નીતા લીંબાચિયા, અમદાવાદઃ
11 જુલાઈ 2023:
માનવ અધિકાર ગ્રુપના પ્રમુખશ્રી જ્યોર્જ ડાયસ તથા યશ ચૌધરી એ રાજ્ય સરકારની વિવિધ સરકારી યોજનાઓ ના લાભો માટે વૃધ્ઘો વિધવાઓ વગેરે ના સહાય માટે શહેરમાં લાલ દરવાજા વિસ્તારમાં આવેલ સીટી મામલતદાર ની કચેરીમાં જવું પડે છે.
પરંતુ હાલમાં વરસાદની સિઝન વગેરેના કારણે બારીન ની બહાર ખુલ્લામાં અશકતો અને વૃધ્ઘ મહિલાઓ ને ચાર ચાર કલાક ઉભા રહેવું પડતું હોય છે. અને રોજેરોજ૧૫૦ કરતા વધારે લાભાર્થીઓને ફોટા પડાવવા માટે બારીની બહાર લાંબી કતારમાં તડકા મા, ઠંડી મા, કે વરસાદમાં ઉભા રહેવું પડે છે.
રાજ્ય સરકારના ૩ લાખ કરોડના બજેટમાંથી શું આ સીટી મામલતદાર ના લાભાર્થીઓ ના હિતમાં એક સેડ બનાવવાની જોગવાઈ પણ નથી આ ઉપરાંત અશકતો,વૃધ્ઘો અને વિધવા બહેનો વગેરે ને બેસવા માટેની સુખ સુવિધા નથી એટલું જ નહીં એક જ કાઉન્ટર હોવાથી વિધવા ગરીબ લાચાર બહેનો ને અસહ્ય હાલાકી ભોગવવી પડે છે.
ત્યારે સ્થાનિક કાઉન્સિલર ને ત્યાં બાંકડા કે બીજી કોઈ સુવિધા કરવાનું કેમ સૂજતું નથી ? આ ઉપરાંત સર્વર ડાઉન હોય તો ગરીબ લાચાર લાભાર્થીઓને આખું દિવસ કલાકો સુધી ઉભા રહેવું પડે છે. આ મુશ્કેલીઓ સત્વરે નિકાલ લાવવા વધારે કાઉન્ટર ખોલવા બહારના ભાગમાં સેડ બનાવવા અને બેસવા માટેની વ્યવસ્થા કરવા માગણી કરવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news #gerogedias #humanrightsgroup #ahmedabad