નીતા લીંબાચિયા, અમદાવાદઃ
19 જૂન 2023:
મહત્વાકાંક્ષી વિદ્યાર્થી ફિલ્મ નિર્માતાઓને વિવિધ ફિલ્મ ફેસ્ટીવલમાં તેમની શોર્ટફિલ્મના નિર્માણ બદલ પ્રશંસા પ્રાપ્ત થઈ
‘ઉપહાર (ભેટ)’ નામે નવરચના યુનિવર્સિટીના બી.એ. જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન પ્રોગ્રામ (BAJMC) ના વિદ્યાર્થી પ્રાંશુલ શાહે તૈયાર કરેલી ફિલ્મને કોલકતામાં (જુલાઈ 2023) “લુઈસ બુનેલ મેમોરિયલ એવોર્ડઝ (LBMA)” ની રજૂઆત માટે પસંદગી થઈ છે. આ ફિલ્મને લંડનમાં “લીફ્ટ ઓફ્ફ ફિલ્મમેકર સેશન્સ” ની અધિકૃત રીતે પસંદગી પામેલી ફિલ્મ છે. આ ફિલ્મ જાન્યુઆરી 2023માં દાર્જીલિંગમાં યોજાયેલ “ગોલ્ડન ફર્ન ફિલ્મ એવોર્ડઝ” માં વિજેતા બની હતી અને તે “ગોવા શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલ (GIFF)” સ્ટુડન્ટ કેટેગરીમાં અધિકૃત રીતે સ્વિકારાઈ હતી. આ ઉપરાંત તેને પ્રતિષ્ઠીત Pigeon D’Or Award (માનદ) LBMAના વાર્ષિક સમારંભમાં આ એવોર્ડ હાંસલ થયો હતો.
આ ફિલ્મ સંપૂર્ણપણે BAJMCના વિદ્યાર્થીઓએ તૈયાર કરી છે. ફિલ્મની કાસ્ટ અને ક્રૂ નીચે મુજબ છેઃ
આ ફિલ્મનું લેખન, દિગ્દર્શન અન સંપાદન પ્રાંશુ શાહે કર્યું છે. સ્મૃતિ અંબેકરે આ ફિલ્મની સિનેમેટોગ્રાફર હતી. દિશા શર્મા અને સમર્થ રાઉતે બે મુખ્ય કલાકારોની ભૂમિકા ભજવી હતી. રિયા શાહ અને રૂદ્ર ઠક્કરે સહાયક દિગ્દર્શકોની ભૂમિકા બજાવી હતી. કરીશા પોટા અને રિયા શાહે સેટ ડિઝાઈનની કામગીરી બજાવી હતી.
‘ઉપહાર (ભેટ)’ એ વિશ્વાસ અને પ્રેમની કથા છે. એમાં વર્કિંગ ક્લાસના સામાન્ય પરિવારના યુગલને લઈને મહામારી પછીના ગાળામાં આ કથા આવરી લેવાઈ છે. આ ફિલ્મની પ્રેરણા ઓ. હેનરીની ટૂંકી વાર્તા ‘ધ ગિફ્ટ ઓફ મેગી’ માંથી પ્રાપ્ત થઈ છે.
પ્રાંશુ શાહ જણાવે છે કે “મારા શાળાના અભ્યાસ દરમ્યાન મેં ઓ. હેનરીની ઘણી વાર્તાઓ વાંચી હતી. અંત ભાગમાં વાર્તા વળાંક લેતી હોય છે. હું માનું છું કે આ વાર્તાઓને કોઈપણ સંદર્ભમાં ફરીથી કહી શકાય તેમ છે. આ વાર્તાઓમાં માનવો અંગેની સમજનું આલેખન કરાયું છે.” પ્રાંશુ શાહ વધુમાં જણાવે છે કે આ ફિલ્મ અંગે કામ કરતા સમગ્ર કાસ્ટ અને ક્રૂને ખૂબ જ પરિવર્તનલક્ષી અનુભવ થયો હતો. મારા પિતાના અમૂલ્ય માર્ગદર્શન વગર હું આ ફિલ્મ તૈયાર કરી શક્યો ના હોત. શામ શાહ (ફિલ્મ નિર્માતા) કે જેમણે મને દરેક કદમે માર્ગદર્શન આપ્યું હતું અને BAJMCના અધ્યાપકગણે સતત સહયોગ પૂરો પાડ્યો હતો.
