એફસીઆઈ ની વેબસાઇટ પર રજિસ્ટ્રેશન પ્રક્રિયા ધ્વારા સીધી ખરીદીનો લાભ
નીતા લીંબાચિયા, અમદાવાદ.
25 ઓગસ્ટ 2023:
અમદાવાદ ખાતે ભારતીય ખાદ્ય નિગમની ક્ષેત્રિય કચેરી ખાતે એક પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી હતી, જેને એફસીઆઇના રીજનલ જનરલ મેનેજર રમન લાલ મીણાએ સંબોધિત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે, અત્યારે એક યોજના અમલમાં મુકવામાં આવી છે જેના અંતર્ગત નાના અનાજના વેપારીઓ, નાના આટા ચક્કી વાળાઓ વગેરે એફસીઆઇ પાસેથી સીધું અનાજ ખાસ કરીને ઘઉં ખરીદી શકશે. આવી વ્યવસ્થા ચોખા માટે પણ કરવામાં આવી છે.
આ માટે ભારતીય ખાદ્ય નિગમની વેબસાઈટ પર જઈને નાના વેપારી તથા આટા ચક્કી વાળાઓએ પોતાનું રજીસ્ટ્રેશન કરાવવું પડશે અને પોતાને જરૂરી જથ્થો ખરીદી બાબતે પોતાની પ્રાથમિક પ્રક્રિયા પૂરી કરવી પડશે .આમ કરવાથી તેઓને જોઈતું અનાજ બજારથી સસ્તા ભાવે અનાજ મળી રહેશે . અને સાથે સાથે તેનાથી બજારમાં અનાજના ઊંચા ભાવ પણ નિયંત્રિત થશે .ખાદ્ય નિગમ દ્વારા ખાદ્ય ભંડાર ક્ષમતાને આધુનિક કરવાની પણ યોજના બનાવવામાં આવી છે. જે અંતર્ગત સ્ટીલ સાઇલો નું નિર્માણ કરવામાં આવશે .
ઘઉંના સ્ટોરેજ માટે ડીવીએફઓ અંતર્ગત 50000 મે ટનની ચાર સાઈલો પ્રત્યેક રેલવે સાઇડિંગ સાથે નિર્માણ કરવામાં આવશે . અંકોડા ,અમરેલી ,વડોદરા ઉપરાંત ગાંધીધામ વઢવાણ અને વાંકાનેરમાં પોતાની જમીન પર સાઈલો બની રહી છે .ગુજરાત ક્ષેત્રમાં આઠ અન્ય સ્થાનો પર પણ સાઈલો માટે ટેન્ડર પ્રક્રિયાની તૈયારી ચાલી રહી છે .
ખેડૂતોના હિતને સુરક્ષિત રાખવું, ખેડૂતોને ઉચિત મૂલ્ય પર અનાજ ના ભાવ મળે,અને બજાર માં ખાદ્ય ના ભાવો અંકુશ માં રહે,સાથે નબળા વર્ગ ને સસ્તાભાવે અન્ન ઉપ્લબધ કરાવવા નિગમ પ્રયત્નશીલ છે. બફર સ્ટોક જાળવીને કોઈપણ સંજોગો માં ખાદ્ય કટોકટી ને પહોંચી વળવા ભારતીય ખાદ્ય નિગમ દ્વારા કાર્ય કરવામાં આવે છે.
#bharatmirror #bharatmirror21 #news #fci #ahmedabad