નીતા લીંબાચિયા, અમદાવાદ.
21નવેમ્બર 2023:
ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી (GCCI) દ્વારા ભારત ખાતેના U.A.E. ના એમ્બેસેડર H.E અબ્દુલ નાસીર જમાલ અલશાલી સાથે તારીખ 20મી નવેમ્બર, 2023ના રોજ એક ઇન્ટરેક્ટિવ મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
શ્રી સંદીપ એન્જીનીયર, સીની. વાઇસ પ્રેસીડેન્ટ, GCCI એ તેઓના સ્વાગત પ્રવચનમાં H.E. અબ્દુલ નાસીર જમાલ અલશાલી ની ઉપસ્થિતિ માટે આભાર વ્યક્ત કર્યો હતો તેમજ બંને રાષ્ટ્રો વચ્ચે મજબૂત સંબંધો ને ઉત્તેજન આપવાના મહત્વ પર ભાર મૂક્યો હતો. વધુમાં, તેમણે સહિયારા મૂલ્યો અને હિતો વિષે વાત કરી હતી જે થકી મજબૂત આર્થિક સબંધોનો પાયો પ્રસ્થાપિત કરી શકાય. તેમણે જણાવ્યું હતું કે, યુનાઈટેડ આરબ અમીરાતમાં વ્યાપાર વ્યવહારને સુવ્યવસ્થિત કરવા માટે તમામ વ્યવસાય-સંબંધિત બાબતો માટે સંપર્ક અંગે એક Nodal Contact Point હોવા જોઈએ. જે થકી UAEમાં નિયુક્ત સંપર્ક હોવાને કારણે પૂછપરછ, વાટાઘાટો અને સમગ્ર વ્યવસાયને એકીકૃત કરવામાં મદદરૂપ થઈ પડશે અને જે થકી વ્યાપાર-ઉદ્યોગ સંબંધી પૂછપરછ અને તે અંગેની વાટાઘાટોની પ્રક્રિયાઓ પણ ખુબ જ સરળ થઇ પડશે અને બંને દેશો વચ્ચે વ્યાપાર-ઉદ્યોગને ખુબ જ વેગ મળશે.
GCCI ના તત્કાલીન નિવૃત પ્રમુખ શ્રી પથિક પટવારીએ તેઓના પ્રાસંગિક સંબોધનમાં ઉલ્લેખ કર્યો હતો કે, GCCI એ ગુજરાત સરકારશ્રી દ્વારા નિયુક્ત આગામી વાઈબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ માટે “સ્ટેટ પાર્ટનર” છે. તેઓએ ભારત અને UAE વચ્ચે સહયોગ અને પરસ્પર વિકાસની સંભાવનાઓ વિશે વાત કરી હતી.
ભારત ખાતેના UAE ના એમ્બેસડર ડો. અબ્દુલ નાસીર જમાલ અલશાલીએ બંને રાષ્ટ્રો વચ્ચેના ઐતિહાસિક સંબંધ, વર્તમાન આર્થિક લેન્ડસ્કેપ અને વધુ સહકાર માટેની તકો પર ધ્યાન કેન્દ્રિત કરવા બાબતે વાત કરી હતી. વધુમાં તેઓએ GCCI પ્રતિનિધિમંડળ અને અમીરાતમાં ફેડરેશન ઓફ ચેમ્બર્સ ઓફ કોમર્સ વચ્ચે સમજૂતી કરાર (MOU)ના આયોજન નું સૂચન કર્યું હતું. તેઓએ વધુમાં જણાવ્યું હતું કે, બંને વચ્ચે થયેલ વિવિધ MOU, પરસ્પર સમર્થન અને ભાગીદારી માટેના ક્ષેત્રોની રૂપરેખા આપતા ઔપચારિક કરાર કરવા ખુબ જ ઉપયોગી સાબિત થશે. આ પરસ્પર સહયોગનું માળખું ન માત્ર બંને રાષ્ટ્રો વચ્ચે ના હાલના સંબંધોને મજબૂત બનાવશે પરંતુ વેપાર, રોકાણ અને જ્ઞાનના આદાનપ્રદાન માં વધારો કરવા માટેના રસ્તાઓ પણ ખોલશે. તેમણે GCCI ના પ્રતિનિધિમંડળ ને UAEની મુલાકાત લેવા અને MOU પર હસ્તાક્ષર કરવા બાબતે આમંત્રણ આપ્યું હતું. GCCIના સીની. વાઇસ પ્રેસિડેન્ટ શ્રી સંદીપ એન્જીનીયર દ્વારા કરાયેલ UAE ખાતે એક કેન્દ્રસ્થાન ઉભું કરવાના સૂચન બાબતે તેઓએ જણાવ્યું હતું કે, આ બાબતે તેઓશ્રી તેઓના ઇકોનોમિક સેલને કામગીરી સોંપશે.