અંબાજી મંદિરના 29 વર્ષ પૂર્ણ થઇ રહ્યા હોઇ અને 30માં વર્ષમાં મંગલ પ્રવેશ નિમિતે ભવ્યાતિભવ્ય પાટોત્સવ મહોત્સવનું આયોજન
પોટાત્સવ મહોત્સવ નિમિતે અંબાજી મંદિર ખાતે વિશેષ હોમ, હવન, યજ્ઞ, મહાઆરતી, ભજન-ધૂન સહિતના અનેક સુંદર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન
અમદાવાદ, રવિવાર
શહેરના સોલા રોડ પર આવેલા ચાંદની એપાર્ટમેન્ટ ખાતેના સુપ્રસિધ્ધ અંબાજી મંદિર ખાતે તા.14મી ફેબ્રુઆરીના રોજ મંદિરના સ્થાપના દિવસ પ્રસંગે અંબાજી માતાજીના ભવ્ય પાટોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ પ્રસંગે મંદિરના ટ્રસ્ટીઓ, સ્થાનિક આગેવાનો, નાગરિકો ખૂબ મોટી સંખ્યામાં ઉમટશે. તો, મંદિર ટ્રસ્ટ દ્વારા પણ પાટોત્સવ મહોત્સવને લઇ તડામાર તૈયારીઓ અને સુંદર આયોજન કરવામાં આવ્યા છે.
સુપ્રસિધ્ધ અંબાજી મંદિરની સ્થાપનાને તા.14મી ફેબ્રુઆરી, 2024ના રોજ 29 વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે અને 30માં વર્ષમાં મંગલ પ્રવેશ થઇ રહ્યો છે. આ પ્રસંગે અંબાજી માતાજીના ભવ્ય પાટોત્સવ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. આ દિવસે અંબાજી મંદિરને ઝળહળતી રોશની, ફુલ-હારના તોરણો સહિતના અનેક આકર્ષણોથી સજાવવામાં આવશે તો, આ દિવસે અંબાજી માતાજીનો વિશેષ સાજ-શણગાર અને પૂજા-અર્ચના કરવામાં આવશે. માતાજીના પાટોત્સવ મહોત્સવને લઇ તા.14મી ફેબ્રુઆરી,2024ના રોજ મંદિરમાં વિશેષ હોમ, હવન, યજ્ઞ, મહાઆરતી, ભજન-ધૂન સહિતના સુંદર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે.
ઉલ્લેખનીય છે કે, શહેરના સોલા રોડ પર આવેલ ચાંદની એપાર્ટમેન્ટ ખાતેના આ સુપ્રસિધ્ધ અંબાજી મંદિરની ખ્યાતિ સાંભળીને દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવે છે. માતાજીના ચમત્કારને પગલે કંઇક કેટલાય લોકોના વિદેશ યોગ બન્યા છે અને તેઓ ત્યાં સ્થાયી અને સેટલ થયા છે તો કેટલાય લોકોના રોગ, પીડા, દર્દ અને કષ્ટો માતાજીએ હર્યા હોવાની શ્રધ્ધાળુઓમાં ઉંડી આસ્થા છે., જેને લઇ અંબાજી મંદિરના દર્શનાર્થીઓની સંખ્યામાં ઉત્તરોત્તર નોંધપાત્ર વધારો થઇ રહ્યો છે. નવરાત્રિ, દિવાળી, નૂતન વર્ષ સહિતના તહેવારો અને પ્રસંગોએ અંબાજી માતાજીની વિશેષ પજા, સાજ-શણગાર અને આરતી સહિતના કાર્યક્રમોનું નિયમિત આયોજન કરવામાં આવતુ હોય છે, જેનો શ્રધ્ધાળુ ભકતો ખૂબ મોટી સંખ્યામાં લાભ લેતા હોય છે.
#bharatmirror #bharatmirror21 #news