• 20-21-22 જુલાઇ, ત્રિદિવસીય ગારમેન્ટ ટ્રેડ ફેરમાં 750થી વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિતી
• 350થી વધુ સહયોગીઓ દ્વારા 25000થી વધુ ફેશન પ્રોડક્ટ ઉપલબ્ધ
• સાતમ-આઠમ, રક્ષાબંધન, નવરાત્રી-દિવાળી, અન્ય તહેવાર તેમજ વિન્ટર સિઝન તથા લગ્ન સિઝનના કારણે 6-7 માસના ઓર્ડર બુક કરાશે, ઉદ્યોગને સપોર્ટ મળશે
• મહામારી બાદની સૌથી મોટી પહેલ ઉદ્યોગ પ્રિ-કોવિડથી 15-20 ટકા ગ્રોથ સાધશે
• સરકારના સમર્થન અને ટ્રેડ ફેરથી વેપારને વેગ મળતા ફરી રોજગારીનું સર્જન થશે
નીતા લીંબાચિયા, અમદાવાદ.
21 જુલાઈ 2023:
ટેક્સટાઇલ-ગારમેન્ટના માન્ચેસ્ટર ગણાતા એવા ગુજરાતના ઉદ્યોગોને વેગ આપવા માટે સતત પ્રયાસો થઇ રહ્યાં છે. ગુજરાતનો ગારમેન્ટ ઉદ્યોગ દેશ-વિદેશમાં પ્રચલિત છે. જોકે, કોરોના મહામારી અને આર્થિક સંકટના કારણે છેલ્લા બે-ત્રણ વર્ષથી ઉદ્યોગેમુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો, પરંતુ મહામારીને દૂર કરી વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા 35માં ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. ઇન્ડસ્ટ્રીઝ પ્રિ-કોવિડ સ્તરે પહોંચી છે, જે ટ્રેડફેર બાદ 15-20 ટકાનો ગ્રોથ સાધશે. ઉદ્યોગકારો સાતમ-આઠમ, રક્ષાબંધન,નવરાત્રી-દિવાળી અન્ય તહેવારો ઉપરાંત વિન્ટર કેલક્શન તથા લગ્નની સિઝન અને ફેશન તેમજ નવી ટેક્નોલોજી સાથે સજ્જ બની વેપારને વેગ આપવા આતુર છે. ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ ટ્રેડ ફેરમાં 750થી વધુ બ્રાન્ડ્સની ઉપસ્થિત રહી પ્રદર્શન કરશે. ગાંધીનગરમાં હેલિપેડ એક્ઝિબિશન સેન્ટર ખાતે 20-21-22 જૂલાઇના રોજ યોજનારા ટ્રેડ ફેરમાં ત્રણ દિવસ દરમિયાન દેશભરના મોટા ભાગના રાજ્યોમાંથી અંદાજે 23000-25000 જેટલા ખરીદદારો આવશે.
ટ્રેડફેરમાં 350થી વધુ સહયોગીઓ દ્વારા 25000થી વધુ ફેશન પ્રોડક્ટ રજૂ કરવામાં આવશે. બીટુબી ટ્રેડ ફેરમાં મોટા પાયે ઓર્ડરની આશા ઉદ્યોગકારો સેવી રહ્યાં છે. આ પ્રસંગે શ્રી જ્યોતિપ્રસાદ ચિરિપાલ, મેનેજીંગ ડિરેક્ટર, ચિરિપાલ ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ, જીજીએમએના પ્રમુખ વિજય પુરોહિત, જીજીએમએના માનનીય સેક્રેટરી શ્રી દિલીપ બેલાની, જીજીએમએ ટ્રેડ ફેરના ઇન્ચાર્જ અર્પણ શાહે એ ઉપસ્થિત રહી કાર્યક્રમની શોભા વધારી હતી. આ વર્ષે ઇન્ડુસટ્રીમાં વધુથી વધુ લોકો જોડાઈ શકે એ માટે એસોસિએશન કમિટી ધ્વરા ૧૬ થી વધુ રાજ્યોને આમંત્રણ પાઠવ્યા હતા તેમજ તમામ એસોસિએશન અને રિટેલર્સ સુધી પણ માહિતી પોહ્ચવાડવામાં આવી હતી.
