નીતા લીંબાચિયા, અમદાવાદ.
09 ફેબ્રુઆરી 2024:
અમદાવાદ, 9 ફેબ્રુઆરી, 2024: ઈન્ડો-યુએસની આર્થિક ભાગીદારીને મજબૂત કરવા પ્રતિબદ્ધ પ્રિમિયર ઈન્ડસ્ટ્રી ચેમ્બર ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (IACC) એ એમએસએમઈ (MSMEs) માટે ‘સેન્ટર્સ ઓફ એક્સેલન્સ’ની સ્થાપના કરવાની જાહેરાત કરી છે. જેની મદદથી તેઓ એમએસએમઈને વિસ્તરણ, ગુણવત્તામાં સુધારો કરવા તેમજ વૈશ્વિક બજારોમાં હરિફાઈ આપવા સારી ઉત્પાદન પ્રક્રિયાઓ અપનાવવા માર્ગદર્શન મળશે.
IACCના નેશનલ પ્રેસિડન્ટ પંકજ બોહરાએ ગુરુવારે અમદાવાદમાં IACC ગુજરાત બ્રાન્ચ દ્વારા આયોજિત “ક્વોલિટી અસ્પેક્ટ્સ ધેટ એમએસએમઈ નીડ ટુ એડ્રેસ ફોર યુએસ માર્કેટ” (ભારતીય એમએસએમઈ માટે અમેરિકી બજારને સંબોધવા માટે જરૂરી ગુણવત્તાના પાસાંઓ) કાર્યક્રમમાં આ જાહેરાત કરી હતી.
પંકજ બોહરાએ જણાવ્યું હતું કે, “IACC એમએસએમઈને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે. અમે નેશનલ સ્કિલ ડેવલપમેન્ટ કોર્પોરેશન (NSDC) સાથે MOU કર્યા છે અને એમએસએમઈને તાલીમ આપવા અને તેને ભવિષ્યમાં નિકાસ માટે તૈયાર કરવા સેન્ટર્સ ઑફ એક્સલન્સ શરૂ કરીશું.”
IACC ગુજરાત બ્રાન્ચના ચેરપર્સન કુસુમ કૌલ વ્યાસે ભારતીય એમએસએમઈ દ્વારા ઉભરતી ટેક્નોલોજી અપનાવવા પર ભાર મૂક્યો હતો. આ કાર્યક્રમમાં GESIAના પૂર્વ ચેરમેન તેજીન્દર ઓબેરોય દ્વારા મહત્વની માહિતી પ્રદાન કરતા પેનલ ચર્ચા થઈ હતી.
અગ્રણી નોલેજ પ્રોસેસિંગ આઉટસોર્સિંગ પ્રોવાઈડર એનાલિટિક્સ સોલ્યુશન્સના ફાઉન્ડર અને સીઈઓ સતિષ પટેલે આ પેનલ ચર્ચા દરમિયાન નોંધ્યું હતું કે, “યુએસ એ વિશ્વની સૌથી મોટી અર્થવ્યવસ્થા છે અને 90% વ્યવસાય એસએમઈ દ્વારા સંચાલિત છે. જે ભારતીય એસએમઈ વૃદ્ધિ કરવાની યોજના ધરાવે છે, પરંતુ યુએસ પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા નથી., તેઓ પોતાના બિઝનેસનો મોટો હિસ્સો ગુમાવી રહ્યા છે. એમએસએમઈએ યુએસમાં બિઝનેસ કરતી વખતે ત્યાંની માનસિકતા અને વેપાર સંસ્કૃતિને સમજવી જરૂરી છે. જે ભારત કરતાં તદ્દન વિપરિત છે.”
EDIIના ડિરેક્ટર ડો. રાજીવ શર્માએ ભારતીય એમએસએમઈને વેલ્યૂ ચેઈનમાં વધારો કરવાની જરૂરિયાત પર ભાર મૂકતા જણાવ્યું હતું. “સોફ્ટવેર, સર્વિસિઝ હોય કે, ટેક્સટાઈલ અને લેધર જેવા પારંપારિક ઉદ્યોગો હોય, ભારતીય એમએસએમઈ સપ્લાય ચેઈનમાં ઉંચા મૂલ્યોને હાંસિલ કરવામાં અસક્ષમ છે. તેઓને તેમના ગુડ્સ અને સર્વિસિઝની ગુણવત્તા સાથે વધુ સુસંગત થવાની જરૂર છે.”
એનાલિટિક્સ સોલ્યુશન્સના સીઓઓ જ્હોન મેથ્યુએ કહ્યું હતું કે, “યુએસમાં 55 અબજ ડોલરનુ એસએમઈ બજાર છે. જે વાર્ષિક 8 ટકાના દરે વૃદ્ધિ પામી રહ્યું છે. આ ગ્રોથ ભારતમાં એસએમઈ માટે વિશાળ તક સર્જે છે.”
GESIA એ આ કાર્યક્રમની ઈકોસિસ્ટમ પાર્ટનર હતી.
#bharatmirror #bharatmirror21 #news #iacc #nsds #ahmedabad