નીતા લીંબાચીયા, અમદાવાદઃ
14 માર્ચ, 2023:
GCCI- ટોરેન્ટ ગ્રુપ કોર્પોરેટ બોક્સ ક્રિકેટની બીજી આવૃત્તિનો ઉદઘાટન સમારોહ આજે એટલે કે 13/03/2023 ના રોજ ગુજરાત ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીમાં યોજાયો હતો.
કુલ 24 ટીમો 16મી માર્ચ 2023 થી 19મી માર્ચ, 2023 સુધી શૈશ્ય એકેડમી, એસજી હાઈવે, અમદાવાદ ખાતે ટુર્નામેન્ટ રમશે. GCCI ગયા વર્ષથી આ ટુર્નામેન્ટનું આયોજન કરી રહી છે જેથી ટીમ બિલ્ડિંગમાં વધુ વાઇબ્રન્ટ રંગો ઉમેરવામાં આવે જેથી અન્ય સંસ્થાઓ સાથે પણ તાલમેલ સુનિશ્ચિત થાય.
પરિચયમાં શ્રી પાર્થ દેસાઈ, કન્વીનર, GCCIએ ટોરેન્ટ ગ્રુપ કોર્પોરેટ બોક્સ ક્રિકેટે ક્રિકેટ વિશે વિગતો આપી હતી. પ્રાસંગિક સંબોધન આપતા, GCCI-યુથ વિંગના અધ્યક્ષ શ્રી હેમલ પ્રજાપતિએ સહભાગીઓને અભિનંદન આપ્યા અને સફળતાની શુભેચ્છા પાઠવી.
GCCIના પ્રમુખ શ્રી પથિક પટવારીએ સહભાગીઓને આવકાર્યા હતા અને જણાવ્યું હતું કે, ભારતમાં ક્રિકેટની નોંધપાત્ર સાંસ્કૃતિક અને સામાજિક અસર છે અને તે હવે ચર્ચાસ્પદ છે. માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું ટાંકતા જણાવતા તેમણે ઉલ્લેખ કર્યો કે, જ્યારે તમે કોઈ ટીમ માટે રમો છો ત્યારે તમે દેશ માટે રમો છો અને દિગ્ગજ ખેલાડી શ્રી રાહુલ દ્રવિડને ટાંકીને તેમણે કહ્યું હતું કે, તમે ક્યારેય બદલો લેવા માટે રમતા નથી, તમે તેના આદર અને ગૌરવ માટે રમો છે. તેમણે એવો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો હતો કે, ટુર્નામેન્ટ ખેલાડીઓ અને આયોજકો વચ્ચે ફેલોશિપ અને એકતા મજબૂત કરશે અને ટુર્નામેન્ટના વિવિધ સ્પોન્સર્સ ખાસ કરીને ટાઈટલ સ્પોન્સર ટોરેન્ટ ગ્રુપનો આભાર વ્યક્ત કર્યો હતો.
આ પ્રસંગે મહેમાનો અને પ્રાયોજકોનું સન્માન કરવામાં આવ્યું હતું અને બોક્સ ટુર્નામેન્ટ ટ્રોફી તેમજ ટી-શર્ટનું ઔપચારિક અનાવરણ પ્રમુખ શ્રી પથિક પટવારીની આગેવાની હેઠળના પદાધિકારીઓની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું તથા સ્પોન્સર્સ અને સ્પર્ધક ટીમોની લોટરી દ્વારા પસંદગી કરવામાં આવી હતી.
ઉદઘાટન સમારોહનું સમાપન શ્રી અપૂર્વ શાહ, માન. ટ્રેઝરર, GCCI દ્વારા કરવામાં આવ્યું.
ટુર્નામેન્ટમાં ટોરેન્ટ ગ્રુપ- લીડ સ્પોન્સર, કો-સ્પોન્સર – જેડ બ્લુ, મયુર ડાય-કેમ, વોલ્વો ઓટોબોટ્સ, રત્નાફીન ફાઇનાન્સિયલ સર્વિસ પ્રા. લિમિટેડ, હાઈડ્રેશન પાર્ટનર તરીકે Aava મિનરલ વોટર, આઈસ્ક્રીમ પાર્ટનર તરીકે હેવમોર તથા અમદાવાદ મિરર અને માય એફએમ મીડિયા તરીકે સહભાગી બનશે.
આ ટુર્નામેન્ટમાંથી મળેલ ભંડોળનો ભાગ જીવદયા ચેરીટેબલ ટ્રસ્ટને પક્ષીઓ અને પ્રાણીઓના જીવન બચાવવાના ઉમદા હેતુ માટે દાનમાં આપવામાં આવશે.