જીજીએમએના પ્રમુખ વિજય પુરોહિતે જણાવ્યું, “ગારમેન્ટ ઉદ્યોગનું ભવિષ્ય ખુબ જ ઉજ્જવળ છે, કારણ કે આ ઉદ્યોગ સાથે પ્રતિભાશાળી યુવાન અને સ્કિલ કારીગરો જોડાયેલા છે,ગારમેન્ટ ફેર એક સીમાચિહ્નરૂપ રહેશે, કારણ કે છેલ્લા થોડા સમયથી જે તકલીફોનો સામનો દુનિયા કરી રહી હતી તેમાંથી હવે બધા ધીરે ધીરે બહાર આવી રહ્યા છીએ અને આવનાર તહેવારોની સિઝનને ધ્યાનમાં રાખી ગારમેન્ટ ઉદ્યોગ સાથે સંકળાયેલા કારીગરોને ખૂબ જ સારા પ્રમાણમાં કામ મળે તે માટે ભારતના તમામ રાજ્યોમાંથી ખૂબ મોટા પ્રમાણમાં ઓર્ડર આપી શકે તેવા વેપારીઓને વિશેષ રીતે આ ટ્રેડ ફેરમાં આમંત્રિત કરવામાં આવ્યા છે. ઉપરાંત, ઇન્ડસ્ટ્રીઝની લાંબા સમયથી જે એપેરલ પાર્કની માંગ હતી,તેને એસોસિએશનના સપોર્ટ દ્વારા આગામી ટુંકાગાળામાં પૂર્ણ કરવામાં આવશે.”
જીજીએમએના માનનીય સેક્રેટરી શ્રી દિલીપ બેલાની એ જણાવ્યું હતું કે, “આ ટ્રેડ ફેરમાં આવનારી સિઝનને ધ્યાનમાં રાખી અને ખૂબ જ નવી ટેકનોલોજીનો ઉપયોગ કરી અને અમદાવાદ અને ગુજરાતના મેન્યુફેક્ચરર ખૂબ જ સારા ફેશનેબલ ગારમેન્ટનું પ્રદર્શન કરશે. આ ગારમેન્ટ ફેર થકી ફરી એકવાર ગુજરાતનું ગારમેન્ટ ઉદ્યોગ ધમધમતો થશે અને રોજગારીની ખૂબ મોટી તકો ઊભી થશે.
જીજીએમએ ટ્રેડ ફેરના ઇન્ચાર્જ અર્પણ શાહે જણાવ્યું,“ગુજરાતમાં 25000થી વધુ નાના-મોટા ગારમેન્ટ ઉત્પાદકો આવેલા છે, જેમાં માત્ર અમદાવાદમાં જ 15000 ઉત્પાદકો છે. આ સેક્ટર ગુજરાતમાં પ્રત્યક્ષ-પરોક્ષ રૂપે 20 લાખથી વધુ લોકોને રોજગારી પૂરી પાડી રહ્યો છે, ત્યારે આ સેક્ટરને વેગ મળે તે આવશ્યક છે. ટ્રેડ ફેરના કારણે સેક્ટર ઝડપી વેગ પકડે તેવી આશા છે. ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ સાથે ફેબ્રિક, વોશીંગ, એસેસરિઝ તથા પેકેજિંગ ઇન્ડસ્ટ્રીઝ પણ સંકળાયેલી છે જેના વેપારને પણ વેગ મળશે.”
35મો ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ ટ્રેડ શો વેપારને વેગ આપશે
ગુજરાત ગારમેન્ટ ઇન્ડસ્ટ્રીઝ નેશનલ-આંતરરાષ્ટ્રીય સ્તર પર વૈશ્વિક હબ તરીકે ઉભરી આવ્યું છે. દેશમાં ફેશન ઇન્ડસ્ટ્રીઝમાં દિલ્હી, મુંબઇ પછી ગુજરાતમાં અમદાવાદનો ક્રમ આવે છે, જેના કારણે ગુજરાતના મેન્યુફેક્ચર્સને સારા ઓર્ડર મળી રહ્યાં છે. લાંબાસમયથી અટવાઇ પડેલા વેપારને વેગ આપવા માટે ધ ગુજરાત ગારમેન્ટ મેન્યુફેક્ચરર્સ એસોસિએશન દ્વારા ટ્રેડ ફેરનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં દેશના દિલ્હી, મુંબઇ, કલકત્તા, લુધિયાણા, કરેલા, ચૈન્નઇ જેવા અન્ય શહેરોમાંથી ખરીદદારો મોટી પ્રમાણમાં ઉપસ્થિત રહી આગામી પાંચથી છ માસના ઓર્ડર બુક કરે તેવી સંભાવના છે. આ ટ્રેડ ફેરના આયોજનથકી છેલ્લા લાંબા સમયથી મંદીના માહોલમાં સપડાયેલા ઉદ્યોગને રાહત મળી શકશે.
આ વર્ષે ઇન્ડુસટ્રીમાં વધુથી વધુ લોકો જોડાઈ શકે એ માટે એસોસિએશન કમિટી ધ્વરા ૧૬ થી વધુ રાજ્યોને આમંત્રણ પાઠવ્યા હતા તેમજ તમામ એસોસિએશન અને રિટેલર્સ સુધી પણ માહિતી પોહ્ચવાડવામાં આવી હતી.
@bharatmirror #bharatmirror21 #news #nationalgarmenteair-in-gandhinagar #ggma #ahmedabad