નીતા લીંબાચિયા, અમદાવાદઃ
20 એપ્રિલ 2023:
હરે કૃષ્ણ મંદિર ભાડજ ના સપ્તમ પાટોત્સવ ની ઉજવવનીના ભાગ રૂપે શાહીબાગ વિસ્તારમાં શુક્રવાર તા.29 એપ્રિલ 2022 ના રોજ ભગવાન શ્રી શ્રી રાધા માધવ ના ભવ્ય રથ યાત્રા નો આયોજન કરવામાં આવ્યો. ભગવાન શ્રી શ્રી રાધા માધવ ને ખુબ જ સુંદર રેશમી વસ્ત્રો થી શણગાર કરવા માં આવ્યા હતા. ભગવાનના વૈભવ તો દ્રશ્ય જોઈ સર્વે ભક્તો મનમોહિત થઇ ને હરે કૃષ્ણ મહા મંત્ર નું ગાન કરતા હતા.
પરમ પૂજ્ય શ્રી મધુ પંડિત પ્રભુ, જે વૃંદાવનચંદ્રોદય મંદિર ના ચેરમેન, અક્ષય પાત્ર ફોઉન્ડેશન ના ચેરમેન, તેમને આ રથ યાત્રા માં ઉપસ્થતિ આપી હતી અને વિશ્વ શાંતિ નો સંદેશો આપ્યો.તેમને જણાવ્યું કે “આખા વિશ્વ ના કલ્યાણ માટે આ પાટોત્સવ નિમિત્તે બધા ભક્તોએ મળીને 1 કરોડ હરે કૃષ્ણ મહા મંત્ર નું જાપ કરવાનું સંકલ્પ લીધું છે.
ફક્ત ભગવાન ના દિવ્ય નામ નો આશ્રય લેવા માત્ર થી સંપૂર્ણ સમાજમાં સુખ અને શાંતિ બની રહેશે. જે લોકો ને તેજ ગતિથી આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવી હોય તેમને શીઘ્ર આ હરે કૃષ્ણ જાપનો સંકલ્પ લઇ ઇતિહાસ રચવામાં ભાગેદાર થવું જોઈએ.”
એક વર્ષ પછી જ્યારે રથ યાત્રા આયોજન કરવામાં આવ્યું હતું તો ભાવુકભક્તો માં ખુબ જ ઉત્સાહ જોવામાં મળ્યો. રથ સાથે અનેક ભજન મંડળી, હાથીઓ, ઘોડાઓ, ગરબા રમતી મંડળી સંપૂર્ણ ઉત્સવ ને જગમગ કરી રહી હતી. સંપૂર્ણ રથ યાત્રા દરમિયાન મંદિર દ્વારા આયોજિત પ્રસાદ વેનમાંથી બધા દર્શકો ને પ્રસાદ વિતરણ કરવામાં આવ્યું.
સ્થાનિક નિવાસીઓએ ભગવાન ની આરતી કરી, તેમને ભિન્ન પ્રકાર ના પુષ્પ,ભોગ અર્પણ કર્યું હતું. બધા ભક્તોએ ભગવાન શ્રી શ્રી રાધા માધવ ના રથને ખેંચવાનો આ અવસર લઇ ભગવાન ના આશીર્વાદ મેળવ્યા.
#bharatmirror #bharatmirror21 #news #harekrishnamandir,bhadaj #grandrathyatraatshahibaug #ahmedabad