નીતા લીંબાચિયા, અમદાવાદઃ
08 જૂન 2023:
પાંચમી જૂન વિશ્વ પર્યાવરણ દિવસ તરીકે સમગ્ર દેશમાં ઉજવાઈ રહ્યો છે ત્યારે સમગ્ર દેશ માં અલગ અલગ સંસ્થાઓ દ્વારા અલગ અલગ જગ્યાઓ ઉપર વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવ્યો હતો ત્યારે ગાંધીનગર ખાતે પણ વૃક્ષારોપણનો કાર્યક્રમ રણજીત બિલ્ડકોન ગ્રુપ તેમજ કોચ વન ફાઉન્ડેશન ના માધ્યમથી કરવામાં આવ્યો હતો,
રણજીત બિલ્ડકોન ગ્રુપ તરફથી અનિલભાઈ બાજપેયીએ વધુમાં વાત કરતા જણાવ્યું હતું કે અમે દર વર્ષે વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરીએ છીએ અને આ વર્ષે પણ અમે ₹3,500 જેટલા વૃક્ષો વાવ્યા છે
અને અમે છેલ્લા દસ વર્ષથી આ કામ કરીએ છીએ અને અમારી સાથે સમગ્ર ભારતમાંથી લગભગ 850 જેટલા લોકો આ કાર્ય સાથે જોડાયેલા છે કેમકે ગ્લોબલ વોર્મિંગની અસરને ઘટાડવા માટે વૃક્ષારોપણ જ એકમાત્ર ઉપાય છે
ત્યારે અમારી સંસ્થા દ્વારા અલગ અલગ જગ્યા ઉપર અલગ અલગ શહેરોમાં વૃક્ષારોપણ નો કાર્યક્રમ કરવામાં આવે છે અને વૃક્ષોની માવજત પણ અમારી સંસ્થા દ્વારા કરવામાં આવે છે, અમે અત્યાર સુધીમાં લગભગ એક લાખથી પણ વધુ વૃક્ષોનું વાવેતર કરેલ છે અને તેમની માવજત પણ અમારી સંસ્થા ના કાર્યકર્તાઓ દ્વારા સમગ્ર દેશ માં કરવામાં આવી રહી છે.
#bharatmirror #bharatmirror21 #news #ranjitbuildcon #coatchfoundation #gandhinagar #ahmedabad