મેડિકલ ડિવાઇસ ઇન્સ્ટોલ કરનારી ગુજરાતની પ્રથમ હોસ્પિટલ બની
નીતા લીંબાચિયા, વડોદરા. અમદાવાદ.
28 ઓકટોબર 2023:
~આ ઉપકરણ ન્યુરોસર્જિકલ પ્રક્રિયાઓમાંથી પસાર થતા દર્દીઓ માટે સલામતી અને આરામ સુનિશ્ચિત કરશે~
વડોદરા, ગુજરાત, 27 ઑક્ટોબર, 2023 – ગુજરાતના વડોદરામાં આવેલી ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલ (BAGH)એ
અભૂતપૂર્વ ZEISS KINEVO 900 મેડિકલ ડિવાઇસની સ્થાપના સાથે હેલ્થકેર ક્ષેત્રે મહત્વપૂર્ણ સિદ્ધિ હાંસલ કરી છે, જે આ
ક્ષેત્રમાં અદ્યતન જર્મન ટેક્નોલૉજીનું સૌપ્રથમવાર ઇન્સ્ટોલેશનનું પ્રતિક છે, જે તેના દર્દીઓને શ્રેષ્ઠ તબીબી સંભાળ પૂરી પાડવાની હોસ્પિટલની ક્ષમતાઓમાં પણ વધારો કરે છે.
ZEISS KINEVO 900એ એક અત્યાધુનિક સર્જિકલ માઇક્રોસ્કોપ અનેક અગ્રણી સુવિધાઓથી સજ્જ છે, જે તેને પરંપરાગત
ઉપકરણોથી અલગ પાડે છે. ઈનોવેશનની વાત કરીએ તો તેમાં શક્તિશાળી રોબોટિક વિઝ્યુલાઈઝેશન સિસ્ટમ છે, જેમાં સર્જીકલ પ્રક્રિયાઓ દરમિયાન સર્જનોને વાસ્તવિક સમયની જાણકારી આપવા માટે રચાયેલી 100થી વધુ ગ્રાઉન્ડબ્રેકિંગ સુવિધાઓનો સમાવેશ થાય છે.
ZEISS KINEVO 900ની વધુ એક વિશેષતા તેની વિશેષ રોબોટિક કંટ્રોલ સિસ્ટમ છે, જેને પોઈન્ટલોકના નામથી
ઓળખવામાં આવે છે. આ ક્રાંતિકારી પ્રણાલી સર્જનોને સર્જિકલ ક્ષેત્રની અંદરના એક વિશિષ્ઠ બિંદુ પર ધ્યાન કેન્દ્રિત કરવાની મંજૂરી આપીને સશક્ત બનાવે છે અને ધ્યાન ગુમાવ્યા વિના માઈક્રોસ્કોપને ગોળાકાર કમાનમાં સરળતાથી ખસેડી શકે છે. ચોકસાઇ અને નિયંત્રણનું આ સ્તર શસ્ત્રક્રિયા કરવાની રીતને ફરીથી વ્યાખ્યાયિત કરે છે અને સર્જિકલ પરિણામોમાં વધારો અને સંભવિત જોખમોમાં ઘટાડો કરે છે.
ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલના મુખ્ય સર્જન ડો. નિમેશ પટેલે હોસ્પિટલના સાધનોમાં આ નવા ઉમેરા અંગે ઉત્સાહ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે,: ” ZEISS KINEVO 900 સર્જીકલ ટેક્નોલોજીમાં નોંધપાત્ર સિદ્ધિને રજૂ કરે છે. તેની અદ્યતન સુવિધાઓ આપણને શ્રેષ્ઠ સફળતા સાથે મગજ અને કરોડરજ્જુની સર્જરીમાં અત્યંત સલામતી પહોંચાડવામાં મદદ કરશે. અમે અમારા દર્દીઓનાલાભ માટે આ નોંધપાત્ર ઉપકરણની સંપૂર્ણ ક્ષમતાનો ઉપયોગ કરવા માટે ઉત્સાહિત છીએ “
આ ઉપરાંત, પોઝિશન મેમરીએ ZEISS KINEVO 900ની વધુ એક ખાસ વિશેષતા છે, જે મગજના મુખ્ય વિસ્તારો માટે
વિસ્તૃતીકરણ અને ફોકસ સેટિંગ્સને સંગ્રહિત કરે છે. આ ક્ષમતા સુનિશ્ચિત કરે છે કે સર્જનો એક પ્રક્રિયા દરમિયાન રસના વિવિધ ક્ષેત્રો વચ્ચે એકીકૃત રીતે સ્વિચ કરી મૂલ્યવાન સમય બચાવી શકે છે અને એકંદર કાર્યક્ષમતામાં વધારો કરી શકે છે.
