ડ મેકઅપ આર્ટિસ્ટ તેમના નવા સ્ટુડિયો ઉપર દરેક વ્યક્તિને લક્ઝરી અને બ્યુટીનો બેજોડ અનુભવ કરવા આમંત્રિત કરે છે.
#bharatmirror #bharatmirror21 #news #priyankathakkar #urbandecay #charlottetilbury #makeupartist #hairstylist #makeupartist #hairstylist #priyankathakkarhair&makeup #feminamiss #indiamiss #divabeauty #ahmedabad