સનાતન ધર્મ ટેમ્પલ તિર્થ સંકુલનું ધોળકામાં કેડિલા ફાર્માસ્યુટિકલે નિર્માણ કર્યું છેઃ
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
11 માર્ચ, 2023:
શ્રીમતિ શીલાબેન મોદીની સ્મૃતિમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ નિર્માણ કરેલા ટેમ્પલ તિર્થ સનાતન ધર્મ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શનિવારે શરૂ થયો છે. ટેમ્પલ તિર્થ શ્રીમતિ શીલાબેન આઈ. મોદીની યાદમાં નિર્માણ કરાયેલ છે. તે તેમના પતિ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક શ્રી ઈન્દ્રવદન મોદી માટે પ્રેરણાનો સતત સ્રોત અને તેમના જીવનમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા બજાવતા રહ્યા છે. શીલાબેન કંપનીના પ્રથમ કર્મચારી હતા અને ત્યાં પ્રોડકટસ ધોવાનું તથા ટેબલ પર પ્રોડક્ટસ ગોઠવવાનું કામ કરતા હતા. આ સ્મૃતિ સ્થાન તેમના જીવનને સાચી અંજલિ સમાન છે.
આ સનાતન ધર્મ મંદિર અને સ્મૃતિ સ્થળ શીલાબેનના જીવનને અંજલી સમાન છે સ્વ. ઈન્દ્રવદન મોદીની અંતિમ વિધીના બીંદુથી સમાન ધરી ઉપર તેની રચના કરાઈ છે. કેડિલા ફાર્માસ્યુટિકલ્સના ચેરમેન અને મેનેજીંગ ડિરેક્ટર ડો. રાજીવ મોદી જણાવે છે કે “શ્રીમતિ શીલાબેન મોદી ખૂબ જ ધાર્મિક અને પવિત્ર વ્યક્તિ હતા. તેમના જીવનકાળ દરમ્યાન તેમણે પોતાના રોગોના કારણે ઘણી વખત પ્રવૃત્તિઓ મર્યાદિત કરી હતી, પરંતુ તે પ્રાર્થના કરતા હતા અને મંદિરની શક્ય તેટલી મુલાકાત લેતા હતા. ટેમ્પલ તિર્થ તેમને સાચી અંજલિ આપવા માટે તૈયાર કરાયું છે. પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ દરમ્યાન અને તે પછી તા.11 થી 13 માર્ચ દરમ્યાન મોટી સંખ્યામાં શ્રધ્ધાળુઓ અહીં હાજરી આપશે.”
પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પરંપરાગત રીતે મંત્ર અને શ્લોકોના ગાન વચ્ચે યોજાઈ રહ્યો છે. આ પ્રસંગે મૂર્તિઓની પ્રતિષ્ઠા અને સ્નાન વિધી યોજાશે. આ સ્થળે 84 પવિત્ર સ્થળોની પ્રતિકૃતિઓ 8 દિશામાં 8 દિગ્પાળનો જીવંત અનુભવ પૂરો પાડીને પવિત્ર યાત્રાધામ તરીકે વિકસાવવામાં આવેલ છે. શ્રીમતિ શીલાબેન મોદીની પવિત્રતાને ધ્યાનમાં રાખીને સનાતન ધર્મની વિધી મુજબ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શરૂ થયો છે. આ તિર્થ ટેમ્પલ એ હસ્તકલાથી નિર્માણ પામેલું પૂર્ણ કદની હાથ ઘડતરથી તૈયાર કરાયેલી મૂર્તિઓ ધરાવતુ મંદિર છે અને તેનું નિર્માણ પરંપરાગત નગારા શૈલી તથા સનાતન ધર્મ મુજબ કરાયું છે. આ મંદિરમાં શિવ, શાક્ત અને વૈષ્ણવ દેવી-દેવતાઓની આ ભૂમિનું પવિત્ર સ્થાન તરીકે નિર્માણ કરાયું છે. અહિંયા પવિત્ર નદીઓ, ગંગા, યમુના, સરસ્વતી, ગોદાવરી, નર્મદા, સિંધુ અને કાવેરી નદીનું પ્રતિનિધિત્વ કરતા પવિત્ર જલકુંડનું નિર્માણ કરાયું છે. આ સ્થળનો પ્રદક્ષિણા પથ એક જ સ્થળે સમગ્ર દેશનાં પવિત્ર મંદિરો, નદીઓ અને દેવી દેવતાઓની પ્રદક્ષિણાની યાદ અપાવે તે રીતે તૈયાર કરાયો છે. એમાં ભારતના સ્થાપત્યના ભવ્ય વારસાનુ પ્રતિબિંબ પડે છે. આ સ્થળ શરીર, મન અને આત્માને શાંતિ આપતા સ્થળ તરીકે વિકસાવાયું છે.
