નીતા લીંબાચિયા, અમદાવાદ.
20 જાન્યુઆરી 2024:
સ્વાસ્થયકોન 2024, ધ ઇન્ટરનેશનલ કોન્ફરેંસ ઓન મેટાબોલિક ડિસિઝ પર આંતરરાષ્ટ્રીય પરિષદ અમદાવાદમાં મેટાબોલિક ડિસીઝ મેનેજમેન્ટ ક્ષેત્રે એડવાન્સ બનવા તમામ ટોચના મેડિકલ પ્રોફેશનલ્સને એકમંચ પર લઈ આવી છે.
સ્વાસ્થય ડાયાબિટીસ કેર અને ઓલ ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ડાયાબિટીસ એન્ડ રિસર્ચ દ્વારા આયોજિત, સ્વાસ્થયકોન 2024 માં ભારત તથા વિશ્વભરમાંથી 600 થી વધુ પ્રતિનિધિઓ હતા, જેમાં 150 ફેકલ્ટીનો સમાવેશ થાય છે, જે નિષ્ણાતો વચ્ચે જ્ઞાન આદાનપ્રદાન અને સહયોગને પ્રોત્સાહન આપવા માટે ગતિશીલ પ્લેટફોર્મ પૂરું પાડે છે.
“ક્લિનિકલ પર્લ્સ ઈન મેટાબોલિક ડિસીઝ મેનેજમેન્ટ” થીમ પર આધારિત સ્વાસ્થયકોન 2024માં 25 વૈજ્ઞાનિક સત્રો યોજાયા હતા જેમાં ચિકિત્સકો (ફિઝિશિયન) માટે શરીર રચનાનું વિશ્લેષણ, ફાઈબ્રોસ્કેનનો ઉપયોગ કરીને યકૃતનું મૂલ્યાંકન, સગર્ભાવસ્થા દરમિયાન ડાયાબિટીસ મેનેજમેન્ટ અને ગેસ્ટેશનલ ડાયાબિટીસ મેનેજમેન્ટ જેવા અદ્યતન વિષયો આવરી લેવામાં આવ્યા હતા.
સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરના ચેરમેન ડો. મયુર પટેલે જણાવ્યું હતું કે, “સ્વાસ્થ્યકોન 2024 એ જાણીતા નિષ્ણાતોના દ્રષ્ટિકોણો રજૂ કરવા, પડકારરૂપ કેસોની ચર્ચા કરવા તથા મેટાબોલિક ડિસિઝ મેનેજમેન્ટ માટે ઈનોવેટિવ અભિગમો દર્શાવવા એક અમૂલ્ય પ્લેટફોર્મ પૂરું પાડ્યું છે. આ કોન્ફરન્સ ડાયાબિટીસ સંભાળના ધોરણોને વેગ આપવા, ડાયાબિટીસ અને તેની અસરોના ભારણને ઘટાડવામાં યોગદાન આપવા ઉપરાંત હાઈ બ્લડ પ્રેશર, હૃદયની બિમારીઓ ધરાવતા લાખો દર્દીઓ સુધી લાભ પહોંચાડવા વેગ આપશે. કોન્ફરન્સની પ્રતિબદ્ધતા સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરના મેડિકલ પ્રેક્ટિશનરો માટે વૈશ્વિક સ્તરની કુશળતા સ્થાપિત કરવાની છે.”
સ્વાસ્થ્યકોન 2024ના ઓર્ગેનાઈઝિંગ સેક્રેટરી ડો. યશ પટેલે જણાવ્યું હતું કે, “આ વર્ષનું મુખ્ય કેન્દ્ર ડાયાબિટીસ મેનેજમેન્ટ માટે બીજી, ત્રીજી, ચોથી અને પાંચમી લાઇનની સારવારની પસંદગીઓ પર પેનલ ચર્ચા હતી, જેમાં ડાયાબિટિસ મેનેજમેન્ટને સારી રીતે સમજાવવા માટે આંતર-સ્પેશિયાલિટી પર સંવાદોને આવરી લેવામાં આવ્યા હતા.”
