- અમદાવાદ ફેક્ટરી ભારતની સમૃદ્ધિ તરફેની પ્રતિબદ્ધતાની નવીનતમ અભિવ્યક્તિ
- મૂળમાં સંશોધન, સ્થાનિક રોજગારી અને વૈશ્વિક ધોરણ
નીતા લીંબાચિયા, અમદાવાદ.
4 જાન્યુઆરી 2024:
વૃદ્ધિ અને સંશોધનની અડગ પ્રતિબદ્ધતા સાથે નવા વર્ષમાં પ્રવેશતા, વેર્સુની ઇન્ડિયા (અગાઉ ફિલીપ્સ ડોમેસ્ટિક એપ્લાયંસીસ તરીકે જાણતી)એ આજે અમદાવાદમાં પોતાની નવી ઉત્પાદન સવલતનુ અનાવરણ કરીને પોતાની પ્રતિબદ્ધતા તરફે એક મહત્ત્વનું પગલું ભર્યા છે. આ યાદગાર પ્રસંગે ગ્લોબલ સીઇઓ હેન્ક એસ. ડી જોંગ અને ભારત ખાતેના સીઇઓ ગુલબહાર તૌરાણીની સન્માનનીય હાજરી હતી જે ભારતમાં ઊંચી વૃદ્ધિવાળા માર્કેટ તરીકે વેર્સુનીના તકના અડગ નિર્ધારને વધુ મજબૂત બનાવે છે.
સ્થાનિક આંતરમાળખા અને રોજગારીની તકોનુ સંવર્ધન કરવાને ટેકો આપવા માટેના રોકાણ સાતે વેર્સુની આગામી ત્રણ વર્ષમાં 1000થી વધુ રોજગારીના સર્જનના અપેક્ષા રાખે છે. આ રોજગારી વિવિધ ક્ષેત્રો જેમ કે એન્જિનીયરીંગ, હેરફેર, ગુણવત્તા નિયંત્રણ અને વહીવટીય ક્ષેત્રે ઊભી કરાશે. તે પ્રદેશની આર્થિક સમૃદ્ધિ ક્ષેત્રે નોધપાત્ર રીતે યોગદાન આપશે, અર્થપૂર્ણ રોજગાર સંજોગોનુ સર્જન કરશે અને લોકોને વેર્સુનીની ભારતમાં સફળતામાં યોગદાન આપવા માટે સક્ષમ બનાવશે.
આ સવલતની મહત્ત્વની બાબત એ છે કે આ સવલત, ભારતીય ઉપભોક્તાઓની પસંદગીમાં ધરમૂળથી ફેરફારને અપનાવીને વ્યાપક રીતે વખાણાયેલી અગ્રણી પ્રોડક્ટ્સ જેમ કે ફિલીપ્સ એરફ્રેયર્સ અને ગારમેન્ટ સ્ટીમર્સનું ઉત્પાદન કરશે. વધતી જતી માગને પગલે વેર્સુની ભારતમાં સૌપ્રથમ વખત સંપૂર્ણ ઇન્ટીગ્રેટેડ ઓટોમેટિક રોબોટિક કોટીંગ લાઇન સાથે એરફ્રેયરનું ઉત્પાદન કરી રહી છે.
વેર્સુની 1લા તબક્કામાં 500,000 એરફ્રેયર્સ અને 2જા તબક્કામાં 200,000 ગારમેન્ટ સ્ટીમર્સીનની પ્રારંભિક વાર્ષિક ક્ષમતા સાથે સ્થાનિક ઉત્પાદન માટે પ્રતિબદ્ધ છે, જોકે બિઝનેસ માગ સાથે તાલ મિલાવવા માટે વાર્ષિક 10 લાખ નંગની કુલ ક્ષમતા સુધીનો વધારો કરી શકાય છે. આ સવલ CE સર્ટીફિકેશન સહિત ઉચ્ચ વૈશ્વિક ધોરણોને વળગી રહે છે, જેથી આંતરરાષ્ટ્રીય માર્કેટ દ્વારા માંગ કરવામાં આવતા કડક ગુણવત્તા માપદંડો અનુસાર ઉત્પાદન પ્રક્રિયાની ખાતરી કરી શકાય.
આ ઘોષણા પર ટિપ્પણી કરતા વેર્સુનીના સીઇઓ હેન્ક ડી જોંગએ જણાવ્યુ હતુ કે, “અમારી અમદાવાદની ફેક્ટરીનું ઉદઘાટન એ વ્યૂહાત્મક વૃદ્ધિ બજાર તરીકે વેર્સુનીના ભારત પ્રત્યેના સમર્પણનું ઉદાહરણ આપે છે, કારણ કે અમે અસાધારણ ઉત્પાદનો અને સેવાઓ પહોંચાડવાનું ચાલુ રાખીએ છીએ જે મકાનોને ઘરોમાં ફેરવવાના અમારા હેતુને આગળ ધપાવે છે. આજે, અમે ભારતમાં ગ્રાહકોને જે ઉત્પાદનોનું માર્કેટિંગ કરીએ છીએ તેમાંથી લગભગ 70% ઉત્પાદન આ દેશમાં થાય છે. અમદાવાદમાં નવી ફેક્ટરી ખોલવાના વ્યૂહાત્મક નિર્ણયને કારણે આગામી વર્ષોમાં તેમાં વધારો કરીને 90% સુધી લઇ જવાનો અમારો હેતુ છે.”
વેર્સુનીની યાત્રા નવીનતાની શક્તિ અને ગ્રાહક ફોકસના મહત્વના પુરાવા તરીકે ઉભી છે. નવી ફેક્ટરીનું ઉદઘાટન 2023માં ભારતના હોમ સિક્યુરિટી ડિવાઈસ સેગમેન્ટમાં વેર્સુનીના તાજેતરના પ્રવેશને અનુસરે છે, જે ઉપભોક્તા જોડાણ અને વેચાણના સંદર્ભમાં પ્રોત્સાહક પ્રતિસાદ મેળવે છે. તે ઊભરતાં બજારની જરૂરિયાતોના પ્રતિભાવમાં તેની પ્રોડક્ટ ઓફરિંગને વિકસિત કરવા અને વૈવિધ્યીકરણ કરવાની વેર્સુનીની પ્રતિબદ્ધતા સાથે મળતી આવે છે. તેનો ઉપભોક્તા-કેન્દ્રિત અભિગમ, ગ્રાહક વર્તનને સમજવા અને અપૂર્ણ જરૂરિયાતોને ઓળખવા પર કેન્દ્રિત છે, તેના વૈશ્વિક પોર્ટફોલિયોમાં નવીનતા અને ઉત્પાદન ઉત્ક્રાંતિને આગળ ધપાવવાનું ચાલુ રાખે છે.
#bharatmirror #bharatmirror21 #news #versuni #ahmedabad