કિડની ફેઈલ્યોરના વધતાં કિસ્સાને જોતાં એડવાન્સ્ડ ટેક્નોલોજિસ સાથેના ડાયાલિસિસની જરૂરિયાત ધરાવતાં દર્દીની જરૂરિયાત પૂરી કરવી અનિવાર્ય બન્યું છે.
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
19 એપ્રિલ 2023:
હેલ્થકેર ફેસિલિટીએ દર્દીઓને ઈન્ટરેક્ટિવ ગેટ-ટુગેધર માટે બોલાવી કિડની ટ્રાન્સપ્લાન્ટ્સની સફળતાની ઉજવણી કરી
મરેંગો સિમ્સ હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 45000 કરતાં વધુ ડાયાલિસીસ અને 54 કિડની ટ્રાન્સપ્લાન્ટ્સ થઈ ચૂક્યા છે.
મરેંગો સિમ્સ હોસ્પિટલે કિડનીના રોગો ધરાવતાં દર્દીઓમાં નવી આશા અને તેમની મહત્તમ સારવારમાં નવી સફર શરૂ કરવા માટે એડવાન્સ્ડ ડાયાલિસીસ યુનિટ લોંચ કર્યું છે. એડવાન્સ્ડ હેમોડાયાલિસીસ યુનિટ મરેંગો સિમ્સ હોસ્પિટલના નેફ્રોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટ ડિરેક્ટર ડો. સિધ્ધાર્થ માવાણી, મરેંગો સિમ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ ડો. મયૂર પાટિલ, નેફ્રોલોજિસ્ટ અને ટ્રાન્સપ્લાન્ટ ફિઝિશ્યન્સ ડો. પંકજ શાહ અને ડો. રેચલ શાહના માર્ગદર્શન હેઠળ કામગીરી કરશે.
કિડની ફેઈલ્યોર ધરાવતાં દર્દીઓની સારવાર માટેની વર્તમાન સુવિધાને વધુ મજબૂત બનાવતાં હોસ્પિટલ હેલ્થકેર ફેસિલિટીના પ્રાંગણમાં નવા, મોટા અને વધુ સારા હેમોડાયાલિસિસ યુનિટ સાથે સજ્જ બની છે. હોસ્પિટલ ખાતે અત્યાર સુધીમાં 45000 કરતાં વધુ ડાયાલિસીસ અને 54 કિડની ટ્રાન્સપ્લાન્ટ્સ થઈ ચૂક્યા છે. નવું સેન્ટર હોસ્પિટલ-બેઝ્ડ યુનિટ છે. જે 12-ડાયાલિસિસ સ્ટેશન્સ ધરાવવા સાથે આધુનિક ડાયાલિસિસ મશીન્સ અને આરઓ પ્લાન્ટ ધરાવે છે. યુનિટની સીમલેસ કામગીરી માટે હોસ્પિટલ 24 કલાક માટે સમર્પિત અને નિષ્ણાત નેફ્રોલોજીસ્ટ, ડાયાલિસિસ ટેકનિશ્યન્સ, ડાયાલિસિસ નર્સિસ, રેનાલ ડાયાટિશ્યન્સ અને સોશ્યલ વર્કર્સ ધરાવે છે.
મરેંગો સિમ્સ હોસ્પિટલના નેફ્રોલોજી અને કિડની ટ્રાન્સપ્લાન્ટના ડિરેક્ટર ડો. સિધ્ધાર્થ માવાણી જણાવે છે કે, “આ નવા એડવાન્સ્ડ ડાયાલિસિસ યુનિટ સાથે અમે રેનાલ કેરની બાબતમાં સારવારની તકોનું વિસ્તરણ કરવા માટે વધુ સારી રીતે સજ્જ બન્યાં છીએ. અમે હેમોડાયાલિસીસ, મેઈન્ટેનન્સ એચડી, ક્રિટિકલી ઈલ આઈસીયૂ દર્દીઓમાં ડાયાલિસીસ- SLED(સસ્ટેઈનમ્ડ લો-એફિશ્યન્સી ડાયાલિસિસ), SCUF(સ્લો કન્ટીન્યૂઅસ અલ્ટ્રાફિલ્ટ્રેશ), CRRT(કન્ટીન્યૂઅસ રેનાલ રિપ્લેસમેન્ટ થેરાપી), પોઈઝનીંગ કેસિસમાં ડાયાલિસીસ, પેરિટોનિઅલ ડાયાલિસિસ અને પ્લાઝ્માફેરાસિસ જેવી સેવાઓ ઓફર કરી રહ્યાં છીએ. અમારો ઉદ્દેશ કિડની સંબંધી રોગમાં આખરી તબક્કામાં પહોંચી ચૂકેલા દર્દીને મેડિકલ નિપુણતા અને આધુનિક ઈક્વિપમેન્ટના સમન્વય મારફતે સર્વગ્રાહી કિડની કેર સેવા પૂરી પાડવાનો છે. ”