ભાઈલાલ અમીન જનરલ હોસ્પિટલમાં ZEISS KINEVO 900ની સ્થાપના તેના દર્દીઓને ઉચ્ચતમ ધોરણની સારવાર
પહોંચાડવા માટે સંસ્થાની પ્રતિબદ્ધતાને દર્શાવે છે.
ZEISS ગ્રૂપ વિશે:
ZEISSએ ઓપ્ટિક્સ અને ઓપ્ટોઈલેક્ટ્રોનિક્સના ક્ષેત્રોમાં કાર્યરત એક આંતરરાષ્ટ્રીય અગ્રણી ટેક્નોલોજી એન્ટરપ્રાઈઝ છે. અગાઉના નાણાકીય વર્ષમાં ZEISS ગ્રૂપે તેના ચાર સેગમેન્ટ સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ ટેક્નોલોજી, ઔદ્યોગિક ગુણવત્તા અને સંશોધન, મેડિકલ ટેક્નોલોજી અને કન્ઝ્યુમર માર્કેટ્સમાં કુલ 8.8 બિલિયન યુરો (77,180 કરોડ રૂપિયા)ની વાર્ષિક આવક ઊભી કરી હતી. (30 સપ્ટેમ્બર 2022ની સ્થિતિએ). ZEISS પોતાના ગ્રાહકો માટે ઔદ્યોગિક મેટ્રોલોજી અને ગુણવત્તા ખાતરી, જીવન વિજ્ઞાન અને મટીરિયલ સંશોધન માટે માઇક્રોસ્કોપી સોલ્યૂશન્સ, નેત્રવિજ્ઞાન અને માઇક્રોસર્જરીમાં નિદાન અને સારવાર માટે તબીબી તકનીકી, ઉકેલો માટે આધુનિક નવી ટેક્નોલોજી વિકસીત, ઉત્પાદન અને તેનું વિતરણ કરે છે. ZEISS નામ વિશ્વની અગ્રણી લિથોગ્રાફી ઓપ્ટિક્સનો પણ પર્યાય છે, જેનો ઉપયોગ ચિપ ઉદ્યોગ દ્વારા સેમિકન્ડક્ટર ઘટકોના ઉત્પાદન માટે કરવામાં આવે છે. ચશ્માના લેન્સ, કેમેરા લેન્સ અને દૂરબીન જેવા ટ્રેન્ડસેટિંગ માટે ZEISS બ્રાન્ડ ઉત્પાદનોની વૈશ્વિક માંગ છે.
ડિજિટલાઇઝેશન, હેલ્થકેર અને સ્માર્ટ પ્રોડક્શન જેવા ભવિષ્યના વિકાસના ક્ષેત્રો અને એક મજબૂત બ્રાન્ડ પોર્ટફોલિયો સાથે ZEISS ટેક્નોલોજી ભવિષ્યને આકાર આપી રહ્યું છે અને તેના ઉકેલો સાથે ઓપ્ટિક્સ અને સંબંધિત ક્ષેત્રોની દુનિયાને સતત આગળ વધારી રહ્યું છે. સંશોધન અને વિકાસમાં કંપનીના નોંધપાત્ર રોકાણે ZEISSની ટેકનોલોજી, બજાર નેતૃત્વની સફળતાએ સતત વિસ્તરણનો પાયો નાખ્યો છે. ZEISS તેની આવકના 13 ટકા સંશોધન અને વિકાસમાં રોકાણ કરે છે – આ ઉચ્ચ સ્તરના ખર્ચએ ZEISSની લાંબી પરંપરા અને ભવિષ્ય માટેનું રોકાણ પણ છે. 38,000થી વધુ કર્મચારીઓ સાથે ZEISSની લગભગ 30 ઉત્પાદન સાઇટ્સ, 60 વેચાણ અને સેવા કંપનીઓ, 27 સંશોધન અને વિકાસ સુવિધાઓ સાથે લગભગ 50 દેશોમાં વૈશ્વિક સ્તરે સક્રિય છે (30 સપ્ટેમ્બર 2022 સ્થિતિએ). 1846માં જેનામાં સ્થપાયેલી કંપનીનું મુખ્ય મથક જર્મનીના ઓબરકોચેનમાં આવેલું છે.
કાર્લ ઝેઇસ ફાઉન્ડેશન વિજ્ઞાનના પ્રચાર માટે પ્રતિબદ્ધ જર્મનીના સૌથી મોટા ફાઉન્ડેશનોમાંનું એક છે. તેમજ હોલ્ડિંગ કંપનીના એકમાત્ર માલિક કાર્લ ઝેઇસ એજી છે.
#bharatmirror #bharatmirror21 #news #bhailalamingeneralhospital #bagh #adodara #ahmedabad