અણુવ્રત યાત્રાના ભાગ રૂપે આચાર્યશ્રી 21 દિવસ અમદાવાદ ના વિવિધ વિસ્તારો માં વિહાર કરશે
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
09 માર્ચ, 2023:
અણુવ્રત યાત્રાથી જન જન ના હૃદય સુધી સદભાવના, નૈતિકતા અને નશામુક્તિ ની પ્રેરણા પહોચાડવા શાંતિદૂત આચાર્યશ્રી મહાશ્રમણજી નો પોતાની ધવલ સેના સાથે ગુરુવારે પ્રેક્ષા વિશ્વ ભારતી, કોબા માં પ્રવેશ થયો. આચાર્યશ્રી ને આવકારવા હજારોં ની સંખ્યા માં શ્રદ્ધાળુ ઉપસ્થિત હતા. 21 વર્ષ પછી ગુજરાત ની ધરા પર આચાર્યશ્રીના શુભ પ્રવેશને લઈને લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો હતો.
આચાર્યશ્રીના દર્શન અને સ્વાગત માટે વિહારમાં વિવિધ સ્થળોએ ભક્તો હાજર રહ્યા હતા. સૌ પર આશીર્વાદ વરસાવી આચાર્યશ્રી મુકામ તરફ આગળ વધી રહ્યા હતા. લગભગ બાર કિલોમીટર પગપાળા ચાલીને આચાર્યશ્રીનો શુભ પ્રવેશ પ્રેક્ષા વિશ્વ ભારતી, કોબા ગાંધીનગર માં થયો.
અણુવ્રત ચળવળ ની શુરુઆત આજથી 75 વર્ષ પેહલા તેરાપંથ ધર્મસંઘ ના નવમાં આચાર્ય શ્રી તુલસી દ્વારા થઇ. આચાર્ય શ્રી તુલસીએ કહ્યું કે અણુવ્રતી માટે જૈન હોવું જરૂરી નથી કે મને ગુરુ માનવો જરૂરી નથી. કોઈપણ સંપ્રદાયનો અનુયાયી અણુવ્રતી બની શકે છે. સચ્ચરિત્ર અણુવ્રત નો આધાર છે અને અધ્યાત્મ એનો પોશાક બળ છે. જ્યારે નૈતિકતાની પ્રચાર ની પ્રેરણા આધ્યાત્મિકતા હોય તો કુટુંબ , સમાજ અને રાષ્ટ્રમાં એનો પ્રભાવ લાંબા સમય સુધી રહે શકે છે.
આના પહેલા પરમ પૂજ્ય આચાર્ય શ્રી મહાશ્રમણજીએ 9 નવેમ્બર 2014ના રોજ ભારતની રાજધાની દિલ્હીના લાલ કિલ્લા પરથી અહિંસાનો સંદેશો જન જન સુધી પહોંચાડવા માટે અહિંસા યાત્રા શરૂ કરી હતી. અહિંસા યાત્રા દરમિયાન, આચાર્યશ્રીએ ગુજરાત પહેલા 2 દેશ, ભારતના 23 રાજ્યોની મુલાકાત લીધી છે. આચાર્ય શ્રી મહાશ્રમણજી અત્યાર સુધી 55,000 હજારથી વધુ કિલોમીટરની પદયાત્રા કરી ચૂક્યા છે. અત્યાર સુધી લખો લોકોને દેશભરમાં આત્મકલ્યાણ અને સમાજ ઉત્થાન માટે અહિંસાનો સંદેશો આપ્યો છે અને હવે તેનો લાભ અમદાવાદ શહેરના લોકોને પણ મળશે.
9મી માર્ચથી 29મી માર્ચ સુધી આચાર્યશ્રી મહાશ્રમણજી અમદાવાદના છ વિસ્તારોમાં વિહાર કરશે . આ દરમિયાન આચાર્યશ્રીની મંગલ સાન્નિધિમાં અનેક મહત્વપૂર્ણ કાર્યક્રમોનું પણ આયોજન કરવામાં આવશે. 9 માર્ચે આચાર્યશ્રી અમદાવાદમાં મંગળ પ્રવેશ કરશે અને કોબા સ્થિત પ્રેક્ષા વિશ્વ ભારતીમાં ત્રણ દિવસ રોકાશે. અહીં, આચાર્યશ્રીની મંગલ સન્નિધિ માં 10 માર્ચે જૈન ભગવતી દીક્ષા સમારોહ અને પછી આઠ દિવસીય ઇન્ટરનેશનલ પ્રેક્ષાધ્યાન શિબિરનું ઉદ્ઘાટન થશે. 11 માર્ચે મહામહિમ રાજ્યપાલશ્રી ની ઉપસ્થિતિ માં આખા વિશ્વ થી તેરાપંથ જૈન સમાજ ના અગ્રણી પ્રોફેશનલ ગ્લોબલ કનેક્ટ પ્રોગ્રામ માં આવશે. આ પછી આચાર્યશ્રી 12-13 માર્ચે મોટેરા-સાબરમતી, 14-15 માર્ચે પશ્ચિમ અમદાવાદ, 16-26 માર્ચે તેરાપંથ ભવન-શાહીબાગ, 27-28 માર્ચે કાંકરિયા-મણિનગર અને 29 માર્ચે અમરાઈવાડી -ઓઢવ વિહાર કરે તેવી શક્યતા છે.
#bharatmirror #bharatmirror21 #news #anuvratyatra #acharyshrimahashravanji #ahmedabad