- સ્પાઇન ક્લિનિકને કરોડરજ્જુની સંભાળની શ્રેષ્ઠ અને બહોળી શ્રેણીને વિસ્તારવા માટે તૈયાર કરવામાં આવ્યું છે જેમાં કરોડરજ્જુના રોગો અને કરોડરજ્જુના વિકારોની સારવારનો સમાવેશ થાય છે.
- સ્પાઇન ક્લિનિકનો હેતુ કરોડરજ્જુના રોગો અને વિકારો પ્રત્યે જાગૃતિ વધારવાનો પણ છે જેથી એ સુનિશ્ચિત કરી શકાય કે દર્દીઓ યોગ્ય સારવાર માટે યોગ્ય સમયે યોગ્ય સ્થાને પહોંચે અમદાવાદ સ્થિત મરેંગો સિમ્સ હોસ્પિટલ દરેક વય જૂથમાં વધતી જતી કરોડરજ્જુની સમસ્યાઓની સારવારમાં એક મહત્વપૂર્ણ ઘટક તરીકે ‘સ્પાઈન ક્લિનિક’ શરૂ કરી રહી છે. 33 હાડકાં જેને વર્ટીબ્રા પણ કહેવાય છે તે સમગ્ર કરોડરજ્જુની રચના કરે છે. આ કરોડરજ્જુ અને ચેતાનું રક્ષણ કરે છે અને ટેકો આપે છે. ઇજાઓ, પડી જવું અથવા અકસ્માતો થવા, જીવનશૈલીની આદતો, ઊઠવા-બેસવાની રીતો અને કરોડરજ્જુના રોગો કરોડરજ્જુને નુકસાન પહોંચાડે છે અને ગંભીર પીડા પેદા કરી શકે છે. આ વ્યક્તિની હરવા-ફરવાની આદતોને મર્યાદિત કરી શકે છે અને શરીરનો આકાર અને કાર્યક્ષમતા વધુને વધુ બગડી શકે છે. કરોડરજ્જુની અસાધારણતા કુદરતી વળાંકને ગુમાવીને કરોડના સીધા વળાંકને પણ અસર કરી શકે છે. યુવાન વસ્તીમાં કરોડરજ્જુના વિકારોમાં તીવ્ર વધારો સાથે, અનેકવિધ કરોડરજ્જુની સમસ્યાઓની સારવાર માટે ક્લિનિકલ શ્રેષ્ઠતાના અવકાશને વિસ્તૃત કરવો મહત્વપૂર્ણ હતું. મરેંગો સિમ્સ હોસ્પિટલ દર્દીની સારવાર પર ધ્યાન કેન્દ્રિત કરે છે અને આ પહેલ દ્વારા હાલની સારવારને પૂરક બનાવવા માટે નવા સારવાર ઉકેલો લાવે છે. ગુજરાતના ન્યુરો સ્પાઇન સર્જનોની સૌથી મોટી અને નિષ્ણાંત ટીમ આ યુનિટનું નેતૃત્વ કરે છે, જેનું નેતૃત્વ ડો. વાય. સી. શાહ, ડો. તુષાર શાહ અને ડો. ટી કે બી ગણપતિ કરે છે. આ ટીમને ડો. પરિમલ ત્રિપાઠી, ડો. દેવેન. ઝવેરી, ડો. સંદિપ શાહ, ડો. જયુન શાહ, ડો. હાર્દિક દરજી અને ડો. દિપક બેટાઈનો પણ સહયોગ છે.
