નીતા લીંબાચિયા, અમદાવાદઃ
20 May 2023:
અમદાવાદમાં ડીજે ટોયોટાએ ગ્રાન્ટ ઇવેન્ટ સેલિબ્રેશન કરી હતી. અમદાવાદમાં ટોયોટાની લિડિંગ ડીલરશિપ ડીજે ટોયોટાએ ગુરુવારે પોતાનું ૧,૦૦૦મું વ્હીકલ ડિલિવરી કરીને માઇલસ્ટોન હાસિલ કર્યો છે. ડીલરશિપે ગુરુવારે આ સિદ્ધિની યાદમાં અને તેના ગ્રાહકો પ્રત્યે કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ડીજે ટોયોટાએ ૧૯ ઓગસ્ટ, ૨૦૨૨ના રોજ તેની સફર શરૂ કરી અને ૨૨ જાન્યુઆરીના રોજ ૫૦૦ કાર ડિલિવરીના માઇલસ્ટોન સ્પર્શ કર્યો હતો. પ્રભાવશાળી રીતે આ સંખ્યાને બમણી કરવામાં અને ૧૯ મેના રોજ નોંધપાત્ર ૧,૦૦૦ ડિલિવરી માર્ક હાંસલ કરવામાં ચાર મહિનાથી ઓછો સમય લાગ્યો હતો
ડીજે ટોયોટાના ડીલર પ્રિન્સિપાલ શ્રી રાજ જોઈસરે કહ્યું કે, કે અમે માત્ર નવ મહિનામાં ૧,૦૦૦ ઓટોમોબાઈલ ડિલિવરીનો માઇલસ્ટોન હાંસલ કરવા માટે રોમાંચિત છીએ. અમે અમારા ગ્રાહકોના તેમના વિશ્વાસ બદલ આભારી છીએ જેણે અમને આ મહત્વપૂર્ણ માઇલસ્ટોન હાંસલ કરવામાં મુખ્ય ભૂમિકા ભજવી છે. ડીજે ટોયોટામાં અમારી મુખ્ય પ્રાથમિકતા ગ્રાહક સંતોષ અને હૃદય સ્પર્શી અનુભવ છે. અમે અમારા વચનને પૂર્ણ કરવા માટે પ્રતિબદ્ધ છીએ. ભવિષ્યમાં આવા ઘણા વધુ માઇલસ્ટોન હાંસલ કરવા માટે અમે અમારા ગ્રાહકોના સમર્થનની આશા રાખીએ છીએ.
મહત્વના પ્રસંગની ઉજવણી કરવા માટે DJ Toyota એ તમામ ૧,૦૦૦ ગ્રાહકોને ક્લબ O7 ખાતે ધ કેપિટોલમાં આયોજિત વિશેષ કાર્યક્રમમાં આમંત્રિત કર્યા હતા. જેના એક કિડ્સ ઝોન પણ બનાવવામાં આવ્યો હતો જ્યાં બાળકો વિવિધ પ્રકારની રમતો અને મનોરંજક પ્રવૃત્તિઓનો આનંદ માણતા જોવા મળ્યા હતાં.
સિંગિંગ સેન્સેશનમાં અસંખ્ય ગુજરાતી હિટ ગીતો આપનાર અને સમગ્ર વિશ્વમાં પ્રબળ ફેન ફોલવિંગ ધરાવનાર ઈશાની દવે દ્વારા લાઈવ કોન્સર્ટનું અયોજન કરવામાં આવ્યું હતું. મહેમાનોએ સાંજને વધુ યાદગાર બનાવતા તેઓના પ્રદર્શનનો સંપૂર્ણ આનંદ માણ્યો અને કાર્યક્રમ સાંજે ભવ્ય રાત્રિભોજન સાથે સમાપ્ત થયો.
ડીજે ટોયોટા ગ્રાહકોને ટોયોટા ઓટોમોબાઈલની માલિકીનો ઉત્કૃષ્ટ ખરીદીનો અનુભવ જ નહી એક જ અને અનુકૂળ સ્થાને સેવા સાથે વેચાણને એકીકૃત કરીને કાર્યક્ષમ સેવાનો અનુભવ પણ સુનિશ્ચિત કરે છે. ડીજે ટોયોટા ફેમિલી અમદાવાદના પ્રેમ અને સમર્થનથી આવનારા ટૂંક સમયમાં ૧,૦૦૦ વ્હીકલના માઇલસ્ટોન સુધી પહોંચવા આતુર છે.
#bharatmirror #bharatmirror21 #news #toyota #ahmedabad