નીતા લીંબાચિયા, અમદાવાદઃ
19 જૂન 2023:
ક્રેડાઈ અમદાવાદ- ગાહેડના પ્રેસિડેન્ટ શ્રી તેજસ જોશીએ જણાવ્યું હતું કે,શહેરી વિકાસમાં સમાજના તમામ લોકોને પાયાની સુવિધાઓ પ્રદાન કરવામાં મદદરૂપ બની શકાય તેવા હેતુને અનુલક્ષી બાંધકામ વ્યવસાયના સંવર્ધન અને સંરક્ષણ માટે કાર્યરત સંસ્થા ક્રેડાઈ અમદાવાદ-ગાહેડે સી. એસ. આર. આર ફાઉન્ડેશનની રચના કરી તેના નેજા હેઠળ સમાજોપયોગી અનેક પ્રકારની પ્રવૃત્તિઓ હાથ ધરેલ છે.
ક્રેડાઈ અમદાવાદ સી. એસ. આર. ફાઉન્ડેશનની સ્થાપનાના મુખ્ય હેતુઓમાં અસંગઠિતક્ષેત્રે કાર્યરત કન્સ્ટ્રકશન સાઈટના શ્રમિકોના સ્વાસ્થ્ય માટે હેલ્થ ચેક-અપનું આયોજન કરી સ્વસ્થ્ય સંવર્ધન પ્રક્રિયામાં સહાયતા કરવા, કુપોષણ ન થાય તેવા હેતુસર શ્રમિકોના બાળકોને પોષણક્ષમ આહાર મળી રહે તે માટે સભ્યશ્રીઓ સાથે સતત સંપર્કમાં રહી ઘટતી કાર્યવાહી કરવા, નિરક્ષરતા અભિયાનના ભાગરૂપે સાઈટો ઉપર પ્રાથમિક શિક્ષણની સુવિધા મળે તે દિશામાં કામગીરી, શ્રમિકોના સ્કીલમાં વધારો થાય તે માટે લેબર સ્કીલ ટ્રેનીંગ પ્રોગ્રામ તથા મેગા બલ્ડ ડોનેશન કેમ્પ યોજવા જેવા મહત્વના ઉદ્દેશ્યોને આવરી લેવાયેલ છે.
ઉપરોકત હેતુઓના ભાગરૂપે ક્રેડાઈ અમદાવાદ ગાહેડની એવી જ એક પહેલ એટલે કે ખૂબજ ઝડપથી વિકસી રહેલ શીલજ વિસ્તારમાં ક્રેડાઈ અમદાવાદ હાઉસની બાજુમાં આવેલ વિશાળ મ્યુનિસિપલ પ્લોટમાં પ્રેરણાદાયી “મિશન મિલિયન ટ્રી’’ના અભિયાનને અનુલક્ષી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સાથે પબ્લીક પ્રાઈવેટ પાર્ટનરશીપમાં મિયાવાકી પધ્ધતિથી થીક પ્લાન્ટેશન કરી મ્યુનિસિપલ ગાર્ડન – પીપલ્સ પાર્ક તૈયાર કરેલ છે, જે શહેરી જનો માટે અર્પણ આ ઉપવન પર્યાવરણની દ્રષ્ટીએ એક અનુપમ અને વિશિષ્ટ ભેટ બની રહેશે. આ પીપ્લસ પાર્કનું લોકાર્પણ આવતી કાલે તા.૨૦/૦૬/૨૦૨૩ના રોજ સવારે ૦૯-૪૫ કલાકે કેન્દ્રીય ગૃહ મંત્રી માનનીય શ્રી અમિતભાઈ શાહના વરદ હસ્તે થવા જઈ રહેલ છે અને અતિથિ વિશેષ તરીકે આપણા મુખ્ય મંત્રી માનનીય શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહેવાના છે. શહેરના મેયરશ્રી માનનીય કિરીટભાઈ પરમાર તથા અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્નર શ્રી એમ. થેન્નારસન, આઈ. એ.એસ., સ્ટેન્ડીંગ કમીટીના ચેરમેન માનનીય હિતેશભાઈ બારોટ સહિત સરકારશ્રીના ઉચ્ચ અધિકારીશ્રી, સ્વૈચ્છીક અને સામાજીક સંસ્થાઓના પદાધિકારીશ્રીઓ, ઉદ્યોગ સાહસિકો અને શ્રેષ્ઠીઓ આ પ્રસંગની શોભામાં અભિવૃધ્ધિ કરશે.