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
03 જુલાઈ 2023:
મરેંગો સિમ્સ હોસ્પિટલના ન્યુરો સર્જનો ડો.વાય સી શાહ, ડો. ટી કે બી ગણપતિ અને ડો. તુષાર શાહે પોતાના મંતવ્યો રજૂ કરતાં જણાવ્યું હતું કે કરોડરજ્જુનો રોગ કરોડરજ્જુને નબળી પાડતી સ્થિતિનો સંદર્ભ આપે છે. કરોડરજ્જુના ઘણા જાણીતા રોગો છે, કેટલાક અન્ય કરતા વધુ સામાન્ય છે. કરોડરજ્જુના રોગમાં સર્વાઇકલ સ્પાઇન રોગોનો પણ સમાવેશ થાય છે, જે
ગરદનના કરોડરજ્જુના રોગો છે. વર્તમાન સમયમાં અમે દરેક વય જૂથમાં તથા પુરુષ અને સ્ત્રી બંને વર્ગમાં કરોડરજ્જુના સ્વાસ્થ્યના પડકારો જોઈ રહ્યા છીએ. કરોડરજ્જુના વિકારો અને રોગો માટે ઘણા કારણો છે, જેમાંથી ઘણા અનુસરવામાં આવતી ખોટી જીવનશૈલી, કામના સ્થળો પર બેસવાની પદ્ધતિઓ, બિનઆરોગ્યપ્રદ કાર્યશૈલી, પોષણ, ધૂમ્રપાન, ઓછા કેલ્શિયમનું સેવન, વધુ પડતી કસરતો અને તણાવ પણ છે. કુશન ફાટવું, સ્પોન્ડિલાઇટિસ, સ્પોન્ડિલિસિસ, સ્પોન્ડિલોમા પર ટીબીની અસર, સ્પોન્ડિલોમા પર ગાંઠ અને સ્પોન્ડિલોમાની ઇજા જેવા પડકારો એવા મુખ્ય ક્ષેત્રો છે કે જેમાં તાત્કાલિક તબીબી સારવારની જરૂર છે.
સ્પાઇન યુનિટની શરૂઆત કરોડરજ્જુની વધતી સમસ્યાઓ અને તબીબી સંભાળની સમયસર પહોંચના લાભો અંગે જાગૃતિ વધારવાનો પ્રયત્ન કરે છે. યુનિટ અદ્યતન સાધનો, મશીનરી અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરથી સજ્જ છે. આમાં નીચેની સારવારનો સમાવેશ થાય છે:
• માઈક્રો સર્જરી
• સ્પાઇન ફિક્સેશન
• એન્ડોસ્કોપિક સ્પાઇન સર્જરીઓ
• પેઈન મેનેજમેન્ટ
• સ્પાઇન રી-હેબિલિટેશન
મરેંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયુર પરીખ કહે છે, “હેલ્થકેર પ્રોવાઈડર તરીકે, મરેંગો સિમ્સ હોસ્પિટલે વિવિધ સ્પેશિયાલિટીઝમાં પહેલ સાથે ઉદ્યોગમાં અગ્રણી તરીકે ઊભરી આવવા માટે અનેકવિધ પગલાં લીધાં છે. અમે અમારા દર્દીઓને ઓફર કરીએ છીએ તે ક્લિનિકલ શ્રેષ્ઠતાને મજબૂત કરવા માટે અમે ઘણી સુપર-સ્પેશિયલાઇઝ્ડ પહેલો રજૂ કરી છે. અમારું નવું સ્પાઇન ક્લિનિક સર્વશ્રેષ્ઠ અત્યાધુનિક સ્પાઇન ક્લિનિક્સમાંના એક સાથે વૈશ્વિક ધોરણો સાથે સમકક્ષ છે.”
મરેંગો એશિયા હોસ્પિટલ્સના મેનેજિંગ ડિરેક્ટર અને સીઈઓ ડો. રાજીવ સિંઘલે જણાવ્યું હતું કે, “મરેંગો એશિયા હોસ્પિટલ્સ અમારા દર્દીઓ માટે ઉચ્ચ કક્ષાના સારવાર ઉકેલો પૂરા પાડવાનો સતત પ્રયાસ કરે છે. અમે નવીનતાઓને વેગ આપવાના તબક્કામાં છીએ અને અમારા સેન્ટર ઓફ એક્સીલન્સમાં પ્રોસીજર્સ અને તબીબી સારવારના ઉકેલોને વધારવા માટે ઘણી વિશેષતાઓમાં તકનીકો લાવવાના તબક્કામાં છીએ. અમારા પ્રયાસો ઓપ્ટિમાઇઝ પરિણામો સાથે શ્રેષ્ઠ સારવાર લાવવા પર કેન્દ્રિત છે. ભૂતકાળમાં લોન્ચ કરાયેલા સ્ટ્રોક યુનિટની અનુરૂપ, સ્પાઇન ક્લિનિકની શરૂઆત વધુ જીવનની સારવાર, જાગરૂકતા અને સમયસર તબીબી સારવારને સર્વગ્રાહી રીતે સુલભ બનાવવાનો અવકાશ વધારશે.”
#bharatmirror #bharatmirror21 #news #marengocimshospital #spineclinic #ahmedabad