નીતા લીંબાચિયા, અમદાવાદ.
25 જુલાઈ 2023:
અમદાવાદમાં સિલ્વર ક્લાઉડ હોટલ ખાતે બિઝનેસ ટ્રેડ એસોશિએશન દ્વારા “ડિજિટાઇઝેશન અને ટેક્નોલોજી ફોર ડેવલોપીંગ ગ્લોબલ વેલ્યુ ચેઇન્સ ફોર ઇન્ડિયન એમએસએમઇ” પર સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. બિઝનેસ ટ્રેડ એસોશિએશન અને ગુજરાત કેમિકલ એસોશિએશનના સહયોગથી યોજાયેલ આ સેમિનારમાં બિઝનેસના મહાનુભાવો દ્વારા જૂદા- જૂદા વિષયો પર વ્યક્તવ્ય આપવામાં આવ્યું હતું. પ્રોગ્રામની શરૂઆત બિઝનેસ ટ્રેડ એસોશિએશનના પ્રેસિડેન્ટ શ્રી દિનેશ યાદવની સ્પીચ દ્વારા થઈ હતી. તેઓ દ્વારા ટેક્નોલોજીની જરૂરિયાત અને તેની વૃદ્ધિ અંગે વિગતો પણ શેર કરી હતી. આ સેમિનાર SIDBI, એસબીઆઈ, આઇએલએફએલ, એમએસએમઈ ડિપાર્ટમેન્ટ, કોટક મહિન્દ્રા બેન્ક, એસબીઆઈ, પ્રજાપતિ કોમ્પ્યુટર્સ (ટેલી પાર્ટનર), મહેન્દ્ર ભાવસાર & કો. લો ફાર્મ વગેરેના સંપૂર્ણ સપોર્ટ દ્વારા યોજવામાં આવ્યો હતો.
આ અંગે બિઝનેસ ટ્રેડ એશોશિએશનના ફાઉન્ડિંગ ડાયરેક્ટર પૂર્વી પંડ્યા અને દીપા શર્મા એ જણાવ્યું હતું કે, “અમે એમએસએમઈમાં ડિજિટાઇઝેશન અને ટેક્નોલોજીના મહત્વને પ્રકાશ આપવા માટે આ સેમિનારનું આયોજન કર્યું છે, જેમાં ઘણાબધા બિઝનેસમેન અમારી સાથે જોડાયા છે. હાલ ડિજિટાઇઝેશન આગળ વધ્યું છે અને ટેક્નોલોજી પણ વિકસી રહી છે. તેના માટે આ બાબતો પર ધ્યાન કેન્દ્રિત કરવું જરૂરી છે.”
આ સેમિનારમાં એમએસએમઈને લગતા વિવિધ પાસાઓને સાંકળી લેવામાં આવ્યા હતા. સ્ટેટ બેન્ક ઓફ ઇન્ડિયાના જનરલ મેનેજર શ્રી આર શૈલેષ ઉન્નીથન એ “ફેવરેબલ ફાઇનાન્શિયલ ઈકોસીસ્ટમ ફોર એમએસએમઈ” પર, એસઆઇડીબીઆઈના આસિસ્ટન્ટ જનરલ મેનેજર ઝલક હર્ષદ કુમાર શાહ એ “કેપેસીટી બિલ્ડીંગ સપોર્ટ થ્રો ફાઈનાન્સિંગ ટૂ એમએસએમઈ” પર, ગુજરાત કેમિકલ એસોશિએશન & ગુજરાત ફાર્માસ્યુટિકલ એસોશિએશન અને એમએસએમઈ ચેર ગુજરાત યુનિવર્સીટીના પ્રેસિડેન્ટ ડો. જૈમિન વાસાએ “કોમ્પેટીટીવ સ્ટ્રેટેજીસ ફોર એન્ટરીંગ ગ્લોબલ વેલ્યૂ ચેઇન બાય ઇન્ડિયન એમએસએમઈ” પર વ્યક્તવ્ય આપ્યું હતું.