અભ્યાસક્રમના ચોથા સેમિસ્ટરમાં શોર્ટ ફિલ્મના વિષય માટે આ ફિલ્મ તૈયાર કરવામાં આવી હતી. આ વિષય અમને વિભાગના વડા ડો. જીગર શાહે ભણાવ્યો હતો.
ફિલ્મ ફેસ્ટીવલ્સ અંગેઃ
લુઈસ બુનેલ મેમોરિયલ એવોર્ડઝઃ
LBMA એ ફિલ્મ ફેસ્ટીવલનો ત્રિમાસિક સ્ક્રીનીંગ કાર્યક્રમ છે. આ કાર્યક્રમ કોલકતામાં યોજાય છે. આ કાર્યક્રમની શરૂઆત દુનિયાભરના ફિલ્મ નિર્માતાઓને પ્લેટફોર્મ પૂરૂં પાડવાના આશયથી તૈયાર કરાયો હતો અને અહીંયા દર્શાવાતી ફિલ્મો મારફતે ફિલ્મ નિર્માતાઓને યોગ્ય ઓળખ પ્રાપ્ત થાય છે. અહીંનું વાતાવરણ વિવિધ સંસ્કૃતિઓમાં થતા ઈનોવેશનને પ્રોત્સાહિત કરીને શિક્ષિત, ઈનોવેટ અને મનોરંજનની તક પૂરી પાડે છે.
લીફ્ટ-ઓફ્ફ ફિલ્મમેક સેશન્સઃ
ધ લીફ્ટ ઓફ્ફ ગ્લોબલ નેટવર્ક દ્વારા દુનિયાભરના સ્વતંત્ર ફિલ્મ નિર્માતાઓને પ્રોત્સાહન પૂરૂં પાડવામાં આવે છે. એની સેશન જાન્યુઆરી 2023માં યોજાઈ હતી. અહિંયા પસંદ કરાયેલી તમામ ફિલ્મોનું ઓનલાઈન સ્ટ્રીમીંગ પ્લેટફોર્મ – Vimeo દ્વારા રજૂ કરવામાં આવી હતી.
ગોવા શોર્ટ ફિલ્મ ફેસ્ટીવલઃ
આ ફેસ્ટીવલ ઓક્ટોબર 2022માં ગોવામાં યોજાયો હતો. એમાં વિવિધ કેટેગરીની ટૂંકી ફિલ્મોને પસંદ કરવામાં આવી હતી અને ઉભરતા ફિલ્મ નિર્માતાઓને તેમની ટૂંકી ફિલ્મો દર્શાવવાની તક પ્રાપ્ત થઈ હતી.
ગોલ્ડન ફર્ન ફિલ્મ એવોર્ડઝઃ
દાર્જીલિંગમાં દર મહિને આ ફિલ્મ ફેસ્ટીવલ યોજાય છે. જાન્યુઆરી 2023ની સેશન માટે ફિલ્મ મોકલવામાં આવી હતી. અન્ય ફેસ્ટીવલની જેમ આ ફેસ્ટીવલમાં પણ યુવાન અને ઉભરતા ફિલ્મ નિર્માતાઓને તેમની કૃતિઓના સ્ક્રીનીંગ માટે તક પ્રાપ્ત થાય છે.
બેચલર ઓફ જર્નાલિઝમ એન્ડ માસ કોમ્યુનિકેશન પ્રોગ્રામ અંગેઃ
નવરચના યુનિવર્સિટીનો બેચલર ઓફ જર્નાલિઝમ પ્રોગ્રામ સુસજ્જ સ્ટુડિયો, નિયમિત અપડેટ થતા અભ્યાસક્રમ, ઈન્ટર્નશીપ અને પ્લેસમેન્ટની તક મારફતે હંમેશા વિદ્યાર્થીઓને પ્રેક્ટીકલ ફિલ્ડમાં કામ કરવાની તક પૂરી પાડે છે.
#bharatmirror #bharatmirror21 #news #filmfestival #uphar #agift #ahmedabad