નીતા લીંબાચિયા, અમદાવાદ.
01 માર્ચ 2024:
દેશની ટોચની ખાનગી ફાર્માસ્યુટિકલ કંપનીઓ પૈકી એક કેડિલા ફાર્માસ્યુટિકલ્સને વર્લ્ડ HRD કોંગ્રેસ 2024માં બે પ્રતિષ્ઠિત એવોર્ડથી સન્માનિત કરવામાં આવી છે.
કેડિલા ફાર્માસ્યુટિકલ્સને વર્લ્ડ HRD કોંગ્રેસની 32મી આવૃત્તિમાં “નેશનલ બેસ્ટ એમ્પ્લોયર એવોર્ડ”થી બિરદાવવામાં આવી છે. કંપની વતી આ એવોર્ડ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ગ્લોબલ પ્રેસિડન્ટ અને એચઆર કિંજલ ચૌધરી, કેડિલા ફાર્માના બ્રાન્ડ સ્ટ્રેટેજિક બિઝનેસ યુનિટ-એચઆર, સિનિયર વાઈસ પ્રેસિડન્ટ સુકાંત થવૈતે સ્વીકાર્યો હતો.
શ્રી ચૌધરીએ એવોર્ડ સ્વીકારતાં જણાવ્યું હતું કે, “’નેશનલ બેસ્ટ એમ્પ્લોયર એવોર્ડ’ સ્વીકારવો એ મારા માટે એક વિશેષાધિકાર હતો. આ સન્માન કેડિલા પરિવારના દરેક સભ્યની મહેનત અને સમર્પણનો પુરાવો છે. અમે માનીએ છીએ કે કર્મચારીઓ કેડિલા ફાર્માસ્યુટિકલ્સની સૌથી મોટી સંપત્તિ છે અને અમે વર્ષ 2023 માટે દેશના ઉદ્યોગોમાં ટોચના 25 એમ્પ્લોયરોમાં સ્થાન મેળવ્યું હોવાનો અમને ગર્વ છે.”
તદુપરાંત કેડિલા ફાર્માસ્યુટીકલ્સના ડોમેસ્ટિક બ્રાન્ડ એડ ફોર્મ્યુલેશન બિઝનેસના સીઓઓ ડો. વિજયેશ કુમાર ગુપ્તાએ પણ સી-સૂટ/CEO/COO/CXO કેટેગરીમાં “બિઝનેસ લીડર ઓફ ધ યર” એવોર્ડ પ્રાપ્ત કર્યો હતો.
વર્લ્ડ HRD કોંગ્રેસ 2024 માટેની માનનીય જ્યુરીએ વિવિધ શ્રેત્રોમાંથી 150 COOનું મૂલ્યાંકન કર્યું હતું. આ સિદ્ધિ ભારતની કોર્પોરેટ દુનિયામાં ડો. ગુપ્તાની ઉત્કૃષ્ટ લીડરશીપ જ નહિં પરંતુ કેડિલા ફાર્માસ્યુટિકલ્સનું રાષ્ટ્રીય સ્તરે આપવામાં આવતા યોગદાનનો પુરાવો છે.
વધુમાં, એચઆર એસોસિએશન ઓફ ઈન્ડિયાએ કિંજલ ચૌધરીને સંસ્થાકીય સફળતા, કર્મચારીઓને સશક્ત બનાવવા અને તેમના ઉદ્યોગોમાં ક્રાંતિ લાવવા માટે વર્ષના ગેમ-ચેન્જર્સ પૈકીના એક તરીકેની માન્યતા પણ પ્રદાન કરી હતી.
#bharatmirror #bharatmirror21 #news #cadilapharmaceuticals #bestemployerbrands2023 #ahmedabad