પ્લાસ્ટિક પ્રદૂષણ સામે સ્ટેન્ડ લો
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
06 June 2023:
નેક્સસ અમદાવાદ વન દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના સહયોગથી 5 જૂન, 2023ના રોજ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણી કરવામાં આવી.
સમાજના કેન્દ્રબિંદુ તરીકે, મૉલ દ્વારા પર્યાવરણને હકારાત્મક અસર માટે સ્ટાફ, રિટેલ ભાગીદારો અને ગ્રાહકોએ 2500 છોડનું વિતરણ કર્યું. સેન્ટર ડાયરેક્ટર આકાશદીપ સિંઘે જણાવ્યુ કે, આપણા દરેકની આસપાસના વાતાવરણ પર નોંધપાત્ર અસર પડે છે,
અને આપડી પાસે સકારાત્મક બદલાવ લાવવાની શક્તિ છે.” ગુજરાત પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા શહેરના યુવાનો અને મોલના ગ્રાહકો ને જાગૃત કરવા માટે નુક્કડ઼ નાટકનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.