કલર્સ ટીવીના નવા શો, ‘ડોરી’ની સ્ટારકાસ્ટ એ મિર્ચી સ્ટુડિયો ખાતે આરજે મીત સાથે બાંધી મનોરંજનની નવી ગાંઠ
નીતા લીંબાચિયા, અમદાવાદ.
05 ડીસેમ્બર 2023:
કલર્સ ટીવીએ તેનો નવો શો “ડોરી” શરૂ કર્યો છે, જેમાં મુખ્ય પાત્ર તેના સગા માતાપિતા દ્વારા ત્યજી દેવાયેલ બાળક છે. બનારસી સાડીના વણકર ગંગા પ્રસાદને(અમર ઉપાધ્યાય) ડોરી(માહી ભાનુશાલી) ગંગા નદીમાં તરતી મળે છે. તે છોકરીને બચાવે છે અને તેના દત્તક પિતા બને છે. આ વાર્તા 6 વર્ષની ડોરી કેવી રીતે મોટી થઈને તેજસ્વી, પ્રભાવશાળી અને સ્વતંત્ર બને છે અને પ્રવર્તમાન સામાજિક ધોરણો પર સવાલ ઉઠાવે છે, તેની છે.
સ્ટાર કાસ્ટ તેમના નવા શોના પ્રચાર માટે અમદાવાદની મુલાકાતે મિર્ચી સ્ટુડિયો ખાતે આવી હતી. 28મી નવેમ્બર, 2023ના રોજ યોજાયેલી એક સુપર મનોરંજક ઈવેન્ટમાં, શોના મુખ્ય કલાકારો અમર ઉપાધ્યાય અને માહી ભાનુશાલીએ નેક્સસ અમદાવાદ વન મોલ અને મિર્ચી સ્ટુડિયોની મુલાકાત લીધી અને ફેન્સ સાથે મજા કરી હતી.
આ ઇવેન્ટમાં મોટી સંખ્યામાં લોકો અને ચાહકો સાંજે 4 વાગ્યે મોલમાં એકઠા થયા હતા, બધા તેમના મનપસંદ કલાકારોને જોવા માટે ઉત્સાહિત હતા. મિર્ચી મ્યુઝિક ટેક્સી સાથે સ્ટાર કાસ્ટ એ ઈવેન્ટ લોકેશન પરથી જ એક લાઈવ શો કર્યો હતો, જ્યાં કલાકારો પાસેથી ‘ડોરી’ વિશે મસ્ત વાતો સાંભળવા મળી હતી.
હાઉસી જેવી રમતો અને અન્ય શાનદાર પ્રવૃત્તિઓમાં લોકો જોડાયા અને તેમણે દિવસને યાદગાર બનાવ્યો. સૌથી યાદગાર તો ઓન-એર થયેલા કોન્ટેસ્ટનો હતો જ્યાં લોકોએ તેમના પિતા અને પુત્રી વિશે ભાવુક અને મીઠી વાર્તાઓ શેર કરી હતી.જે ખૂબ હ્રદયસ્પર્શી હતી અને દરેકને આ વાતોએ ભાવુક પણ કર્યાં.
ગુજરાતના ફની અને ફ્રેંડલી પ્રેન્કસ્ટાર આરજે મીતે આ કાર્યક્રમ હોસ્ટ કર્યો હતો અને બધાને મસ્તીમજાક સાથે આનંદ કરાવ્યો હતો.ગેમ્સમાં ભાગ લેનારા લોકો અને વિજેતાઓને મિર્ચી તરફથી આકર્ષક ઈનામો અને ગિફ્ટ હેમ્પર્સ પણ મળ્યા હતા.
અમર ઉપાધ્યાય અને માહી ભાનુશાલીએ, તેમને અને શો ને આપેલા પ્રેમ માટે દરેકનો આભાર માન્યો. તેઓએ લોકોને ખાત્રી પણ આપી કે ‘ડોરી’ એક અદ્ભુત અને હૃદયસ્પર્શી શો હશે જે પ્રેક્ષકોને કાયમી યાદ રહી જશે.
તે દિવસ હાસ્ય, રમતો અને સારા વાઇબ્સથી ભરેલો રહ્યો. સ્ટાર્સ અને ચાહકોએ મળીને નેક્સસ અમદાવાદ વન મોલમાં આ દિવસને યાદગાર બનાવ્યો હતો. મિર્ચીએ એ પણ સ્ટાર્સ અને પ્રેક્ષકો મનોરંજનના હોટ અને મસાલેદાર ડોઝ વિના પાછા ન ફરે એ સુનિશ્ચિત કર્યું હતું.
#bharatmirror #bharatmirror21 #news #entertainmentnetworkindialimited #doory #colors #ahmedabad