નીતા લીંબાચિયા, અમદાવાદઃ
27 માર્ચ 2023:
જી.સી.સી.આઈ બિઝનેસ વુમન કમિટી અને સમસ્ત વૈષ્ણવ વણિક પરિવાર (SVVP) લેડીઝ વિંગે 25મી માર્ચ, 2023ના રોજ જાણીતા ઇન્ટરનેશનલ ટેક્સ એક્સપર્ટ, કોલમિસ્ટ અને સ્પીકર શ્રી મુકેશ પટેલ દ્વારા ફાઇનાન્સિયલ પ્લાનિંગ ટ્રેઝર ચેસ્ટ પર સંયુક્ત રીતે ઇન્ટરેક્ટિવ સેશનનું આયોજન કર્યું હતું. ઇન્ટરેક્ટિવ સેશન નો હેતુ મહિલાઓને નાણાકીય આયોજનની મહત્વપૂર્ણ બાબતો અંગે સજ્જ કરી તેઓનું સશક્તિકરણ કરવાનો હતો.
મિસ ઋતુજા પટેલ, ચેરપર્સન, બિઝનેસ વુમન કમિટી,GCCI તેમના આવકાર પ્રવચનમાં આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ ફાઇનાન્સ અને ટેક્સેશન વિઝાર્ડ શ્રી મુકેશ પટેલ નાણાકીય આયોજન પર ઇન્ટરેક્ટિવ સત્ર માટે ઉપસ્થિત રહ્યા તે બાબતે ખૂબ જ આનંદ વ્યક્ત કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે આજકાલ મહિલાઓ ફાઇનાન્સ સંબંધિત બાબતો પર આત્મનિર્ભર છે. અને તેઓએ ફાઇનાન્સિયલ પ્લાનિંગ પર આ ઇન્ટરેક્ટિવ સત્ર મહિલાઓને મહેનતથી કમાયેલા નાણાં બચાવવા માટે ચોક્કસપણે મદદ કરશે તેવું વ્યક્ત કર્યું હતું.
મિસ પન્ના શાહ, પ્રમુખ, લેડીઝ વિંગ SVVP, એ મુખ્ય વક્તાનો પરિચય આપતાં શ્રી મુકેશ પટેલના આંતરરાષ્ટ્રીય નાણાકીય સલાહકાર તરીકે બહોળા અનુભવ અને વક્તા તરીકે તેમજ અગ્રણી પ્રકાશનોમાં કટાર લેખક તરીકેની તેમની અપાર લોકપ્રિયતા અને વિવિધ ટોક શોમાં તેમની નોંધનીય ઉપસ્થિતિ વગેરેનો ઉલ્લેખ કર્યો હતો.
પોતાના પ્રાસંગિક ઉદબોધન માં શ્રી મુકેશ પટેલે યોગ્ય નાણાકીય રોકાણ અને અસરકારક કરવેરા આયોજન દ્વારા ઉપલબ્ધ નાણાંમાંથી મહત્તમ લાભ કેવી રીતે મેળવી શકાય તે અંગેની મહત્વપૂર્ણ ટીપ્સ શેર કરી હતી. તેમણે HUF અને વારસામાં અધિકારો, વ્યવહારુ કર આયોજન, કરપાત્ર અને કરમુક્ત ભેટ, વીલ બનાવવા નું મહત્વ અને અન્ય સંબંધિત વિશે ઉપયોગી માહિતી પ્રદાન કરી હતી.
વધુ સારા નાણાકીય આયોજન માટે તેમણે સૂચવેલા કેટલાક મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે.
સુરક્ષા અને નફા ને ધ્યાનમાં રાખીને રોકાણનું આયોજન કરવું જોઈએ
વરિષ્ઠ નાગરિકો માટે નાની બચત યોજના વધુ સારો વિકલ્પ છે
સોવરિન ગોલ્ડ બોન્ડમાં રોકાણ હિતાવહ છે
HUF ની રચના દ્વારા કર લાભો
સ્વીકૃત ભેટોનું કર આયોજન (કર-મુક્તિ)
ક્લબિંગ ઓફ ઇન્કમ
ભવિષ્ય માટે નાણાંકીય આયોજનને સુવ્યવસ્થિત બનાવવા માટે વિલ બનાવવું એ અત્યંત મહત્ત્વનું છે.
તેમણે અનેક ઉદાહરણો દ્વારા પ્રશ્નોત્તરી સત્રને ખુબ જ રસપ્રદ બનાવ્યું હતું.