નીતા લીંબાચિયા, અમદાવાદઃ
11 એપ્રિલ 2023:
અમદાવાદ મેઝીશિયન એસોસિએશન દ્વારા અમદાવાદમાં ભવન્સ હોલ, ખાનપુર ખાતે જાદુગર કૌશિક શુકલાજી ની છઠ્ઠી પુણ્યતિથિ નિમિત્તે એક દિવસનું ભવ્ય વર્કશોપ આયોજન કરવામાં આવ્યું.
કાર્યક્રમમાં સહુ પ્રથમ જુદા જુદા રાજ્યો માંથી આવેલા 100 થી વધુ જાદુગરોનું ગાંધીનું ગુજરાત પરંપરા અનુસાર સુતરની આંટી અને કંકુ ચોખા લગાવી ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું ત્યારબાદ વિશ્વ વિખ્યાત ગુજરાતના મહાન જાદુગર શ્રી કે.લાલ સાહેબ, શ્રી જુ. કે.લાલ સાહેબ, જાદુગર હકાશા,કૌશિક શુકલા તેમજ રાજસ્થાન માં તાજેતર માં અવસાન પામેલ જાદુગર પ્રિન્સ દુરાની સાહેબ ના ફોટા મૂકી શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી. અને પધારેલ અતિથિ વિશેષ જાદુગરોનું નું શાલ અને મોમેન્ટો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું.
આ આયોજન ફક્ત જાદુગરો માટે રાખવામાં આવ્યું હતું. આ આયોજનમાં નડિયાદના માસ્ટર મેઝીશીયન સુનિલ રાવલ તથા અજમેર થી આવેલા ડો. અરુણ શર્મા (મેનટાલિસ્ટ) બંને ટીચરોએ ભારતના અલગ અલગ રાજ્યોમાંથી આવેલા 100 જેટલા જાદુગરોને જાદુની અંદર ડિજિટાઇજેસન અને ઇનોવેશન થયેલ જાદુની ટ્રેનિંગ આપી આ આયોજનમાં ટીવી શૉ હુનરબાજમા ખ્યાતિ પામેલ લુધિયાના, પંજાબ થી મનોજ જૈન પણ પધાર્યા હતા તેમજ જોધપુરના સુપ્રસિદ્ધ જાદુગર વિનોદ કૌશિક પણ પધારેલ હતા , આ કાર્યક્રમ મા જોધપુર થી છુમંતર મેજીક શોપ ના શ્રી ચમન અગ્રવાલ અવનવા જાદુ ની ટ્રિક્સ નો ડેમો આપ્યો, તેવી જ રીતે મુંબઇ થી ઝપાટા જાદુગરે પણ જાદુઈ સ્ટોલ લગાવ્યો હતો તેમજ લુધિયાના પંજાબ થી મનોજ જૈન પણ અવનવા જાદુ લઈ ને પધાર્યા હતા.
સવારના 8 થી સાંજના 7.30 સુધી ભવન્સ કોલેજ ના ગીતા હોલ મા આયોજન ખુબજ સફળતા પુરવક પર પડ્યું આવેલા તમામ જાદુગરોએ ખુબજ આનંદ કર્યો અને અવનવા જાદુ શીખવાનો લાભ લીધો, રાત્રીના 9 વાગે ભવન્સ કોલેજના મેઈન હોલ માં ગાલા શૉ નું આયોજન કરવામાં આવ્યું આ આયોજન મા 12 જેટલા જાદુગરો એ પોતાની જુદી જુદી આવવી કળાનું પ્રદર્શન કર્યું, અમદાવાદના રંગમંચ સેવા ફાઉન્ડેશન ના શ્રી મગનભાઈ પટેલ( પેટર્ન ચેરપર્સન), ટ્રસ્ટી શ્રી સુભાષ ભટ્ટ, શ્રી આશિષ ગાંધી અને અન્ય ટ્રસ્ટીઓ ગણોએ અમદાવાદ ના ટીવી,ફિલ્મ અને નાટય જગતના સુપ્રસિધ્ધ કલાકારોને આમંત્રિત કર્યા, પર્ફોમન્સ આપનાર તમામ કલાકારોનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું.
#bharatmirror #bharatmirror21 #news #nileshmistry #messianic #ahmedabad