નીતા લીંબાચિયા, અમદાવાદઃ
10 May 2023:
ઈનોવેશન અને વિશ્વસનીયતામાં તેના વારસા માટે ઓળખાતી આઈકોનિક ગ્લોબલ સ્માર્ટફોન બ્રાન્ડ મોટરોલા અગ્રણી ટેકનોલોજી રિસર્ચ અને કન્સલ્ટિંગ કંપની ટેકાર્ક દ્વારા પ્રસિદ્ધ સર્વે રિપોર્ટ અનુસાર ભારતની ઉત્તમ 5G સ્માર્ટફોન બ્રાન્ડ તરીકે ઊભરી આવી છે. ટેકાર્ક દ્વારા અપનાવવામાં આવેલી 3C કાર્યરેખા અનુસાર બધી સ્માર્ટફોન બ્રાન્ડ્સનું 5G સ્માર્ટફોનમાં ઉપભોક્તાઓ ચાહે છે તે ત્રણ મુખ્ય પરિબળો પર મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું, જેમાં કનેક્ટિવિટી કવરેજ અને કેપેબિલિટીનો સમાવેશ થાય છે. ઉત્કૃષ્ટ 5G સ્માર્ટફોન્સ પોર્ટફોલિયો અને ઉદ્યોગમાં ઉતચ્તમ દેખાવ સાથે મોટરોલા બધાં ત્રણ પરિમાણમાં ઉત્કૃષ્ટતા દ્વારા સ્પષ્ટ વિજેતા નીવડી છે.
મોટરોલાએ હંમેશાં તેમના સ્માર્ટફોન્સ શહેરી, ઈનડોર અને ગ્રામીણ વિસ્તારોમાં ઉદ્યોગ અવ્વલ ગતિ અને ઉચ્ચ કવરેજ પ્રદાન કરતાં ઉત્કૃષ્ટ રિલાયેબિલિટી, ઓપ્ટિમાઈઝેશન, કવરેજ અને સિક્યુરિટી સાથે ઉદ્યોગમાં 5G અનુભવમાં ખરા અર્થમાં શ્રેષ્ઠતા આપવાની ખાતરી રાખીને નવી ઊંચાઈ સર કરી છે. બ્રાન્ડનો ભારતમાં 5G સ્માર્ટફોન પોર્ટફોલિયો માસ, મિડ અને પ્રીમિયમ સહિત ઘણા બધઝા સ્માર્ટફોન સેગમેન્ટ્સમાં અત્યાત વ્યાપક છે. કનેક્ટિવિટીની દ્રષ્ટિએ તેનાં ડિવાઈસીસમાં 13 5G બેન્ડ્સ સુધી સપોર્ટ સાથે બ્રાન્ડે દેશભરમાં અને ઈન્ટરનેશનલ રોમિંગમાં પણ 5G નેટવર્કસ માટે આસાન કનેક્ટિવિટી ઉપભોક્તાઓને આપતાં તેમના સ્માર્ટફોન્સમાં 5Gના બધા લો અને મિડ બેન્ડ્સ (F1) ધરાવીને નં. 1 ક્રમ હાંસલ કર્યો છે. બ્રાન્ડની 3 કેરિયર અગ્રેગેશન અને 4X4 MIMOની આધુનિક ટેકનોલોજી ઉપભોક્તાઓને અસમાંતર 5G અનુભવ પૂરો પાડીને એક મજબૂત ડેટા હાઈવેમાં આ 5G ફ્રિક્વન્સીઓ આસાનીથી જોડી છે. બધા મોટરોલા ડિવાઈસીસ વૈશ્વિક 5G ધોરણો અનુસાર વ્યાપક રીતે પરીક્ષણ કરવામાં આવ્યાં છે અને ભારત માટે 5G SAR નિયમોનું પાલન કરે છે.
કવરેજ સંબંધમાં મોટરોલાએ ભારતમાં ગ્રાહકો માટે સૌથી પરિપૂર્ણ અને આધુનિક 5G અનુભવ પ્રદાન કરવા માટે ભારતની અગ્રણી નેટવર્ક પ્રદાતાઓ, રિલાયન્સ જિયો અને એરટેલ સાથે જોડાણ કર્યું છે. બ્રાન્ડના 5G સ્માર્ટફોન્સ લો-નેટવર્કના વિસ્તારો, ઈનડોર અને બેઝમેન્ટ્સ વગેરેમાં પણ બહેતર કવરેજ પૂરું પાડવા માટે અત્યાધુનિક AI ટેકનોલોજી સાથે સમૃદ્ધ છે.
