નીતા લીંબાચિયા, અમદાવાદ.
22 જુલાઈ 2024:
જાણીતા આધ્યાત્મિક ગુરુ અને કથાકાર પૂજ્ય મોરારી બાપુએ 21મી જુલાઈ,2024ના રોજ ગુરુ પૂર્ણિમાના શુભ પ્રસંગે બે નવા પુસ્તકો અને એક ડોક્યુમેન્ટરી ફિલ્મનું વિમોચન કર્યું છે. આધ્યાત્મિક રજૂઆત તથા વ્યક્તિગત અનુભવોથી ભરપૂર આ લોંચ દર્શકોને આકર્ષવા તથા વ્યાપક પ્રેરણા પ્રદાન કરવાની ખાતરી આપે છે.
પૂજ્ય મોરારી બાપુએ ફિલ્મ અને પુસ્તકોના વિમોચન પ્રસંગે અત્યંત ખુશી વ્યક્ત કરી હતી અને શુભ ‘યોગ’ તરફ સંકેત આપ્યા હતા. 21મી જુલાઈ 2024ના રોજ તેમની લોંચની તારીખ 21મી જુલાઈ 2023 સાથે મેળ ખાય છે કે જ્યારે તીર્થયાત્રીઓ જાણીતા 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા શરૂ કરવા માટે કેદારનાથ પહોંચ્યા હતા.
ડોક્યુમેન્ટરી ફિલ્મઃ પૂજય મોરારી બાપુની ટ્રેન દ્વારા 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા આધ્યાત્મિક ગુરુ અને જાણીતા કથાકાર પૂજ્ય મોરારી બાપુની 12 જ્યોતિર્લિંગ રામકથા યાત્રા અંગેની એક કલાકની ડોક્યુમેન્ટ્રી ફિલ્મ, જુલાઈ-ઓગસ્ટ 2023માં તેમના તથા તેમના 1008 અનુયાયીઓ દ્વારા શરૂ કરવામાં આવેલ તીર્થયાત્રાની સુંદરતાને આવરવામાં આવેલ છે. અનેક મહિના સુધી તૈયાર કરવામાં આવેલી આ ફિલ્મને એક સમર્પિત ટીમ દ્વારા શૂટ કરવામાં આવેલ છે, જેમણે બે ટ્રેન પૈકી એકમાં યાત્રા કરી. તેમાં ભક્તો તથા પૂજ્ય મોરારી બાપુના વિચારો સહિત યાત્રાને લગતા તમામ મુખ્ય આકર્ષણોને જીવંત સ્વરૂપમાં દેખાડવામાં આવેલ છે.
આ ખાસ આધ્યાત્મિક અભિયાનમાં ભગવાન શિવને સમર્પિત સૌથી પવિત્ર તીર્થસ્થળઓ, 12 જ્યોતિર્લિંગના પવિત્ર માર્ગોનો સમાવેશ કરવામાં આવેલ છે. 18 દિવસની આ યાત્રા 12,000 કિમીના અંતર સાથે બરફથી આચ્છાદિત હિમાલયની ઊંચાઈઓથી લઈ ખૂબ સુંદર ઘાટીઓ તથા વિશાળ સમુદ્ર કિનારા સુધી ફેલાયેલી હતી. પૂજ્ય મોરારીબાપુ અને તેમના ભક્તોએ ગુજરાત સ્થિત ભાવનગર જિલ્લાના મહુવા ખાતે આવેલ તેમના પૈતૃક ગામ તલગાજરડા સ્થિત ચિત્રકુટધામ ખાતે આ ડોક્યુમેન્ટરીનું પ્રીમિયર જોયું હતું.
#bharatmirror #bharatmirror21 #news #ramkatha #moraribhapu #gurupurnima #12jyotirlinga #ramkathayatradocumentaryfilm #booklaunch #ahmedabad