GCCI ના CSR ટાસ્કફોર્સ દ્વારા તારીખ 29મી જૂન, 2024ના રોજ “મેનેજિંગ ચેરિટેબલ ટ્રસ્ટ અને CSR ફંડ” વિષય પર એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.
નીતા લીંબાચિયા, અમદાવાદ:
01 જુલાઈ 2024:
શ્રી સંદીપ એન્જિનિયરે, સિનિયર ઉપપ્રમુખે આ પ્રસંગે બોલતા CSR ટાસ્કફોર્સને આવા મહત્વપૂર્ણ કાર્યક્રમનું આયોજન કરવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. તેમણે સખાવતી પ્રયાસોની વ્યાપક અસર પર ભાર મૂકતા, ટ્રસ્ટ બનાવવા અને બિન-માનવીય હેતુઓ માટે દાન આપવાના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો.
આ પ્રસંગે તેઓના સ્વાગત પ્રવચનમાં GCCI ના માનદ કોષાધ્યક્ષ શ્રી ગૌરાંગભાઈ ભગતે વિવિધ કોર્પોરેટ એકમોમાં CSR વધતી જતી પ્રવૃત્તિઓ વિશે વાત કરી હતી. તેમણે ઉલ્લેખ કર્યો હતો કે CSR પ્રવૃત્તિ તે સમાજ ને સશક્ત કરવાનો એક સુંદર માર્ગ છે તેમજ જેનાથી સમાજના વિવિધ વર્ગોને ફાયદા સાથે, અર્થતંત્રને પણ ફાયદો થાય છે અને જેનો લાભ વિકસિત અર્થતંત્ર થકી કોર્પોરેટ્સને પણ મળતો હોય છે.
તેઓએ ભાર મૂક્યો હતો કે CSR પ્રવૃત્તિઓ મર્યાદિત ક્ષેત્રો પર કેન્દ્રિત ન હોવી જોઈએ પરંતુ તે વૈવિધ્યસભર હોવી જોઈએ જેથી સમાજના દરેક વર્ગને લાભ મળી શકે. તેમણે CSR પ્રવૃત્તિઓ અંગે કાનૂની અને નાણાકીય જરૂરિયાતોને પૂર્ણ કરવાના મહત્વ વિશે પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે ટિપ્પણી કરી કે CA શ્રી નૌતમભાઈ વકીલ અને CA શ્રી વિનીતભાઈ શાહ જેવા વિદ્વાન વક્તાઓની હાજરી CSR સંબંધિત કાનૂની જરૂરિયાતો વિશે સમજ કેળવવા મદદરૂપ થઈ પડશે.
સીએ શ્રી નૌતમભાઈ વકીલે ચેરિટેબલ ટ્રસ્ટના સંચાલનના નિર્ણાયક તેઓના સંબોધનમાં અનેક અગત્યના પાસાઓ જેવા કે ITR ફાઇલિંગ અને વાર્ષિક અહેવાલો માટે નિયત તારીખોનું પાલન કરવાનું મહત્વ, સમયસર ઓડિટ સુનિશ્ચિત કરવું અને ટ્રસ્ટનું યોગ્ય નામકરણ અને બંધારણ જાળવવું આવરી લીધા હતા. તેમણે કેપિટલ ગેઈન અને કોર્પસ ડોનેશનના વ્યૂહાત્મક સંચાલન પર વિશેષ ભાર મૂક્યો હતો, વધુમાં તેઓએ ઝીણવટભર્યા હિસાબ-કિતાબ, પારદર્શિતા જાળવવા અને કાયદાકીય ધોરણોનું પાલન કરવાના મહત્વ વિષે જણાવ્યું હતું.
CA શ્રી વિનિતભાઈ શાહે ચેરિટેબલ ટ્રસ્ટના અસરકારક સંચાલન અંગે સમજ આપી હતી. તેમણે વ્યાપક દસ્તાવેજીકરણ અને પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે 53 જુદા જુદા રેકોર્ડ્સ જાળવવાની આવશ્યકતા પર પ્રકાશ પાડ્યો હતો. તેમણે ટ્રસ્ટના બંધ થયા પછી પણ ટ્રસ્ટની નોંધણી રદ કરવા માટે પડતી મુશ્કેલીઓ અંગે ધ્યાન દોર્યું હતું અને વધુમાં, પ્રક્રિયાઓને સુવ્યવસ્થિત કરવા માટે એપ્લિકેશનને ડિજિટાઇઝ કરવાની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે ઉલ્લેખ કર્યો કે નવી કર વ્યવસ્થા હેઠળ, દાન માટે કલમ 80G હેઠળ કોઈ લાભો ઉપલબ્ધ નથી, જે દાતાના પ્રોત્સાહનોને અસર કરી શકે છે.
શ્રીમતી નીતા શાહ, , CSR ટાસ્કફોર્સ, સભ્ય દ્વારા પ્રસ્તાવિત આભારવિધિ દ્વારા સેમિનારનું સમાપન કરવામાં આવ્યું હતું.