નીતા લીંબાચિયા, અમદાવાદઃ
03 જુલાઈ 2023:
આંતરરાષ્ટ્રીય અધ્યાત્મ વૈશ્વિક સંસ્થા પ્રજાપિતા બ્રહ્માકુમારી ઈશ્વરીય વિશ્વવિદ્યાલયના ઇતિહાસમાં ૩૦ જૂન ઐતિહાસિક રહ્યો. જ્યારે દેશભરના અનેક રાજ્યોમાંથી ૪૫૧ દીકરીઓએ પોતાને શિવ સમર્પિત કરી માનવ માત્રની સેવા માટે સંગઠિત સંકલ્પ કર્યો.
બ્રહ્માકુમારીઝ મીડિયાના શશીકાંત ત્રિવેદી તથા ડૉ રાજેશ ભોજક ના જણાવ્યાનુસાર પાંચ દિવસીય આ દિવ્ય સમર્પણ સમારંભમાં ઉપસ્થિત કુમારીઓના સગા સંબંધીઓ જેની સંખ્યા ૧૫૦૦૦ હતી અધ્યાત્મ સશક્તિકરણ અને શિવ અવતરણ-રાજયોગા- ઈશ્વરીય જ્ઞાન વિષયે શિબિરમાં ભાગ લઈ પોતાને ધન્ય અનુભવ કરેલ તથા ગહન શાંતિની અનુભૂતિ દ્વારા પોતાને સશક્ત બનાવેલ.
૩૦ જુને સાંજે ૪:૩૦ કલાકથી શરૂ થયેલ સમારંભની શરૂઆત પરમાત્મ યાદ મેડીટેશન થી થયેલ ત્યારબાદ શિવ પાર્વતી વિવાહની વિવિધ પ્રમાણે શ્રંગારીત કુમારીઓને સુંદર સજાયેલ ડ્રેસમાં શિયાસન પર બિરાજમાન કરી કટકથી આવેલ ૨૦૦ કલાકારોના ગ્રુપ દ્વારા અધ્યાત્મ અલૌકિક વિવાહની વિધિના દિવ્ય નૃત્યો દ્વારા શિવ પાર્વતી વિવાહ ના આબેહૂબ દ્રશ્યો ઊભા કરી ઉપસ્થિત ૧૫૦૦૦ બારાતીઓના આંખમાં આંસુધારા વહાવડેલ. માતા પિતાએ પોતાની લાડલીને દાદી રતન મોહિનીજી સમક્ષ શિવાપઁણ કરી સીએ.એમ.ટેક એન્જિનિયર નર્સિંગ લો તથા વિવિધ ફેકલ્ટીમાં ડિગ્રી મેળવી આખરે માનવસેવા માં દીકરીઓ સમર્પિત કટકના ૨૦૦ કલાકારોએ અદભુત પાર્વતી વિદાઈ ના દિવ્ય નૃત્યો સાથે કરુણ દ્રશ્યો રજૂ કર્યા.
બ્રહ્માકુમારીઝ ના ઇતિહાસમાં સૌથી મોટો સમર્પિત સમારંભમાં કુમારીઓના ૧૫૦૦૦ સગા સંબંધીઓ બારાતમાં જોડાયા.
વૈશ્વિક શાંતિ સદભાવ સ્નેહ અને એકતા સાથે ઈશ્વરીય અવતરણના સંદેશને માનવ માત્ર સુધી પહોંચાડવાના સામુહિક શપથ લીધા. સમારંભમાં બ્રહ્માકુમારીઝ ના વડા ડો. દાદી રતન મોહિનીજીએ પોતાના આશીર્વચન માં જણાવેલ કે પરમાત્મા શિવની આ પાર્વતીઓ રાજયોગ અને ઈશ્વરીયજ્ઞાન ના જીવનમાં અભ્યાસ દ્વારા ભારત પર ફરી સતયુગી દુનિયા સ્થાપન કરવા દ્રઢ નિશ્ચયી છે અને માનવ માત્રાના અધ્યાત્મ સશક્તિકરણ કરવા વૈશ્વિક સેવામાં સદા તત્પર રહેશે.
આ ભવ્ય સમારંભમાં બ્રહ્માકુમારીઝ ના વરિષ્ઠ પદાધિકારીઓએ પોતાના આશીર્વચન આપેલ તથા અલૌકિક સમારંભને જીવનભરની યાદગાર બનાવેલ.
#bharatmirror #bharatmirror21 #news #abushantivan #dedicationceremony #451dedicationofkumaristoshivashantikuch #ahmedabad