વડા પ્રધાનની ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ હવે પોલીસ કમિશનર લેવલના અધિકારીથી માંડી સામાન્ય લોકોમાં હોટ ફેવરિટ બની રહી છે.
જીમ એટલે સામાન્ય ઊઠક બેઠક એવી માન્યતા અર્ધ સત્ય, ચિરાગ પટેલ જેવા ટ્રેનર હોય તો રોગ સામે કસરત સાથે રોગ થતો રોકવા ટ્રેનીંગ સાથે શું જમવું, શું ન જમવું તેની ટ્રેનીંગ પણ ખૂબ મહત્વની છે.
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
17 જૂન 2023:
ડીજી લેવલના નિવૃત્તિ આરે ઉભેલા અજય કુમાર તોમર હોય કે એડી.ડીજી લેવલના રાજ કુમાર પાંડિયન આવા સીનીયરો પણ ફિટનેસ ઇન્ડિયાના બ્રાંડ એમ્બેસેડર જેવા હોવાથી તેમનામાંથી આઇપીએસ હર્ષદ મહેતા હોય કે આઇપીએસ હિતેષ જોયસર જેવા યુવા અધિકારીઓ પ્રેરણા મેળવી અન્યોને પ્રેરણા આપે છે.
વિશ્વભરમાં કોરોના મહા બીમારીને લઈને લોકો હવે શારીરિક કસરત માટે બાગમાં અથવા પોતાના ઘરમાં કે હાઈફાઈ જિમમાં જઈ રહ્યા છે ત્યારે યુવા પેઢી સાથે સાથે વૃદ્ધો અવસ્થામાં જતા લોકો પણ ભારતના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ફીટ ઇન્ડિયા કન્સેપ્ટ સાથે શારીરિક કસરત કરી રહ્યા છે કેટલાક જીમ ના ટ્રેનર દ્વારા આધુનિક પદ્ધતિથી કસરત કરાવી રહ્યા છે અને શરીરના કયા અંગ સાથે આ કસરત નું મહત્વ છે સમજાવી રહ્યા છે.
આજે વિશ્વના યુવા પેઢી જંક ફૂડ પોતાનો આરોગ્ય લઈને આરોગ્ય સાથે ખેલવાડ કરી રહ્યા છે ત્યારે અલગ અલગ નવા નવા રોગોનો માનવ શરીરમાં પ્રવેશવાના કારણે યુવા પેઢી અને વૃદ્ધ અવસ્થા ના જતા લોકો કસરત તરફ આગળ વધી રહ્યા છે યુવા પેઢીમાં મહિલા હોય કે પુરુષ હોય પોતપોતે ફીટ રહેવા માટે સમય અંતરે ફિટનેસ માટેનો સમય કાઢે છે સુરતમાં એસ ટુ જીમના ચીફ ટ્રેનર ચિરાગ પટેલ દ્વારા યુવા પેઢીની કસરત માટેનું મહત્વ સમજાવ્યું છે અને પોતાના જીવનમાં આવતા દરેક કસરત કરતા યુવા અને વૃદ્ધોને મહિલાઓ હોય કે પુરુષ દરરોજ એટલો ગ્રામ સ્વાદિષ્ટ અને પૌષ્ટિક આહાર લેવો જોઈએ તેની માહિતી આપી રહ્યા છે ખાસ કરીને યુવા પેઢીમાં નવા નવા રોગોને લઈને યુવા પેઢી પણ હવે ફિટનેસ તરફ આગળ વધે છે જેની પાછળ બેસતા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પોતાની ફિટનેસ અને દેશના લોકો ફિટનેસ તરફ આગળ વધે એને દેશમાં એક ફિટનેસ જન જાગૃતિ શરૂ કર્યું હતું ફિટ ઇન્ડિયા ને લઈને અમે પણ સજાત બન્યા છે.
શારીરિક્ ફિટ રહેવા માટે સ્પેશિયલ ટ્રેનર લઈ રહ્યા છે આજે કેટલાક સનદી અધિકારી કે આઇ પી એસ કે સરકારી અધિકારીઓ ઇન્ડિયા ના કેમ્પિયન સાથે જોડાઈ ગયા છે અને પોતાના અધિકારી અને કર્મચારીઓને ફિટનેસ માટેની પ્રેરણા આપી રહ્યા છે વડા પ્રધાનની ફીટ ઈન્ડિયા મૂવમેન્ટ હવે પોલીસ કમિશનર લેવલના અધિકારીથી માંડી સામાન્ય લોકોમાં હોટ ફેવરિટ બની રહી છે. ખાસ કરીને કરીને સુરતના પોલીસ કમિશનર અજય કુમાર તેમના નિવૃત્તિના છેલ્લા પડાવમાં પોતાના અધિકારી અને કર્મચારી માટે ફિટનેસ અલગ અલગ આયોજન કરે છે .અને પોતે પણ પોતાના અધિકારીને પ્રેરણા માટે સમય કરતા અડધો કલાક પહેલા પહોંચે છે અને ફરજિયાત ફિટનેસ માટેની પોલીસ પરેડ તેમજ યોગ માટેના ટ્રેનરો દ્વારા ટ્રેનિંગ આપવામાં આવે છે.
રેલવેના એડિશનલ ડીજીપી ડો રાજકુમાર પાંડીયન પણ ફિટનેસ માટે પોતાના સાથેના અધિકારીઓ અને જવાનોને પ્રેરણા આપતા રહેતા હતા આજે કેટલા આઈપીએસ અધિકારી આવા અધિકારીઓને જોઈને ફિટનેસ માટે જીમ જોઈન્ટ કર્યું છે સુરતના જિલ્લાના એસપી હિતેશ જોયસર પણ સુરતના ડીસીપી હર્ષદ મહેતા ભગીરથ ગઢવી સાગર બાગમાંરે, પણ જેમ જોઈન્ટ કરીને પોતાની ફિટનેસ વિશેષ ધ્યાન આપી રહ્યા છે’
#bharatmirror #bharatmirror21 #news #fitindiamovement #gym #ahmedabad