આ મંદિર શાંતિવનનો આંતરિક હિસ્સો છે અને તે શ્રીમતી શીલાબેન મોદીની 87 વર્ષના જીવનની પવિત્ર ઝલક સમાન છે.
એક સ્થિર જળકુંડમાં મુકાયેલા 52 વૉટર જેટ એક ખૂબ જ સંવર્ધિત તેમજ ગતિશીલ અને સક્રિય વ્યક્તિત્વની યાદ અપાવે છે. આ જળસ્થાનની સમચોરસ પવિત્ર જગા અને શ્રીયંત્રનુ ત્રિકોણકારી પરિબળ એક શ્રી ઈન્દ્રવદન મોદીની આધ્યાત્મિક દુનિયાની પવિત્ર ભૂમિતીનુ નિર્માણ કરે છે. અહીં 87 સ્થંભ ઉપર શ્રી ઈન્દ્રવદન મોદીએ એમનના જીવનમાં અનુસરેલા ભગવદગીતાના શ્લોકોનુ કલાકત્મક રીતે કોતરવામાં આવ્યા છે. ગીતા આપણને પાર્થિવ જીવનના અસ્તિત્વ દરમ્યાન પાલન કરવા જેવા ઉદ્દેશ, ધર્મ અને શું કરવુ જોઈએ અને શું ના કરવુ જોઈએ તેની સમજ તેમજ અંગેના આપે છે. આ સ્થળના બહારના ભાગે વર્તુળાકાર સ્વરૂપે કુદરતની ભરપૂર યાદ આવે તેની રચના કરાઈ છે. અહીં 87જેટલા હર્બલ અને ધાર્મિક મહત્વ ધરાવતા છોડની જળાશયની આસપાસ રચના કરાઈ છે. શરીર માનસ અને આત્માને શાંતી પૂરી પાડે તેવા આ સ્થળે રામાયણ અને મહાભારતના વિવિધ યાદગાર પ્રસંગોની ઝલક આપે તેવી શિલ્પકૃતિઓની રચના કરવામાં આવી છે.
દશાવતારનાં શિલ્પો બદલાતા જતા સમયચક્રની યાદ અપાવે છે. આ ઉપરાંત ત્રિમૂર્તિનુ શિલ્પ ભગવાન શીવની સૃષ્ટીના સર્જન, વિનાશ અને પુનઃનિર્માણની યાદ અપાવે છે. અર્ધનારેશ્વરની પ્રતિમા જીવન અને અસ્તિત્વનીનો ખ્યાલ આપે છે. શાંતિવન આપણને જીનવમાં આત્મનિરિક્ષણ, અર્થઘટન અને પ્રેરણાનો અવસર પૂરો પાડે છે.
આ સમગ્ર સ્થળ 15 હેકટર વિસ્તારમાં પથરાયેલુ છે અને તેમાં ઈન્દ્રશીલ શાંતિવન, તિર્થ, મ્યુઝિયમ, વન અને ગેસ્ટહાઉસનો સમાવેશ થાય છે. ઈન્દ્રશીલ શાંતિવનનો વિસ્તાર 1.91 હેકટર છે અને તેનુ ઈનર સર્કલ 0.41 હેકટરનુ છે. 0.74 હેકટર વિસ્તારમાં હર્બ ગાર્ડન આવેલુ છે. શાંતિવન મ્યુઝિયમ 1.36 હેકટર વિસ્તારમાં પથરાયેલુ છે.ઈન્દ્રશીલ તિર્થ 4.42 હેકટર વિસ્તાર ધરાવે છે. ઈન્દ્રશીલ તિર્થ 4.42 હેકટર વિસ્તાર ધરાવે છે. તેનુ ઈનર સર્કલ 1.40 હેકટર વિસ્તાર આવરી લે છે. તેના સમચોરસ વિસ્તારપરની એક બાજુ 118. 5 મીટરની લંબાઈ ધરાવે છે. 5 હેકટર વિસ્તારમાં જંગલ આવેલુ છે. અને તેના 1.40 હેકટર વિસ્તારમાં ગીચજંગલની રચના કરવામાં આવી છે.
#bharatmirror #bharatmirror21 #news #cadila #indeashiltirth #ahmedabad