5G સક્ષમ સ્માર્ટફોન રજૂ કરનારી દુનિયામાં પ્રથમ OEM તરીકે મોટરોલા 5G ટેકનોલોજીનું વ્યાપક જ્ઞાન અને સમજદારી ધરાવતી હોઈ તેમને વિવિધ કિંમતે ભારતીય ગ્રાહકોને સૌથી આધુનિક 5G વિશિષ્ટતાઓ પૂરી પાડવા માટે અભિમુખ બનાવે છે. ઉપરાંત ઉપબોક્તાઓને સૌથી વિશ્વસનીય, ઝડપી, સંરક્ષિત અને વ્યાપક 5G કવરેજ પ્રદાન કરવા માટે આધુનિક હાર્ડવેર અને સોફ્ટવેર સાથે આવતા moto g62 5G અને તાજેતરમાં રજૂ કરાયેલા moto g73 5G જેવા કિફાયતી 5G સ્માર્ટફોન્સ સહિત આખો 5G પોર્ટફોલિયો ધરાવે છે.
આ સિદ્ધિ વિશે બોલતાં મોટરોલા એશિયા પેસિફિકના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર શ્રી પ્રશાંથ મણિએ જણાવ્યું હતું કે, “ભારતમાં 5G ટેકનોલોજી ઝડપથી અપનાવવામાં આવી રહી છે ત્યારે મોટરોલા અમારા સંપૂર્ણ પ્રોડક્ટ પોર્ટફોલિયોમાં સૌથી ઝડપી ડેટા સ્પીડ્સ, સૌથી વ્યાપક કનેક્ટિવિટી અને કવરેજ સાથે અત્યાધુનિક 5G સ્માર્ટફોન્સ ઓફર કરવાને મોરચે ગૌરવપૂર્વક આગળ છે. અમારાં 5G ડિવાઈસીસ ઉદ્યોગ અવ્વલ હાર્ડવેર અને સોફ્ટવેર વિશિષ્ટતાઓથી સમૃદ્ધ છે, જે અમને વિવિધ કિંમતે ગ્રાહકો માટે અસમાંતર 5G અનુભવ આપવામાં મદદ કરે છે. આ સરાહના અર્થપૂર્ણ ઈનોવેશન અને ઉત્કૃષ્ટતા પ્રત્યે અમારી મોજૂદ કટિબદ્ધતાનો દાખલો છે અને અમે 2023માં અમારો 5G પોર્ટફોલિયો વધુ વિસ્તારવા કટિબદ્ધ છીએ, જેથી વધુ ને વધુ ગ્રાહકો મોટરોલાની અવ્વલ 5G પ્રોડક્ટોનો અનુભવ લઈ શકે.’’
રિપોર્ટ પર પોતાનો નજરિયો જણાવતાં ટેકાર્કના ચીફ એનાલિસ્ટ અને સ્થાપક શ્રી ફૈઝલ કાવુસાએ જણાવ્યું હતું કે, “ગ્રાહકો 5G સાથે ભવિષ્ય માટે તૈયાર રહેવાની જરૂર જાણે છે, પરંતુ તેની સંભાવનાઓનો સંપૂર્ણ લાભ લેવા માટે ઝંઝટમુક્ત અને સુવિધાજનક 5G અનુભવ મહત્ત્વપૂર્ણ છે. પરિપૂર્ણ 5G અનુભવ માટે બધા બેન્ડ્સ અને આર્કિટેક્ટર્સને હેન્ડસેટ તેમ જ પ્રોસેસર, રેમ, ડિસ્પ્લોનો આકાર અને પ્રકાર અને બેટરીની ક્ષમતા જેવી બધી મહત્ત્વપૂર્ણ લાક્ષણિકતાઓનો આધાર આવશ્યક છે. કનેક્ટિવિટી, કવરેજ અને કેપેબિલિટીને ધ્યાનમાં લેતી 3C કાર્યરેખાનો ઉપયોગ કરીને અમારા વિશ્લેષણને આધારે મોટરોલા 5G સ્માર્ટફોન્સ સર્વોચ્ચ ક્રમે આવ્યા છે. આ બ્રાન્ડના 5G સ્માર્ટફોન્સ ઉપભોક્તા વર્તન માટે ગ્રાહકોની અપેક્ષાઓને પહોંચી વળવા માટે ઉત્તમ અનુકૂળ છે. જોકે રૂ. 10,000થી રૂ. 30,000ની શ્રેણીની અન્ય બ્રાન્ડ્સ માટે, જ્યાં 72 ટકા સ્માર્ટફોનની ખરીદી આગામી જૂજ વર્ષોમાં થવાની અપેક્ષા છે ત્યાં ખાસ કરીને રોમિંગમાં કવરેજમાં મર્યાદાઓ સંભવિત રીતે ઉદભવી શકે છે, કારણ કે તે વૈશ્વિક સ્તરે 5G નેટવર્કમાં ઉપયોગ કરાતી બધી બેન્ડ્સને સપોર્ટ નહીં કરી શકે.”
#bharatmirror #bharatmirror21 #news #motorola5g #ahmedabad