20 અને 21 જાન્યુઆરીના રોજ બે દિવસીય કોન્ફરન્સ દરમિયાન ડાયાબિટીસથી બચાવ, હાઈ બ્લડ પ્રેશર, અકાળે હૃદયરોગનો હુમલો, કિડનીના રોગો, અંધત્વ, ICU અને સર્જરી માં ગંભીર ડાયાબિટીસના દર્દીઓને સંભાળવા, નવા એજન્ટો, ડાયાબિટીસ અને દાંતની સમસ્યાઓ, હેલ્થકેરમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સનો ઉપયોગ, ઇન્ટ્રા અને ક્રોસ સ્પેશિયાલિટી મેનેજમેન્ટ, યુવાન વ્યક્તિઓમાં ડાયાબિટીસ અને ડાયાબિટીસ મેનેજમેન્ટના માપદંડોમાં પરિવર્તન જેવા વિષયો પર ચર્ચાઓ થઈ હતી.
આ કોન્ફરન્સમાં સ્વાસ્થ્યકોન ઓરેશન અને ડૉ. આર.એમ. શાહ ઓરેશન જેવા બે ઓરેશન એવોર્ડ લેક્ચર પણ થયા હતા જે અનુક્રમે ડૉ. રાકેશ સહાય અને ડૉ. જે.જે. મુખર્જી દ્વારા રજૂ કરવામાં આવ્યા હતા. પદ્મશ્રી ડૉ. તેજસ પટેલને ઇન્ટરનેશનલ લીડર એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. પદ્મશ્રી ડો.સુધીર શાહને ચિકિત્સા ક્ષેત્રે તેમના અમૂલ્ય યોગદાન બદલ લાઈફ ટાઈમ અચિવમેન્ટ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. કોન્ફરન્સ દરમિયાન 35 રિસર્ચ પેપર પણ રજૂ કરવામાં આવ્યા હતા.
અયોધ્યામાં રામ મંદિરની પ્રાણપ્રતિષ્ઠાને ધ્યાનમાં લેતાં કોન્ફરન્સનું સ્થળ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઈન્ડસ્ટ્રીના હોલને અયોધ્યા, રામેશ્વરમ અને રામ સેતુ જેવા નામો આપવામાં આવ્યા હતા. દરેક સત્ર ભગવાન રામના અલગ-અલગ નામો પરથી યોજાયા હતા. ફેકલ્ટીને સ્મૃતિચિહ્ન તરીકે રામ મંદિરની પ્રતિકૃતિ પણ અર્પણ કરવામાં આવી હતી. સ્થળ પર ભગવાન રામ અને રામ મંદિર સાથે ફોટો/સેલ્ફી પોઇન્ટ પણ બનાવવામાં આવ્યો હતો.
આ કાર્યક્રમ અને જાણીતા વક્તાઓ તથા ડોકટરોની સક્રિય ભાગીદારીએ સ્વાસ્થયકોન 2024ને મેટાબોલિક ડિસીઝ મેનેજમેન્ટ કેલેન્ડરમાં એક મહત્વની ઈવેન્ટ બનાવી છે. કોન્ફરન્સની સફળતા સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરના તબીબી જ્ઞાનને આગળ વધારવા અને દર્દીની સારવારના પરિણામો સુધારવા માટેની પ્રતિબદ્ધતા દર્શાવે છે.
ઇન્ટરનેશનલ ડાયાબિટીસ ફેડરેશન દ્વારા સ્વાસ્થ્ય ડાયાબિટીસ કેરને ડાયાબિટીસ કેર અને સેન્ટર ઓફ એજ્યુકેશનમાં સેન્ટર ઓફ એક્સેલન્સ તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે, જે વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓ દ્વારા ડાયાબિટીસ કેરને વેગ આપવાનું મિશન જારી રાખી રહ્યું છે.
#bharatmirror #bharatmirror21 #news #doctormayurpatel #swathyayakon #ahmedabad