નીતા લીંબાચિયા, અમદાવાદ.
16 મે 2024:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રી (GCCI) દ્વારા DNV Business Assurance India Pvt. Ltd ના સહયોગથી AS 9100D માટે ફાઉન્ડેશન અને આંતરિક ઓડિટર્સ ના તાલીમ કાર્યક્રમ પર પ્રમાણપત્ર કોર્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ કોર્સ નો પ્રાથમિક ઉદ્દેશ્ય આંતરરાષ્ટ્રીય ગુણવત્તાના ધોરણો નું પાલન સુનિશ્ચિત કરવા માટે જરૂરી કુશળતા ધરાવતા વ્યાવસાયિકો ઉભા કરી આ બાબતે આપણા રાજ્યમાં જ યોગ્ય નિષ્ણાતો ઉભા કરવાનું છે જેનાથી રાજ્યમાં એરોસ્પેસ ઉદ્યોગના સતત વિસ્તરણને લાભ થશે. GCCI ખાતે આ કોર્સ નું આયોજન તારીખ 13 થી 15 મે 2024 ના દિવસે થયું હતું.
આ કોર્સ નું સંચાલન શ્રી સનતકુમાર ચટ્ટોપાધ્યાય, ક્વોલીટી મેનેજમેન્ટ સિસ્ટમ તેમજ એરોસ્પેસ સ્ટાન્ડર્ડ્સ બાબતે જેઓ ખુબ જ નિષ્ણાત છે તેઓ દ્વારા કરવામાં આવ્યું હતું તેમજ આ કોર્સ થકી તાલીમાર્થીઓને આ વિષય બાબતે વિસ્તૃત જ્ઞાન તેમજ વ્યવહારુ સ્કીલ વિશે જાણકારી તેમજ તાલીમ પ્રાપ્ત થયા હતા.
આ કોર્સ માં અલગ અલગ પૃષ્ઠભૂમિ તેમજ સંસ્થાઓ સાથે સંલગ્ન સહભાગીઓએ ભાગ લીધો હતો તેમજ કોર્સ પરત્વે ખુબજ ઉત્સાહ બતાવ્યો હતો અને તેઓને ઓડિટીંગ કૌશલ્ય ને વધારવામાં અને પોતપોતાની સંસ્થાઓના ગુણવત્તા ખાતરીના પ્રયત્નોમાં યોગદાન આપવા બાબતે ઊંડી સમાજ પ્રાપ્ત થઇ હતી તેમજ AS 9100D સંદર્ભે વિવિધ આવશ્યકતાઓ અને ઓડિટ પ્રક્રિયાની સમાજ પણ પ્રાપ્ત થઇ હતી.
GCCI અને DNV વચ્ચેનો સહયોગ એરોસ્પેસ ક્ષેત્રમાં શ્રેષ્ઠતા અને સતત પ્રગતિ માટેના સહિયારા સમર્પણનું એક ઉદાહરણ છે તેમજ આ બંને સંસ્થાઓ આગામી સમયમાં પણ આવા તાલીમ અભિયાનો નું આયોજન કરવા પ્રતિબદ્ધ છે.