નીતા લીંબાચીયા, અમદાવાદઃ
15 માર્ચ, 2023:
ભારતમાં સક્રિય હાજરી ધરાવતી અને વૈસ્વિક સ્તરે વિસ્તારી શકાય તેવાં સોલ્યુશન્સ પૂરાં પાડતી ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને ટેકનોલોજી સર્વિસિસ કંપની યુડીઝ સોલ્યુશન્સને બેસ્ટ બ્લોકચેઈન સ્ટુડીયો એવોર્ડ હાંસલ થયો છે.
આંત્રપ્રિન્યોર ઈન્ડીયાની વેબથ્રી (Web3.0) સમિટમાં યુડીઝને ‘બેસ્ટ બ્લોકચેઈન ડેવલપમેન્ટ સ્ટુડીયો ઓફ ધ યર એવોર્ડ’ એનાયત કરવામાં આવ્યો છે. વેબથ્રી એવોર્ડ રિતુ માર્યા અને પ્રાજકતા કોલી એ એનાયત કર્યો હતો અને કંપનીના ડિરેકટર અને ચેરમેન શ્રી ભરત પટેલે બેંગલોરમા તા. 13 માર્ચ 2023ના રોજ સ્વીકાર્યો હતો.
શ્રી ભરત પટેલે આ એવોર્ડ સ્વીકારતાં જણાવ્યુ હતું કે W3 એવોર્ડ વેબ 3.0 ઈકોસિસ્ટમના ઉત્તમ અને તેજસ્વી પાસાનુ સન્માન કરે છે અને નેક્સ્ટ ટેકવેવ તરફ દોરી દ્રઢ પ્રયાસો વડે આશાસ્પદ ભાવિની કદર કરે છે. Web 3.0 ટેકનોલોજીનુ શ્રેષ્ઠ જ્ઞાન અને ક્રિએટિવિટી ધરાવતા ઉત્તમ શ્રોતાઓ સમક્ષ આ એવોર્ડ સ્વીકારતાં હું ગૌરવની લાગણી અનુભવુ છું.
W3 એવોર્ડ તેના કલાન્ટસની કામગીરીમાં પરિવર્તન લાવતા સંચાલન, સપ્લાયચેઈન્સ અથવા ઈકોસિસ્ટમ બ્લોકચેઈન ટેકનોલોજી અને સર્વિસિસની કદર કરે છે. નોમિનેશન્સને Web 3.0 ઈન્ડસ્ટ્રીના વિવિધ વર્ટીકલ્સના ઈન્ટરનેશનલ બિઝનેસ લીડર્સનો સમાવેશ કરતી જ્યુરી મારફતે ચકાસવામાં આવ્યાં હતાં.
#bharatmirror #bharatmirror21 #news #yudiz #ahmedabad