- આ નવા ફન્ડની ઓફર 16 જાન્યુઆરીના મંગળવારથી શરૂ થશે અને સોમવાર 29 જાન્યુઆરી 2024ના રોજ બંધ થશે
- નિફટી 50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સ એ એક એવો વૈકલ્પિક ઇન્ડેક્સ છે જેનું વેઇટેજ તેની પેરેન્ટ ઇન્ડેક્સ કંપનીઓ જેટલું જ છે અને તેમાં પેરેન્ટ કંપનીઓનો સમાવેશ થાય છે .
- નિફ્ટી50 મુજબ ભારતની સૌથી મોટી લાર્જ કેપ 50 કંપનીઓની સમાન ફાળવણી તેમાં કરવામાં આવી છે અને વિવિધ ક્ષેત્રોના વિવિધ શેર્સનો આ ફંડમાં સમાવેશ કરવામાં આવ્યો છે
નીતા લીંબાચિયા, અમદાવાદ.
17 જાન્યુઆરી 2024:
દેશના સૌથી મોટા ફન્ડ તરીકે ઓળખાતાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફન્ડ દ્વારા એસબીઆઈ નિફટી 50 ઈક્વલ વેઇટ
ઇન્ડેક્સ ફંડનો પ્રારંભ કરવામાં આવ્યો છે, આ નિફટી 50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સનું અનુકરણ કરતી ન્યુ ફન્ડ ઓફર ( એનએફઓ ) છે. અને તે 16 જાન્યુઆરી થી 29 જાન્યુઆરી 2024 સુધી ખુલ્લી રહેશે .
આ સ્કીમમાં રોકાણનો હેતુ ઇન્ડેક્સમાં સામેલ તમામ શેર્સની કુલ આવકનો લાભ રોકાણકારોને આપવાનો છે જોકે, આ સ્કીમ રોકાણના ઉદ્દેશને હાંસલ કરી શકે તેની કોઈ ગેરેન્ટી અથવા ખાતરી આપવામાં આવતી નથી.
એસબીઆઈ ફન્ડ્સ મેનેજમેન્ટ લિમિટેડના એમડી અને સીઈઓ શમશેર સિંહે કહ્યું કે બજારમાં લઘુતમ ટ્રેડિંગ સાથે લાંબા ગાળાના હેતુ સાથે પોર્ટફોલિયોના શેર્સ જાળવી રાખવામાં આવે છે, આ પ્રકારના પેસિવ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રમાં અમે અમારું નામ સ્થાપિત કરવા માગીએ છીએ. આ ફંડ સ્માર્ટ બીટા વ્યૂહ ધરાવે છે જેમાં તમામ શેર્સને સમાન તક આપવામાં આવે છે અને તેમાં કંપનીની માર્કેટ કેપનો આધાર ગૌણ બને છે. રોકાણકારો નિફટી 50ના આધારે સંતુલિત અને વૈવિધ્ય ધરાવતા અને સારું વળતર અપાવતા આ ફંડમાં રોકાણનો વિકલ્પ અપનાવી શકે છે .
આ ફન્ડના ડેપ્યુટી એમડી અને સીઈઓ ડીપી સિંહે જણાવ્યું છે કે પેસિવ ઇન્વેસ્ટમેન્ટ ક્ષેત્રમાં અમે નવી યોજનાઓ ઓફર કરવાની પ્રક્રિયાને આ ફન્ડ સાથે આગળ વધારી રહ્યા છીએ. નિફટી 50 જેવા ઇન્ડેક્સમાં અમુક શેર્સ અથવા સેક્ટર સમગ્ર ઇન્ડેક્સની દિશા નક્કી કરતા હોય છે. પરંતુ આ એનએફઓમાં શેર્સ અને સેક્ટર્સને સમાન વેઇટેજ આપવામાં આવ્યું હોવાથી રોકાણકારોને ઓછા ખર્ચે વૈવિધ્ય ધરાવતા શેર્સ અને સેક્ટર્સના લાભ ઉપલબ્ધ થશે.
આ સ્કીમમાં તેના કુલ અસ્ક્યામતોની મહત્તમ 100 ટકા અને લઘુતમ 95 ટકા ભંડોળનું રોકાણ નિફટી 50 ઈક્વલ વેઇટ ઇન્ડેક્સમાં રહેશે, 5 ટકા સુધીનું રોકાણ ઇકવીટી ડેરિવેટિવ્ઝમાં અથવા 5 ટકા સુધીનું રોકાણ ગવર્નમેન્ટ સિક્યુરિટીઝમાં કરશે. જેમાં આરબીઆઇ દ્વારા સમયાંતરે માન્યતા ધરાવતી વિવિધ સિક્યુરિટીઝનો સમાવેશ કરવામાં આવે છે તેવી સિક્યુરિટીઝમાં આ ફન્ડ રોકાણ કરશે. તેમાં ટ્રાઈપાર્ટી રેપો અને લિકવીડ મ્યુચ્યુઅલ ફન્ડનો પણ સમાવેશ થાય છે .
એનએફઓમાં ઓછામાં ઓછી રૂ. 5000ની રકમ અરજી માટે આપવાની રહેશે અને તે પછી રૂપિયા1 ના ગુણાંક માં કરવાની રહેશે .
આ રોકાણ દૈનિક, સાપ્તાહિક, માસિક, ત્રિમાસિક, અર્ધ વાર્ષિક અને વાર્ષિક ધોરણે એસઆઈપી (સિસ્ટેમેટિક ઇન્વેસ્ટમેન્ટ પ્લાન ) દ્વારા પણ કરી શકાશે.
#bharatmirror #bharatmirror21 #news #sbi #sbimutualfund #ahmedabad