નીતા લીંબાચિયા, અમદાવાદઃ
13 જૂન 2023:
કૃપા આર્ટસ ફાઉન્ડેશન ,મુંબઈ દ્વારા તા 14 મી જૂન 2023 ના રોજ વાવ ગામ ખાતે ગરીબ વિદ્યાર્થીઓને મફત સાયકલ વિતરણ નો કાર્ય ક્રમ રાખવામાં આવ્યો છે, જેમાં 300 જેટલી સાયકલો નું વિતરણ કરવામાં આવશે.સંસ્થા ના ચેરમેન કૃપા શાહ (જેઓ ભાજપ મલબાર હિલ વોર્ડ ના સાંસ્ક્રુતિક સેલ ના અઘ્યક્ષ છે) દ્વારા વિવિધ સ્કૂલો ની મુલાકાત લેવામાં આવી હતી.
જેમાં શિક્ષકો અને પ્રિન્સિપાલ સાથે ચર્ચા કરી દૂર થી આવતા ગરીબ વિદ્યાર્થીઓ ની પસંદગી કરવામાં આવી હતી.
ભાજપ ગુજરાત અઘ્યક્ષ માનનીય શ્રી સી આર પાટીલ ની પ્રેરણાથી આ કાર્ય કૃપા આર્ટસ ફાઉન્ડેશન દ્વારા ઉપાડવામાં આવ્યું હતું.
અગાઉ શ્રી પાટીલ સાહેબના માર્ગદર્શન હેઠળ વાવ ગામને સ્વચ્છ બનાવવાનું અભિયાન કૃપા શાહ તથા સંસ્થા ની ટીમ દ્વારા હાથ ધરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓ ને મફત સાયકલ વિતરણ કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે શ્રી સી આર પાટીલ સાહેબને આમંત્રિત કરવામાં આવ્યા છે
તાજેતર માં સંસ્થા ધ્વારા સકારાત્મક પત્રકારત્વ,રાષ્ટ્રીય ભાવના, લોકહિત અને સાહિત્ય સંસ્કૃતિ વિકાસ સાથે રાષ્ટ્રીય વિકાસ માં ફાળો આપનાર મીડિયા કર્મીઓ ને એવોર્ડ થી પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. કૃપા આર્ટસ ફાઉન્ડેશન આર્ટસ,સમાજ સેવા ,સંસ્કૃતિ ઉત્થાન ,મહિલા અને યુવાઓ લક્ષી પ્રવુતિઓ કરે છે. સંસ્થા ના ચેર પરસન કૃપા બહેન શાહ વર્ષો થી ઉપરોક્ત પ્રવુતિઓ કરે છે.
તેમણે શંખ પર સંશોધન કર્યું છે,અને અનેક ધાર્મિક,જાહેર અને પવિત્ર સ્થળો પર પોતાના ખર્ચે શંખ પ્રતિકૃતિ ની સ્થાપના કરી છે.તેઓ મુંબઇ સ્થિત મલબાર હિલ વોર્ડ માં બીજેપ સાંસ્કૃતિક સેલ ના ચેરમેન છે.
#bharatmirror #bharatmirror21 #news #krupaartsfoundation #bicycldistribution #ahmedabad