આ ક્રેડાઈ ગાર્ડન પીલ્ડ્સ પાર્કના વિશાળ પ્લોટ એરીયામાં ભાતિ ભાતિના ફલાવર પ્લાન્ટસ, અલગ અલગ મોટા અને ધટાદાર વૃક્ષો પૈકી મિયાવાકી પધ્ધતિથી ૧૨૮૦૦પ્લાન્ટ્સ, વિશાળ વૉકીંગ ટ્રેક, એન્ટ્રન્સ પ્લાઝા, ફાઉન્ટેન, સરસ લૉન, સ્ટેટ ઓફ ધ આર્ટ ડ્યુઅલ લાઈટ પોલ્સ, આર્ટ પ્લાઝા,શ્રેષ્ઠ ગુણવત્તાવાળી મ્યુઝીક સીસ્ટમ, સી. સી. ટી.વી કેમરા, સુરક્ષા કર્મીઓની કેબીન, વૉસ એરીયા અને એટ્રેકટીવ ગેટ, બોરલેલ, પરકોલેટીંગ વેલ, સીનીયર સીટીઝન માટે બેચીસ જેવી તમામ પ્રકારની સુવિધાઓનું આયોજન કરવામાં આવ્યુ છે.
ક્રેડાઈ અમદાવાદ- ગાહેડ સી. એસ. આર. ફાઉન્ડેશન દ્વારા અમદાવાદના પ્રાકૃતિક રીતે પ્રકૃતિ પ્રેમીઓને અમદાવાદ મ્યુનિ. ક્રેડાઈ ગાર્ડન – પીપલ્સ પાર્કની ભેટ આપ્યા પછી સમાજના લોકોને ડાયલીસીસની સુવિધા મળે તે માટેની સક્રિય વિચારણા ચાલુ છે.
ક્રેડાઈ અમદાવાદ- ગાહેડ વ્યવસાયના વિકાસના હેતુઓ સારૂ કાર્યરત છે, પરંતુ સામાજીક ઉત્થાનની પ્રવૃત્તિઓ પણ પણ તેટલી જ જાગરૂપતાથી કામ કરી રહી છે. આથી દિવ્યાંગોને સ્વાવલંબી બનાવવા અપંગ માનવ મંડળ અને અંધજન માનવ મંડળ જેવી સંસ્થાઓ સાથે એમ. ઓ. યુ .કરી કાયમી ધોરણે અવિરત કામગીરી ચાલુ રહે તેવા આયોજનો કરવામાં આવ્યા છે. જેથી આ દિવ્યાંગો સમાજમાં સ્વમાનભેર જીવન જીવી શકે તે માટે ડેવલપર્સની સાઈટો ઉપર લીફટમેન,ઓફીસ રીસેપ્શન એરીયા વિગેરેમાં તેઓશ્રીની નિમણૂંક થાય તે માટે રાજયભરમાં ડ્રાઈવ ચલાવવામાં આવશે, જેની શરૂઆત અમદાવાદ અને ગાંધીનગરથી કરવામાં આવનાર છે.
રાજયમાં ગ્રીન અને કલીન એન્વાયરમેન્ટ ઉદ્ભવે તે માટે સરકારશ્રી સાથે રહી સંસ્થા દ્વારા રચનાત્મક આયોજનો કરવામાં આવશે તથા કોમર્શીયલ અને રેસીડેન્શીયલ બીલ્ડીંગ્સ એન્વાયરમેન્ટને અનુરૂપ બને તે માટે સકારાત્મક અભિગમ રાખી કાયમી ધોરણે સહયોગ કરવામાં આવશે. પ્લાસટીકના ઉપયોગથી પર્યાવરણને ભારે નુકશાન થઈ રહેલ છે આથી ઓફીસ અને સાઈટો ઉપર પ્લાસ્ટીકની બોટલોનો ઉપયોગ અટકાવવા અને તેની જગ્યાએ ગ્લાસ અને તાંબાની બોટલોનો ઉપયોગ વધારવા, સિંગલ યુઝ પ્લાસ્ટીક બેગની જગ્યાએ જૂટ અને બાંસમાંથી બનાયેલ કેરી બેગનો ઉપયોગ વધારવા જેવા વિકલ્પોને પ્રાધાન્ય આપવા અને પર્યાવરણને વધુ સારી દિશાએ લઈ જવા સંસ્થા દ્વારા સભ્યશ્રીઓને અનુરોધ કરવામાં આવશે.
આ પહેલ ક્રેડાઈ ગુજરાત સંસ્થાની સાથે રહી રાજયભરના તમામ ૪૦ શહેરોમાં વિશેષ અભિયાન તરીકે ચાલુ કરી તેનો વ્યાપ રાષ્ટ્ર સુધી વધે તેવા પ્રયત્નો આદરવા આયોજન કરવામાં આવનાર છે.
આપ સૌને અમારી નમ્ર અપીલ છે કે જેમ અમદાવાદ શહેરને હેરીટેજનો દરજજો મળેલ છે તેવી જ રીતે પાર્કસ અને ગાર્ડન, તબીબી ક્ષેત્રે નાગરિકોને પ્રાથમિક સુવિધાઓ ઝડપથી મળે તેવી દિશામાં કામ કરવા સામાજના શ્રેષ્ટીશ્રીઓને આગળ આવવા આવહન કરીએ છીએ.
#bharatmirror #bharatmirror21 #news #credaiahmedabad #gahed #csrfoundation #credaigarden #ahmedabad