નીતા લીંબાચિયા, અમદાવાદઃ
22 એપ્રિલ 2023:
કેનેડાની ટોચની પોસ્ટ-સેકન્ડરી સંસ્થાઓમાં સ્થાન ધરાવતી બ્રોક યુનિવર્સિટીએ ગુજરાતના વિદ્યાર્થીઓનો બ્રોક યુનિવર્સિટી અંગેની રુચિ જાણવા માટે ગુજરાત સ્થિત ટોચની યુનિવર્સિટીઓની મુલાકાત લીધી હતી અને યુવાનોને શિક્ષણ આપતા અધિકારીઓ સાથે પરસ્પર સંવાદ કર્યો હતો. બ્રોક યુનિવર્સિટીએ ઉચ્ચ શિક્ષણ પ્રદાન કરતી ગુજરાત સ્થિત સંસ્થાઓ સાથેના જોડાણને પ્રોત્સાહન આપવા માટે વિદેશ અભ્યાસની ઈચ્છા ધરાવતા વિદ્યાર્થીઓ માટેના વન-સ્ટોપ-શોપ એવા એમએસ એજ્યુકેશન કન્સલ્ટન્ટ સાથે પણ સહયોગ કર્યો હતો.
બ્રોક યુનિવર્સિટીની ગૂડમેન સ્કૂલ ઓફ બિઝનેસના ડીન બેરી રાઈટના નેતૃત્વ હેઠળની ટીમ, બ્રોક યુનિવર્સિટી ખાતે ઈન્ટરનેશનલ રીક્રુટમેન્ટ એન્ડ એક્સ્ટર્નલ ઓપરેશન્સના મેનેજર અલિશા કોઉમ્ફોલ, ભારત અને દક્ષિણ એશિયા માટેના રીલેશનશિપ મેનેજર પવનદીપ સિંઘે ગુજરાતમાં જોડાવાની તકો શોધવા માટે બુધવારે અમદાવાદમાં ટોચની યુનિવર્સિટીઓના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી.
“કેનેડા એ ભારતીય વિદ્યાર્થીઓમાં સૌથી લોકપ્રિય દેશ છે અને ગુજરાતના ઘણાં વિદ્યાર્થીઓ આ દેશને જ પ્રાધાન્ય આપે છે. અમે અહિં સ્ટુડન્ટ એક્સચેંજ પ્રોગ્રામ, ફેકલ્ટી એક્સચેંજ અને ટ્રાન્સફર પ્રોગ્રામ અંગે માહિતી શેર કરવા માટે અમદાવાદની ટોચની યુનિવર્સિટીઓની મુલાકાત લેવા આવ્યા છીએ. અમે અમારા દ્વારા પૂરા પાડવામાં આવતા વિવિધ માસ્ટર્સ પ્રોગ્રામ્સમાં ગુજરાતના વિદ્યાર્થીઓને પ્રવેશ આપવા માટેની તકો પણ શોધી રહ્યાં છીએ,” તેમ શ્રીમાન રાઈટે જણાવ્યું હતું.
કેનેડા ભારતના વિદ્યાર્થીઓ માટે સૌથી વધુ લોકપ્રિય આંતરરાષ્ટ્રીય શિક્ષણ સ્થળ તરીકે ઉભરી આવ્યું છે. 2,26,450 વિદ્યાર્થીઓ સાથે, ઇમિગ્રેશન, રેફ્યુજીસ એન્ડ સિટીઝનશિપ કેનેડા (IRCC) દ્વારા બહાર પાડવામાં આવેલા ડેટા અનુસાર, 2022 માં કેનેડામાં પ્રવેશનારા નવા આંતરરાષ્ટ્રીય વિદ્યાર્થીઓમાં ભારત દેશ ટોચના સ્થાને હતો. ભારતીય વિદ્યાર્થીઓનું કેનેડાને પ્રાધાન્યતા આપવાનું વલણ એટલા માટે છે કારણે છે કે અભ્યાસક્રમ, શિક્ષકો અને શૈક્ષણિક માહોલની બાબતે કેનેડાની શિક્ષણ વ્યવસ્થા વિશ્વમાં ટોચની વ્યવસ્થાઓમાં સ્થાન ધરાવે છે. કેનેડામાં અભ્યાસ પછી સરળતાથી કામ મળી રહે છે તેમજ ઇમિગ્રેશન યોજનાઓ અને ઉત્તમ કારકિર્દીની સંભાવનાઓ પ્રદાન કરે છે.
“કેનેડિયન યુનિવર્સિટીઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓમાં ભારતીય વિદ્યાર્થીઓ અગ્રેસર છે. ભારતીય વિદ્યાર્થીઓને અનુકૂળ હોય તેવી તમામ સુવિધાઓ બ્રોક યુનિવર્સિટી પ્રદાન કરે છે. તેનો શૈક્ષણિક અનુભવ ઉત્તમ છે. ભવિષ્યને ધ્યાનમાં રાખીને વિદ્યાર્થીઓને સૈદ્ધાંતિક અને વ્યવહારુ જ્ઞાન મળી રહે તેવી સ્નાતકના અભ્યાસક્રમો તૈયાર કરવામાં આવ્યા છે. અહિંયાના વિદ્યાર્થીઓને અમારા શ્રેષ્ઠ અભ્યાસક્રમો પ્રદાન કરવા માટે ગુજરાતની યુનિવર્સિટીઓ સાથે અમે નજીકથી કામ કરી રહ્યાં છીએ,” તેમ સુશ્રી અલિશા કોઉમ્ફોલે જણાવ્યું હતું.
ઐતિહાસિક નાયગ્રા પ્રાંતમાં સ્થિત બ્રોક યુનિવર્સિટી પ્રાકૃતિક સૌંદર્ય ધરાવતા વાતાવરણ સાથે સલામત અને સમૂદાય-લક્ષી માહોલમાં વિદ્યાર્થીઓને યુવાન અને આધુનિક યુનિવર્સિટીના તમામ લાભો પ્રદાન કરે છે. આ યુનિવર્સિટીમાં 19,000થી વધુ વિદ્યાર્થીઓ છે અને સાત વૈવિધ્યસભર શાખાઓના શિક્ષકો છે.
#bharatmirror #bharatmirror21 #news #brockuniversity #canada #ahmedabad