આઈએસીસીની ગુજરાત શાખાએ રેઈનવોટર હાર્વેસ્ટીંગ અંગે ઇન્ટરેક્ટિવ સત્ર યોજ્યો
નીતા લીંબાચિયા, અમદાવાદ.
28 જુલાઈ 2023:
ધ ઈન્ડો-અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ (આઈએસીસી)ની ગુજરાત શાખાએ “પર્યાવરણલક્ષી ભાવિ માટે રેઈનવોટર હાર્વેસ્ટીંગ” વિષયે ગુરૂવાર ના રોજ “વર્લ્ડ નેચર કન્ઝર્વેશન ડે” ની પૂર્વ સંધ્યાએ અમદાવાદમાં ચર્ચા બેઠકનું આયોજન કર્યું હતું. આ સમારંભનો ઉદ્દેશ રેઈનવોટર હાર્વેસ્ટીંગની ટેકનિક્સને પ્રોત્સાહન આપવા અને તે અંગે ચર્ચા કરવાનો હતો. આ સમારંભમાં 50 થી વધુ વ્યક્તિઓએ હાજરી આપી હતી.
આ સમારંભમાં વર્ધમાન એન્વાયરોટેકના ડિરેક્ટર અને રેઈનવોટર હાર્વેસ્ટીંગના નિષ્ણાંત અમિત દોશીએ મુખ્ય વક્તા તરીકે પ્રવચન આપ્યું હતું.
હાજર રહેલ મહાનુભવોનું સ્વાગત કરતાં આઈએસીસી ગુજરાત શાખાના ચેરમેન ક્ષિતીજ પટેલે જણાવ્યું હતું કે “હાલમાં જલવાયુ પરિવર્તન વાસ્તવિકતા બની ચૂક્યું છે અને તેના કારણે નોંધપાત્ર પડકારો ઉભા થયા છે અને જેના કારણે આપણાં ભવિષ્યને માઠી અસર થવાની સંભાવના છે. રેઈનવોટર હાર્વેસ્ટીંગ અંગેની ચર્ચાનો ઉદ્દેશ આ બાબતે જાગૃતિ પેદા કરવાનો અને અસરકારક તેમજ કાર્યક્ષમ રેઈનવોટર હાર્વેસ્ટીંગ પધ્ધતિઓ અંગે જાણકારી આપવાનો છે. આઈએસીસીની ગુજરાત શાખા પર્યાવરણ જાળવવા અંગેના પ્રયાસોને સહયોગ આપવા કટિબધ્ધ
તાજા પાણીનો વપરાશ કે જે વિશ્વના જળસ્રોતોના માત્ર 3 ટકા જેટલો છે જે 500 ટકા સુધી પહોંચતા કેટલાક વિસ્તારોમાં પાણીની ભારે તંગી ઉભી થઈ છે. વધતા જતા શહેરીકરણ અને ઔદ્યોગિકરણને કારણે ભૂગર્ભ જળ ઉપરનું અવલંબન વધ્યું છે. એક અંદાજ મુજબ વર્ષ 2025 સુધીમાં વિશ્વની બે તૃતિયાંશ વસતિ પાણીની તંગી ધરાવતા વિસ્તારોમાં વસવાટ કરતી હશે. રેઈનવોટર હાર્વેસ્ટીંગ એ જમીનની અંદર રહેલા પાણીને રિચાર્જ કરવાનો સરળ અને કાર્યક્ષમ ઉપાય છે, જેનાથી ગ્રાઉન્ડ વોટર ઉપરનું અવલંબન ઘટે છે અને પાણીની તંગીમાં મહદ્દ અંશે ઘટાડો થઈ શકે છે.
જળ સંરક્ષણના ક્ષેત્રે મહત્વની કામગીરી બજાવનાર અગ્રણી અને ભારત, એશિયા અને આફ્રિકામાં 30,000થી વધુ વિકેન્દ્રિત રેઈનવોટર હાર્વેસ્ટીંગ સિસ્ટમ સ્થાપનાર, શ્રી અમિત દોશીએ પાણીની તંગીની વિરાટ સમસ્યાને હલ કરવાના ઉપાય તરીકે તેમના પ્રવચનમાં વોટર હાર્વેસ્ટીંગનું મહત્વ સમજાવ્યું હતું.
શ્રી દોશીએ તેમના પ્રવચનમાં કહ્યું કે “અમારો ઉદ્દેશ વ્યક્તિઓનું સશક્તિકરણ કરીને તેમને સુગમ તથા પોષાય તેવા રેઈનવોટર હાર્વેસ્ટીંગના ઉપાયો પૂરાં પાડીને રેઈનવોટર હાર્વેસ્ટીંગ ક્ષેત્રે પર્યાવરણલક્ષી વ્યવસ્થાપન પ્રણાલિઓ સ્થાપિત કરવાનો છે.”
શ્રી દોશીએ તેમની ઈનોવેટીવ ટુ-સ્ટેજ રૂફટોપ રેઈનવોટર હાર્વેસ્ટીંગ ફીલ્ટરની ઈનોવેટીવ પધ્ધતિ નીરેઈન (NeeRain) અંગે વાત કરતાં જણાવ્યું કે “આ એક આસાન, કરકસરયુક્ત અને માવજત મુક્ત પધ્ધતિ છે. આ ડિવાઈસ 4,000થી વધુ આવાસોમાં સ્થાપિત કરવામાં આવી છે અને તેના કારણે અંદાજે 90 કરોડ લીટર ફ્રેશ રેઈનવોટરનું હાર્વેસ્ટીંગ શક્ય બન્યું છે.”
સવાલ-જવાબની બેઠક સાથે સમારંભનું સમાપન થયું હતું કે જેમાં હાજર રહેલ વ્યક્તિઓએ પર્યાવરણલક્ષી જળસંરક્ષણ પ્રણાલિઓ અંગે વધુ માહિતી મેળવી હતી. સામુહિક પ્રયાસો મારફતે ભારત અને ધરતી માટે જળ પ્રાપ્તિના હકારાત્મક ઉપાયો હાથ ધરવા અંગે આ સમારંભમાં ભારપૂર્વક ચર્ચા કરવામાં આવી હતી.