નીતા લીંબાચિયા, અમદાવાદ.
08 જાન્યુઆરી ૨૦૨૪:
ગુજરાત કેન્સર સોસાયટી સંચાલિત કોમ્યુનિટી ઓન્કોલોજી સેન્ટર, વાસણા અને જીસીએસ મેડિકલ કોલેજ, હોસ્પિટલ દ્વારા 6 જાન્યુઆરી 2024 ના રોજ ઉત્તરાયણની અનોખી રીતે ઉજવણી કરવામાં આવી. કૅન્સર પીડિત બાળકોને પતંગ અને ફીરકીનું વિતરણ કરવામાં આવ્યું હતું.
બાળકોએ પતંગ ઉડાવ્યા , પોષ્ટિક આહાર કર્યો, તેમજ વિવિધ રમતો રમી. ઉપરાંત બાળકોએ ડાંસ કરીને આ ઇવેન્ટનો આનંદ ઉઠાવ્યો. આ ઇવેન્ટમાં ગુજરાત કેન્સર સોસાયટીના ટ્રસ્ટી શ્રી. ક્ષિતશ મદનમોહન, શ્રી. કૌશિક પટેલ, શ્રી. દિવ્યેશ રાડિયા, શ્રી. બિપીનભાઈ શાહ ઉપસ્થિત રહ્યા હતા, તેમના માર્ગદર્શન હેઠળ આ ઇવેન્ટની ઉજવણી કરવામાં આવી. તેઓ એ પણ બાળકો સાથે પતંગ ઉડવાની મજા માણી હતી.
જીસીએસ હોસ્પિટલ એ NABH સ્વીકૃત 750-બેડની હોસ્પિટલ છે. શ્રેષ્ઠ તબીબી કુશળતા, અલ્ટ્રા-મોડર્ન ઇન્ફ્રાસ્ટ્રકચર અને સુવિધાઓ તેમજ સમાજ સેવાના ઉદ્દેશ સાથે, જીસીએસ હોસ્પિટલ આજે સમાજના તમામ પ્રકારના લોકોને નજીવા દરે નિદાનથી લઇ સારવાર આપવા કાર્યરત છે.