– સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેનને તેમના અવિરત પ્રયાસો માટે સન્માનિત કરવામાં આવ્યાં
નીતા લીંબાચિયા, અમદાવાદ.
16 મે 2024:
અગ્રણી નોન-બેંકિંગ ધિરાણ કંપની કેપ્રિ લોન્સે ગુજરાત ટાઇટન્સ સાથે જોડાણમાં ઘણી વાર નજરઅંદાજ થતાં ક્રિકેટના નાયકો – સ્ટેડિયમના ગ્રાઉન્ડ્સમેનને તેમની સતત પ્રતિબદ્ધતા અને દરેક મેચની સફળતા માટે અવિરત પ્રયાસો કરવા બદલ બિરદાવવા સન્માનિત કર્યા છે.
ગ્રાઉન્ડ્સમેન ક્રિકેટ મેચ માટે સ્થળને તૈયાર કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે, પિચ તૈયાર કરવી, આઉટફિલ્ડ જાળવવું અને ખેલાડીઓની સલામતી સુનિશ્ચિત કરવા જેવી કામગીરીઓ કરે છે. તેમની ઉત્કૃષ્ટ કામગીરી ક્રિકેટરો માટે રમત માટે શ્રેષ્ઠ વાતાવરણ જાળવે છે, જેમાં પિચને સારી બનાવવાથી લઈને હવામાનની પ્રતિકૂળ સ્થિતિમાં ડ્રેનેજ સિસ્ટમનું સંચાલન કરવાની કામગીરી સામેલ છે. પોતાની “માસ્ટર્સ ઓફ મેદાન” અંતર્ગત “ફર્ઝ નિભાતે હૈં” એ બ્રાન્ડના સિદ્ધાંતને વ્યક્ત કરીને કેપ્રિ લોન્સે એની નરેન્દ્ર મોદી સ્ટેડિયમ, ગુજરાતમાં ખંતીલા ગ્રાઉન્ડ્સકીપર્સને બિરદાવવાની પ્રતિબદ્ધતાની પુષ્ટિ કરી છે, “ક્યોંકિ વો ફર્ઝ નિભાતે હૈં.”
અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આયોજિત એક સમારંભમાં દિવસની મેચ માટે પિચ બનાવતાં અને તાલીમ આપતાં પિચ ક્યુરેટર શ્રી જયેશ પટેલ તથા આઉટફિલ્ડ, પિચ, પ્રેક્ટિસના મેદાનો જાળવવા માટે જવાબદાર સીનિયર ગ્રાઉન્ડમેન શ્રી વિભા રબારીને બિરદાવવામાં આવ્યાં હતાં. તેમને ઉમેશ યાદવ અને જોશુઆ લિટલના હસ્તે પુરસ્કારો મળ્યાં હતાં.
કેપ્રિ લોન્સના મેનેજિંગ ડાયરેક્ટર શ્રી રાજેશ શર્માએ ભારપૂર્વક કહ્યું હતું કે, “ગ્રાઉન્ડ્સમેન ક્રિકેટના અજાણ્યાં નાયકો છે, જેઓ પડદાં પાછળ પર રહીને સતત મહેનત કરે છે, જેથી દરેક મેચ સારી રીતે રમાય. તેમનું સમર્પણ અને મહેનત જ રમતની સફળતાનાં પાયામાં છે, છતાં તેમનું પ્રદાન ઘણી વાર ધ્યાનમાં લેવાતું નથી. કેપ્રિ લોન્સને આ અજાણ્યાં નાયકોનું સન્માન કરવા પર ગર્વ છે, જેઓ ‘ફર્ઝ નિભાતે હૈં’નાં સિદ્ધાંતનું પ્રતીક છે અને સતત સમર્પણ સાથે જવાબદારીઓ અદા કરે છે. આ ગ્રાઉન્ડ્સમેન તેમનો ઉત્સાહ વ્યક્ત કરે છે, આકાંક્ષી ક્રિકેટરોના સ્વપ્નોને આકાર આપે છે અને મેદાન પર પ્રતિભાઓને પ્રોત્સાહન આપે છે. અત્યારે અમે તેમની અમૂલ્ય કામગીરીને બિરદાવી છે અને તેમના પ્રયાસો બદલ અમારો હૃદયપૂર્વકનો આભાર માન્યો છે.”
આ પહેલ પર ગુજરાત ટાઇટન્સના સીઓઓ અરવિન્દર સિંઘે કહ્યું હતું કે, “અમને સતત ત્રીજા વર્ષે કેપ્રિ લોન્સ સાથે જોડાણ જાળવી રાખવાની ખુશી છે. તેમની ‘માસ્ટર્સ ઓફ મેદાન’ પહેલ પ્રશંસનીય છે, જે ક્રિકેટના અજાણ્યાં નાયકો પર ઉચિત પ્રકાશ ફેંકે છે. અમને આ પહેલમાં સામેલ થવા પર ગર્વ છે, જે રમતમાં ચાવીરૂપ આ વ્યક્તિઓના અવિરત પ્રયાસોને બિરદાવે છે અને તેમની પ્રશંસા કરે છે.”
કેપ્રિ લોન્સે વર્ષ 2024 માટે ગુજરાત ટાઇટન્સ સાથે એનું જોડાણ લંબાવ્યું છે, જે બંને કંપનીઓ અને ક્રિકેટ વચ્ચે જોડાણનું સતત ત્રીજું વર્ષ છે. વીડિયો આ અજાણ્યાં નાયકોના સમર્પણ અને મહેનતને દર્શાવે છે તથા તેમનાં હૃદયપૂર્વકના સન્માનને વ્યક્ત કરે છે, જેને તમે યુટ્યુબ પર જોઈ શકશો.
#bharatmirror #bharatmirror21 #news #capriloans #mastersofmaidaan #ahmedabad