વાવની 7શાળાઓના 300 વિદ્યાર્થીઓને કૃપા આર્ટસ ફાઉન્ડેશન દ્વારા મફત સાયકલ અપાઈ
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
14 જૂન 2023:
કૃપા આર્ટસ ફાઉન્ડેશન ,મુંબઈ દ્વારા તા 14 મી જૂન 2023 ના રોજ વાવ ગામ ખાતે ગરીબ વિદ્યાર્થીઓને મફત સાયકલ વિતરણનો કાર્ય ક્રમ યોજાયો , જેમાં 300 જેટલી સાયકલો નું મફત વિતરણ કરવામાં આવ્યું હતું.સંસ્થા ના ચેરમેન કૃપા શાહે વિવિધ સ્કૂલો ની મુલાકાત લીધી હતી.જેમાં શિક્ષકો અને પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરી દૂર થી આવતા ગરીબ વિદ્યાર્થીઓની પસંદગી કરવામાં આવી હતી.
આ પ્રસંગે કૃપા આર્ટસ ફાઉન્ડેશન તથા મલબાર હિલ બીજેપી સાંસ્ક્રુતિક સેલ અઘ્યક્ષ શ્રીમતી કૃપા શાહ સહિત ઉમેદદાનજી ગઢવી પૂર્વ મંત્રી બનાસકાંઠા ભાજપ, હરિસિંહજી વેઝિયા પૂર્વ સરપંચ ,ભરતસિંહ ઓઢા વાવ સરપંચ, ઠાકરશીભાઈ ભોયા ડેપ્યુટી સરપંચ ,પીએસઆઇ એ જી રબારી તથા વાવ જૈન સંઘ અગ્રણીઓ, માના ભાઈ પ્રિન્સિપાલ ,તીર્થધામ, શિક્ષકગણ,અનેક આગેવાનો અને ગામવાસીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યાં હતાં કૃપા બેન શાહ તથા ઊપસ્થિત અતિથિ મહાનુભાવો ના હસ્તે બાળકોને કંકુ થી ચાંદલા કરી સન્માન સહ સાયકલો નું વિતરણ કરાયું હતું.
ભાજપ ગુજરાત અઘ્યક્ષ શ્રી સી આર પાટીલ ની પ્રેરણાથી આ કાર્ય કૃપા આર્ટસ ફાઉન્ડેશન દ્વારા ઉપાડવામાં આવ્યું હતું.
અગાઉ વાવ ગામને સ્વચ્છ બનાવવાનું અભિયાન કૃપા શાહ તથા સંસ્થાની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું.
વિદ્યાર્થીઓ ને મફત સાયકલ વિતરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સોમાભાઇ મોદી ,શ્રી સી આર પાટીલ તથા મુખ્યંત્રીશ્રીને આમંત્રિત કરવામાં આવ્યા હતા પરંતુ વાવાઝોડા ની સ્થિતિ ને લીધે તેઓ રૂબરૂ હાજર ન રહેતા શુભેચ્છા સંદેશ પાઠવ્યા હતાં .
આ પ્રસંગે ઉદબોધન કરતાં સંસ્થા ના અધ્યક્ષ કૃપા શાહ એ જણાવ્યું હતું કે…બાળકો કાલ નું અને દેશનું ભવિષ્ય છે,તેમની શિક્ષા ની અડચણો દૂર કરી,તેમને સરળતાથી શિક્ષણ પ્રાપ્ત થવું જોઈએ.તેમને સાયકલ આપીને તેમનો સમય બચે અને તેમનું સ્વાસ્થ્ય સારું રહે તથા બચેલા સમય નો તેઓ સદુપયોગ કરી શકે તેવો સંસ્થાનો આશય છે.
તાજેતર માં સંસ્થા ધ્વારા સકારાત્મક પત્રકારત્વ,રાષ્ટ્રીય ભાવના, લોકહિત અને સાહિત્ય સંસ્કૃતિ વિકાસ સાથે રાષ્ટ્રીય વિકાસ માં ફાળો આપનાર મીડિયા કર્મીઓ ને એવોર્ડ થી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા.
કૃપા આર્ટસ ફાઉન્ડેશન આર્ટસ,સમાજ સેવા ,સંસ્કૃતિ ઉત્થાન ,મહિલા અને યુવાઓ લક્ષી પ્રવુતિઓ કરે છે. સંસ્થા ના ચેર પરસન કૃપા બહેન શાહ વર્ષો થી ઉપરોક્ત પ્રવુતિઓ કરે છે.
તેમણે શંખ પર સંશોધન કર્યું છે,અને અનેક ધાર્મિક,જાહેર અને પવિત્ર સ્થળો પર પોતાના ખર્ચે શંખ પ્રતિકૃતિ ની સ્થાપના કરી છે.કૃપા શાહ મુંબઇ સ્થિત મલબાર હિલ વોર્ડ માં બીજેપી સાંસ્કૃતિક સેલ ના અઘ્યક્ષ છે.
#bharatmirror #bharatmirror21 #news #artistkrupashah #studentsin300bicycles #vavvillagegujarat #ahmedabad