મરેંગો સિમ્સ હોસ્પિટલના કન્સલ્ટન્ટ નેફ્રોલોજીસ્ટ ડો. મયૂર પાટિલના જણાવ્યા મુજબ, “ક્રોનિક કિડની રોગો(CKD) ધરાવતાં લોકોની કિડની એક સમયે કામગીરી કરતી બંધ થાય છે. એક અભ્યાસ મુજબ ભારતમાં દર વર્ષે લગભગ 1.2 કરોડ લોકો CKD અથવા એન્ડ-સ્ટેજ કિડની ફેઈલ્યોરથી અસર પામતાં હોય છે. આ સ્થિતિ સામે કામ પાર પાડવા દર્દી માટે કિડની ટ્રાન્સપ્લાન્ટ અથવા આજીવન નિયમિત ડાયાલિસિસ ટ્રીટમેન્ટ જરૂરી બની રહે છે. કુત્રિમ કિડની તરીકે પણ ઓળખાતું ડાયાલિસીસ નકામા અને વધારાના પાણીને દૂર કરી લોહીનું શુધ્ધિકરણ કરી નિયમિત કિડની તરીકે કામ કરે છે. નિરંકુશ ડાયાબિટીસ અને હાયપરટેન્શનની વધતી સંખ્યાના કારણે તથા CKD અને સારવારના વિકલ્પો અંગે વધતી જાગૃતિને કારણે ડાયાલિસીસની માગમાં ઝડપી વૃદ્ધિ જોવા મળી રહી છે. ”
મરેંગો સિમ્સ હોસ્પિટલના ચેરમેન ડો. કેયૂર પરિખના જણાવ્યા મુજબ, “અંગ પ્રત્યારોપણ, તમામ પ્રકારની કાર્ડિયાક સારવાર, કેન્સર, ન્યૂરોલોજિકલ અને ઓર્થોપેડિક સારવાર માટે અમે પસંદગીના સ્થળ તરીકેની માન્યતા મેળવી ચૂક્યાં છીએ. છેલ્લા એક દાયકામાં નવી ટેક્નોલોજીસના ઉદભવ સાથે મહત્વની ઉપલબ્ધિઓ હાંસલ થઈ છે. આ ટેક્નોલોજિસ દર્દીઓને પોસાય શકે તેવા ભાવે ઝડપથી નીચા ખર્ચે પ્રાપ્ય બની રહી છે. કિડનીની હેલ્થ સંબંધી લક્ષણોની ઝડપી માન્યતાં, યોગ્ય ડાયગ્નોસિસ અને પ્રાપ્ય ટેક્નોલોજિસ સાથે CKDની સારવારમાં આજે ઝડપી વૃદ્ધિ થઈ રહી છે. અમે વધુને વધુ જીંદગી બચાવવા માટે સારુ કામ કરવાનું ચાલુ રાખીશું તથા મહત્તમ જવાબદારી સાથે અમારા દર્દીઓમાં શ્રધ્ધા અને વિશ્વાસ જાળવી રાખીશું. ”
વૈશ્વિક સ્તરે ડાયાલિસીસ પોપ્યુલેશનમાં ઝડપી વૃદ્ધિ જોવા મળઈ રહી છે. ખાસ કરીને લો-ઈન્કમ અને મીડલ-ઈન્કમ દેશોમાં આ ટ્રેન્ડ વધી રહ્યો છે. જોકે, વૈશ્વિક સ્તરે નોંધપાત્ર સંખ્યામાં લોકોને કિડની રિપ્લેસમેન્ટ થેરાપી પ્રાપ્ય નથી. જેને કારણે દર વર્ષે કિડની ફેઈલ્યોરને કારણે લાખો લોકો સપોર્ટીવ સારવાર વિના જ મૃત્યુ પામે છે. ડાયાલિસીસ પર રહેલા દર્દીઓ રોગનું ઊંચું ભારણ ધરાવવાનું ચાલુ રાખે છે. તેમના જીવનની અપેક્ષા ટૂંકી બની રહે છે. સાથે તેઓ હાઈ સિમ્પ્ટોમ બર્ડન અને જીવનની નીચી ગુણવત્તા ધરાવે છે. ડાયાલિસિસ કેરમાં સતત સુધારા માટે દર્દીઓ, પેયર્સ, રેગ્યુલેટર્સ અને હેલ્થ-કેર સિસ્ટમ્સ તરફથી માગ વધી રહી છે. જે માત્રને માત્ર સાચા દર્દી-કેન્દ્રિત ઈનોવેશનથી જ શક્ય બની શકે છે. બાયોમેડિકલ રિસર્ચ અને નોવેલ ટેક્નોલોજિસમાં તાજેતરની પ્રગતિને કારણે માનવ વસ્તને લાગુ પડતાં વિવિધ પ્લેટફોર્મ્સ પર કિડનીના રોગને લઈ અભ્યાસની તકો ઊભી થઈ છે. આર્ટિફિશ્યલ વેરેબલ કિડનીઝ, પ્રાણીઓમાંથી કાઢવામાં આવતાં ઝેનો ટ્રાન્સપ્લાન્ટ અને મનુષ્યોમાં ટ્રાન્સપ્લાન્ટેશન પણ કિડનીની સારવાર માટે ભવિષ્ય ઉજળું હોવાના મહત્વના સાધનો છે.
#bharatmirror #bharatmirror21 #news #cimshospital #ahmedabad