નીતા લીંબાચિયા, અમદાવાદ.
10 ઓગસ્ટ 2023:
અમદાવાદના બ્રહ્માકુમારી આંબલી કેન્દ્રનો વાર્ષિક ઉત્સવ બીકે ચંદ્રિકાબેન ના માર્ગદર્શન હેઠળ ઉજવવામાં આવ્યો હતો . બી કે મીડિયા વીંગ ના ડો રાજેશભાઈ ભોજકએ વધુ માહિતી આપતા જણાવ્યું હતું કે આંબલી માં આવેલ બ્રહ્માકુમારી સેન્ટર એક વર્ષ પહેલા શરૂ કરવામાં આવ્યું હતું .
મહાદેવ નગર કેન્દ્ર ના વડપણ હેઠળ બી કે રશ્મિ બહેન દ્વારા આ કેન્દ્રની જવાબદારી ઉપાડવામાં આવી હતી .મહાદેવ નગર કેન્દ્રના સેવાધારીઓ તથા આંબલીના આગેવાનો અને રહેવાસીઓ એ આ કેન્દ્ર સ્થાપવામાં સહકાર આપ્યો હતો. આંબલી સ્થિત આંગન ગાર્ડન પાર્ટી પ્લોટ ખાતે આંબલી કેન્દ્રની પ્રથમ વર્ષગાંઠ ઉજવવામાં આવી હતી .
જેમાં ટેક્સ ગુરુ મુકેશ પટેલ, ધારાસભ્ય બાબુભાઈ જમનાદાસ પટેલ અને અન્ય આગેવાનોએ હાજરી આપી હતી આંબલીના રહેવાસીઓ અને અનેક વ્યક્તિઓ પણ આ ઉજવણીમાં ઉપસ્થિત રહ્યા હતા .કેક કાપીને પ્રસંગની ઉજવણી કરવામાં આવી હતી .બીકે ચંદ્રિકાબેન પ્રસંગોપાત પ્રવચનમાં આ કેન્દ્રની સ્થાપનામાં મદદ કરનાર તમામનો આભાર માન્યો હતો
. ઉપરાંત તેમણે ઉપસ્થિત મહેમાનો નું શાલ ઓઢાડી ને સ્વાગત કર્યું હતું અને ભેટ પણ આપી હતી. છેલ્લે બ્રહ્મ ભોજન લઈને સૌ છુટા પડ્યા હતા. આંબલી બાદ ગોધાવી માં બીકે કેન્દ્ર શરૂ કરવામાં આવ્યું છે,અને ટૂંક સમયમાં શેલા ખાતે પણ બીકે કેન્દ્ર શરૂ કરવા નું કાર્ય આરંભ થશે.
#bharatmirror #bharatmirror21 #news #barhmakumaris #ahmedabad