ICSI અમદાવાદ ચેપ્ટર ના કાર્યક્રમની થીમ MSME અને સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમ માં કંપની સેક્રેટરી દ્વારા ભજવવામાં નિર્ણાયક અને મુખ્ય ભૂમિકા પર હતી.
નીતા લીંબાચિયા, અમદાવાદ.
19 મે 2024:
અંદાજે 200 જેટલા પ્રોફેશનલ રજીસ્ટ્રેશન થયા હતા અને આ કાર્યક્રમ ગુજરાત યુનિવર્સિટીના i-Hub ઓડિટોરિયમ ખાતે યોજાયો હતો.
નીચેના મહાનુભાવોએ આ સેમિનાર માં હાજરી આપી હતી;
- શ્રી મુકેશ કુમાર, IAS, અગ્ર સચિવ, ઉચ્ચ અને ટેકનિકલ શિક્ષણ, શિક્ષણ વિભાગ, ગુજરાતસરકાર.
- CS B. નરસિમ્હન, પ્રમુખ, ICSI.
- શ્રી એમ. નાગરાજન, IAS, કલેક્ટર, મહેસાણા.
- શ્રી. આર. ડી. બારહટ્ટ, ગુજરાત સરકારના સંયુક્ત ઉદ્યોગ કમિશનર.
- શ્રી હિરન્મય મહંતા, CEO, i-Hub.
ઉપરોક્ત મહાનુભાવોએ સેમિનાર ને સંબોધિત કર્યા અને પોતાના અનુભવો અને વિચારો પ્રસ્તુત કર્યા અને MSME અને સ્ટાર્ટ અપ ઇકોસિસ્ટમમાં પ્રોફેશનલ્સ ખાસ કરીને કંપની સેક્રેટરી ની ભૂમિકા પર મહત્વ નો પ્રકાશ પાડ્યો.
આ સાથે ICSI, સંસ્થાન ના પ્રમુખ અને i-Hub ના CEO શ્રી હિરન્મય મહંતા વચ્ચે વાર્તાલાપ કર્યો અને નિર્ણય લેવામાં આવ્યો કે ICSI એક મોડ્યુલ તૈયાર કરશે અને કમ્પાઈલ કરે જે ગહન વિશ્લેષણ આપશે અને કોમ્પ્લાયન્સ અને ગવર્નન્સ સ્ટ્રક્ચરની MSME અને સ્ટાર્ટ અપ માટે ની વિભાવનાઓ ઓળખશે.
i-Hub અને ICSI વચ્ચેનો આજનો કાર્યક્રમ એક પ્લેટફોર્મ બનાવશે, જે MSMEs અને સ્ટાર્ટ અપની જરૂરિયાતોને પૂરી કરશે જેથી કરીને તેઓ ભવિષ્યવાદી વિઝન અને યુનિકોર્ન બનવાનો માર્ગ મેળવી શકશે.
#bharatmirror #bharatmirror21 #news #bharatmirror #icsi-ahmedabad #i-hub #ahmedabad