નીતા લીંબાચિયા, અમદાવાદ.
28 ઓગસ્ટ 2023:
ભારત દેશના ગુજરાતના રાજ્યના પાટનગર એવા ગાંધીનગરમાં રહેતા શ્રીમતી દિપીકાબેન મેહુલભાઇ પરમાર (ઉં.વર્ષ – ૫૨ મહિલા)ને માર્ચ ૨૦૧૮માં ફેફસાનું કેન્સરનું નિદાન કરવામાં આવ્યું હતું, તેમને કેન્સર ત્રીજા સ્ટેજમાં હોવાનું માલુમ પડ્યું હતું.
જ્યારે નિદાન કરવામાં આવ્યું ત્યારે દિપીકાબેનની ઉંમર ૪૭ વર્ષની હતી અને તેમના કેન્સરનું નિદાન એ સમયે શક્ય જ નહોતું કે કોઇ પ્રકારની દવા કે સર્જરી કરીને કરી શકાય. અમે સૌ જાણતા હતા કે ફેફસાનું કેન્સર એક આક્રમક રૂપમાં હોય છે અને સરળતાથી શરીરના અન્ય અંગોમાં ફેલાઇ જાય છે.
દિપીકાબેન એક શિક્ષિત મહિલા હોવાની સાથે પોતાના પતિ અને પરિવાર તેમજ સંબધીઓ, મિત્રોના સકારાત્મક નૈતિક સમર્થન થકી આવી જટિલ બિમારી અને એક અલગ રીતે કેન્સરની બિમારી સામે લડવાનો નિર્ણય કર્યો.
તેમણે પ્રથમ ન્યૂનતમ ઇનવેસિવ સારવાર દ્વારા ક્રાયોસર્જરી, બ્રેકીથેરાપી, ઇન્ટરવેન્શનલ લોકલાઇઝડ કિમોથેરાપી અને ઇમ્યુનોથેરાપી માટે જૂન ૨૦૧૮માં ફૂડો કેન્સર હોસ્પિટલ ગુઆંગજૌ ચીન જવા માટે નિર્ણય કર્યો.
ફૂડા કેન્સર હોસ્પિટલ(ચીન)ની મેડિકલ ટીમના પ્રયાસો અને તેમના પતિ મેહુલભાઇની નૈતિક હિંમતના કારણે શ્રીમતી દિપીકાબેનના ફેફસાનું ઓપરેશન સફળતાપૂર્વક સફળ રહ્યું અને આજે તેઓ ઘરનું દરેક કામકાજ કરી રહ્યા છે અને કોઇપણ જાતની તકલીફ નથી.
2018 થી સારવાર બાદ તેઓ ભારતમાં દર વર્ષે તેના ફોલો-અપ પરીક્ષણો કરાવી રહ્યા છે. આ અમારી બધી અપેક્ષાઓ કરતાં વધુ છે, તેઓનું સંપૂર્ણ કેન્સર દૂર થયું છે અને સંપૂર્ણપણે ટ્યુમર મુક્ત છે અને કેન્સરથી સ્વસ્થ થઇ ગઇ છે.
ભારતીય મૂળના બે યુવાન ડૉક્ટરો જેઓ બ્રધર્સ પણ છે – ડૉ. અનુપ અબોટી અને ડૉ. આકાશ અબોટી ઘણા વર્ષોથી આ અદ્યતન કૅન્સર હૉસ્પિટલ સાથે સંકળાયેલા છે અને કામ કરી રહ્યા છે.
જેમ કે, આપણે સૌ જાણીએ છીએ કે, કેટલાક કેન્સરના દદીઓ કે જેઓ સક્ષમ હોય છે તેઓ અમેરિકા જેવા વિકસિત દેશમાં સારવાર માટે જતા હોય છે. હવે કેટલાક દર્દીઓ એડવાન્સ સારવાર માટે ચીન પણ જવા લાગ્યા છે.
#bharatmirror #bharatmirror21 #news #dipikabenparamar #ahmedabad