૧ થી ૩ એપ્રિલ સુધી કાંકરીયામાં એકા ક્લબ ખાતે ત્રણ દિવસના ધાર્મિક મહોત્સવનું આયોજન
નીતા લીંબાચિયા, અમદાવાદઃ
02 એપ્રિલ 2023:
જાણીતા આધ્યાત્મિક ગુરૂ અને ઈન્ટરનેશનલ વૈષ્ણવ સંઘના સ્થાપક વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી દ્વારા અમદાવાદ ખાતે ૧ થી ૩ એપ્રિલ દરમિયાન ત્રણ દિવસ માટે શ્રી વલ્લભ સખી રસપાન મહોત્સવ યોજાયેલ છે.
શ્રી દ્વારકેશલાલજી દિવ્ય વલ્લભકુળ વંશમાંથી આવે છે અને જગદગુરુ શ્રીમદ વલ્લભાચાર્ય મહાપ્રભુજીના 17મા વંશજ છે.
વૈષ્ણવાચાર્ય શ્રી વ્રજેશકુમારજી મહારાજશ્રીના દિવ્ય આશીર્વાદથી શ્રીમતી મંજુલાબેન રતિલાલ મણીલાલ શાહ પરિવાર દ્વારા શ્રી વલ્લભ સખી રસપાન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.
વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી એ તેમની લાક્ષણિક છટાદાર શૈલીમાં તેમનું ઊંડાણપૂર્વકના ધાર્મિક જ્ઞાનનું રસપાન કરાવીને ભક્તોને મંત્રમુગ્ધ કર્યા હતા. આ મહોત્સવના પ્રથમ દિવસે આશરે 4000 ભક્તો એ રસપાન નો લાભ લીધો હતો.
વૈષ્ણવાચાર્ય શ્રી દ્વારકેશલાલજી મહોદયશ્રી એ પ્રથમ દિવસે ભક્તો ને સંબોધિત કરતા કહ્યું હતું કે દાન આપનાર કોઈ ના હોય તો તેનું મહત્વ નથી રહેતું તેવી જ રીતે પુષ્ટિમાર્ગ માં મહાપ્રભુજી એ આપણને શ્રીજીબાવા બ્રહ્મસ્વરૂપે દાન માં આપ્યા છે એટલે જ દાન બડા કે દાતા એવું કહેવામાં આવે છે. એટલે મહાપ્રભુજી એવી રીતે સર્વોત્તમ છે. મહાપ્રભુજી ના ત્રણ સ્વરૂપ છે. સ્વામિનીજી સ્વરૂપ, સાક્ષી સ્વરૂપ અને ગુરુ સ્વરૂપ. આ ત્રણ સ્વરૂપ વિશે આજ ના પ્રથમ દિવસે સમજાવવામાં આવ્યું હતું
૧ એપ્રિલે મહોત્સવના પ્રથમ દિવસે શ્રી મહાપ્રભુજી પ્રાગટ્ય ઉત્સવ યોજાયો હતો. આ પ્રસંગ માટેનો ડ્રેસ કોડ કેસરી/પીળો હતો. મહોત્સવના બીજા દિવસે કનકાભિષેક અથવા શ્રી મહાપ્રભુજીના પવિત્ર સ્નાનનું આયોજન થશે. આ દિવસ માટેનો ડ્રેસ કોડ લાલ રહેશે. મહોત્સવના ત્રીજા અને અંતિમ દિવસે શ્રી મહાપ્રભુજી વિવાહખેલ (પવિત્ર બંધન) યોજાશે.આ શુભ પ્રસંગ માટે ડ્રેસ કોડ ગુલાબી રહેશે.
આ મહોત્સવ “શ્રીવલ્લભધામ”, એકા ક્લબ, કાંકરિયા, અમદાવાદ ખાતે ત્રણેય દિવસે બપોરે ૩:૩૦ થી ૭:૦૦ કલાક દરમિયાન યોજાશે. મહોત્સવના ત્રણેય દિવસ શહેર અને રાજ્યભરમાંથી હજારો ભક્તો ભક્તિના પવિત્ર સાગરમાં લીન થશે.
#bharatmirror #bharatmirror21 #news #sridwarakeshalalji #srivallabhasakhiraspanmahotsav #ahmedabad