નીતા લીંબાચિયા, અમદાવાદઃ
29 May 2023:
સમગ્ર ભારતમાં આ પ્રકારની ટ્રેનિંગ, જે વિશાળ એક્વેરિયમ ખાતે યોજાઈ હોય તેવી સર્વ પ્રથમ ટ્રેનિંગ છે. આ ટ્રેનિંગ પ્રોગ્રામમાં ગુજરાતના વિવિધ ભાગોમાંથી કુલ 40 જેટલા સ્નાતક, અનુસ્નાતક, પ્રોફેશનલ તેમજ રીસર્ચ સ્કોલર વગેરેએ ભાગ લીધો હતો.
આ ટ્રેનિંગ દરમિયાન તેમને એક્વાટિક ગેલેરીની વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી, જેમાં લાઈફ સપોર્ટ સિસ્ટમની કામગીરી અને જાળવણી , એક્ઝિબિટ મેનેજમેન્ટ અને ક્યુરેશન, ખોરાકનુ વ્યવસ્થાપન , બાયોસેફ્ટી અને વિઝિટર મેનેજમેન્ટ પર વિસ્તૃત માહિતી આપવામાં આવી.
આ પ્રકારની ટ્રેનિંગ ભવિષ્યમાં પણ અવાર-નવાર યોજવામાં આવશે તેમજ એડવાન્સ ટ્રેનિંગનુ પણ આયોજન કરવામાં આવશે તેવુ સાયન્સ પોપ્યુલરાઈઝેશનના જનરલ મેનેજર ડો.વ્રજેશ પરિખ જણાવે છે.
આ ટ્રેનિંગ દરમિયાન ડો. દિશાંત પરાશર્યએ (સિનિયર ક્યુરેટર, એક્વાટિક ગેલેરી) દરિયાઈ જીવસૃષ્ટીના સંરક્ષણ અને વ્યવસ્થાપન વિશે માહિતી આપી હતી, તદ્ઉપરાંત આસિસ્ટન્ટ ક્યુરેટર ડો.શબનમ સૈયદે એક્વાટિક ક્ષેત્રે ઉભી થતી અનેકવિધ કારકીર્દી તેમજ વ્યવસાયલક્ષી તકો વિશે માર્ગદર્શન આપ્યુ હતું.
#bharatmirror #bharatmirror21 #news #gujaratsciencecity #be-an-aquarist #ahmedabad