નીતા લીંબાચિયા, અમદાવાદઃ
28 જૂન 2023:
સેવ અર્થ મિશનની ભવ્ય ટેકઓફ ઇવેન્ટએ 6ઠ્ઠી જૂલાઈએ અમદાવાદમાં રજૂ થવા સજજ છે, જેમાં 89 દેશોમાંથી 1500થી વધુ મહાનુભાવો ભાગ લેશે
અમદાવાદમાં સેવ અર્થ મિશનની મેગા ટેક ઓફ ઇવેન્ટ દરમિયાન જનરલ વી કે સિંઘ (રાજ્યકક્ષાના કેન્દ્રિય મંત્રી માર્ગ પરિવહન અને ધોરી માર્ગે મુખ્ય અતિથી તરીકે આ કાર્યક્રમમાં હાજરી આપશે અને શેખ મા રશિદ અલ મૌલ્લા, યુએઈના શાસક પરિવારના સભ્ય અને યુએસએના શ્રી ડેનિસ . રોબર્ટ્સ, ઇન્સ્પેક્ટરના સ્થાપક અને સંશોધક માનનિય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે,
69 દેશોના 1500થી વધુ મહાનુભાવો આ ઇવેન્ટમાં હાજરી આપશે, જે આ પ્રકારની એક અલગ જ મોટી ઘટના છે, જે વિવિધ પૃષ્ઠભૂમિ ધરાવતા વ્યક્તિઓને એક જ હેતુ માટે ભેગા કરે છે, તે છે; આપણા ગ્રહને બચાવવું, સેવ અર્થ મિશન એ એક વૈશ્વિક પહેલ છે, જેમાં કાર્બનનું ઉત્સર્જન ઘટાડવું અને ટકાઉપણાની પ્રેક્ટિસને પ્રોત્સાહન આપવાની છે.
10 મિલિયનથી પણ વધુ લોકો પહેલાથી જ આની સાથે જોડાઈને પુષ્કળ સમર્થન મેળવી ચુક્યા છે. તેમનો હેતુ આગામી ત્રણ વર્ષમાં એક બિલિયન લોકો સુધી પહોંચવાનો છે, જેનાથી 2040 સુધીમાં ઝીરો કાર્બન ભવિષ્ય તરફ વિશ્વ વ્યાપી ચળવળને પ્રોત્સાહન આપી શકાય.
આ મેગા ટેક-ઓફ ઇવેન્ટની મુખ્યહાઈલાઇટ છે, કેટલાક રહસ્યમય ઇન્ફ્લેક્ટર સુપરિહરોને રજૂ કરવાનો છે, જે પર્યાવરણનું રક્ષણ કરવાના મિશન પર છે. ઇન્ફ્લેક્ટરએ ફક્ત શારીરિક વિશ્વ સુધી જ મર્યાદિત નથી, પણ આ સુપરહિરો ડિઝીટલ પ્લેટફોર્મનો પણ લાભ લે છે, જેમાં મ્યુઝિક વિડીયો અને સંભવિત ભાવી ફિલ્મોમાં હાજરી આપી અને લોકોને તેમના વર્તન વિશે શિક્ષિન કરશે તથા આપણા આ સુંદર ગ્રહ પર તેની અસર કઈ રીતે થાય છે, તે પણ દર્શાવશે. ઇન્ફ્લેક્ટરની હાજરી, તેના નામ અને મળ બધું જ ગુપ્ત રાખવામાં આવ્યું છે, પણ એક બાબત નિશ્ચિત છે કે આ ઇવેન્ટમાં તેની હાજરીએ પૃથ્વી પર તેની પ્રથમ વખત દેખાવને ચિન્ધિત કરશે.
#bharatmirror #bharatmirror21 #news #seveearthmission #ahmedabad