આ ઉપરાંત, ડીસ્ટ્રીકટ ઇન્ડસ્ટ્રીઝ સેન્ટર અમદાવાદના જોઈન્ટ કમિશનર & જનરલ મેનેજર શ્રી આર ડી બારહતે “ગવર્મેન્ટ- બેક્ડ કેડિટ ગેરંટી સ્કીમ્સ ફોર એમએસએમઈ એક્સ્પાન્ડીંગ ઈન ફોરેન માર્કેટ” પર સ્પેશિયલ મેંશન કર્યું હતું. NASSCOM CoEના સિનિયર ડાયરેક્ટર અને સેન્ટ્રલ હેડ શ્રી અમિત સલુજા એ “રોલ ઓફ ડિજિટાઇઝેશન & ટેક્નોલોજી ઈન રીશેપિંગ ધ બિઝનેસ મોડલ ઓફ એમએસએમઈ” પર સ્પીચ આપી હતી. ત્યારબાદ શ્રી ડી જે યાદવ એ તમામ મહાનુભાવોનું અભિવાદન કર્યું હતું.
ત્યારબાદ “એમએસએમઈની ડિજિટલાઇઝેશન જર્ની: ચેલેન્જીસ & ઓપોર્ચ્યુનિટીઝ” પર પેનલ ડિસ્કશન યોજાયું હતું. આ પેનલ ડિસ્કશનમાં દર્શના ઠક્કર, ફાઉન્ડર & સીઈઓ, ટ્રાન્સફોર્મેશન- સ્ટ્રેટેજી હબ, અમિત સલુજા, સિનિયર ડિરેક્ટર & સેન્ટ્રલ હેડ NASSCOM CoE અને અશ્વિન પટેલ તથા જીતેન્દ્ર પંચાલ, પ્રેસિડેન્ટ / એડિશનલ ડિરેક્ટર, અમદાવાદ એન્જીનીયરીંગ મેન્યુફેક્ચર્સ એસોશિએશન, શ્રી નીરજ શાહ, સ્ટેટ પ્રેસિડેન્ટ- ગુજરાત એમએસએમઈ & સ્ટાર્ટ અપ ફોરમ- ભારત તથા શ્રી ચાણક્ય ભાવસાર, પાર્ટનર મહેન્દ્ર ભાવસાર & કો. વગેરે ઉપસ્થિત રહ્યાં હતા અને પોતાના મંતવ્યો શેર કર્યા હતા.
શ્રી આશિષ પટેલ, વાઇસ પ્રેસિડેન્ટ, આઇઆઇએફએલ હોમ ફાઇનાન્સ લિમિટેડ એ “ફ્યુલિંગ એમએસએમઈ ગ્રોથ થ્રો ઈમ્પૅક્ટફુલ ફાઇનાન્શિયલ સોલ્યુશન્સ” પર માર્ગદર્શન આપ્યું હતું. શ્રી મનન ઉનડકટ, સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ- રિજનલ બિઝનેસ હેડ, વર્કિંગ કેપિટલ ફાઇનાન્સ, કોટક મહિન્દ્રા બેન્ક દ્વારા “ડિજિટલ બેન્કિંગ” પર માહિતી પ્રદાન કરવામાં આવી હતી. અંતમાં શ્રી ઈશ્વર પ્રજાપતિ & શ્રી દીક્ષિત પ્રજાપતિ, પ્રજાપતિ કોમ્યુટર્સ (ટેલી સોલ્યુશન્સ) દ્વારા “ડિજિટાઇઝેશન: એન એન્જીનીયરીંગ ફોર સસ્ટેનેબિલિટી ફોર એમએસએમઈ” પર કેસ સ્ટડી પ્રસ્તુત કરવામાં આવી હતી, ઉપરાંત કવીઝ સેશનનું પણ આયોજન કરાયું હતું. પ્રશ્નોત્તરી બાદ કાર્યક્રમનું સમાપન થયું હતું. આ સમગ્ર સેમિનારમાં એસોશિએશન ભાગીદાર તરીકે એઇએમએ અને એમએસએમઈ & સ્ટાર્ટઅપ ફોરમ એ મહત્વની કામગીરી બજાવી હતી.
#bharatmirror #bharatmirror21 #news #seminarofdigitalizationandtechnology #ahmedabad