· સાઈકલિંગ એક્ટિવિટી, ત્યારબાદ યોગા એક્ટિવિટી, ઓપન માઈક તથા હોળી સેલિબ્રેશનનું આયોજન
· જીએફઈ વુમન એમ્પાવર્મેન્ટની સાથે સાથે વુમન એન્ટ્રેપ્રિનિયોરશીપ માટેના પણ કરે છે કાર્યો
નીતા લીંબાચીયા, અમદાવાદઃ
09 માર્ચ, 2023:
ગ્લોબલ ફેડરેશન ઓફ એન્ટ્રેપ્રિનિયોર્સ (જીએફઈ) વિશ્વનું સર્વશ્રેષ્ઠ વૈશ્વિક પ્લેટફોર્મ બનવા માટે, એસએમઈ, લાર્જ કોર્પોરેટ, એમએનસી, બેંકો, ઈન્વેસ્ટર્સ, પોલિસી મેકર્સ, યુથ અને વુમન એન્ટ્રેપ્રિનિયોર્સ, સ્ટુડન્ટ્સ અને સ્ટાર્ટ- અપ્સ માટેના હિતોને એકીકૃત કરવા માટે કાર્ય કરે છે. જીએફઈ હંમેશાથી વુમન એમ્પાવર્મેન્ટના કાર્યો કરતું આવ્યું છે અને આ 8 માર્ચ, 2023 એટલે કે “ઈન્ટરનેશનલ વુમન્સ ડે 2023”ના દિવસે ખાસ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જીએફઈ વુમન એમ્પાવર્મેન્ટની સાથે સાથે વુમન એન્ટ્રેપ્રિનિયોરશીપ માટેના પણ કાર્યો કરે છે.
સવારે 7-00 કલાકેથી શરૂ થનાર આ કાર્યક્રમમાં અમદાવાદના રિવરફ્રન્ટ ખાતે નહેરુબ્રિજ થી અટલબ્રીજ સુધી સાઈકલિંગ એક્ટિવિટી, ત્યારબાદ રિવરફ્રન્ટ ફ્લાવર પાર્ક ખાતે યોગા એક્ટિવિટી, ઓપન માઈક તથા હોળી સેલિબ્રેશનનું આયોજન કરાયું હતું. જેમાં 50 જેટલી મહિલાઓએ ભાગ લીધો હતો, જે ઈમ્પોર્ટ- એક્સપોર્ટ, ઈ-કોમર્સ & લોજિસ્ટિક્સ વગેરે જેવા બિઝનેસ સાથે સંકળાયેલ છે. કાર્યક્રમમાં જીએફઈના માર્કેટિંગ હેડ બીજલ દોઢીવાળા તથા ખ્યાતનામ ઓથર, ફાઉન્ડર, ફ્રિકવન્ટ ફ્લાયર અને ગ્લોબલ પર્સનાલિટી એવા શ્રી વૈભવ શર્મા એ ઉપસ્થિત રહીને સહભાગીઓ નો ઉત્સાહ વધાર્યો હતો.
આ પ્રસંગે જીએફઈના માર્કેટિંગ હેડ બીજલ દોઢીવાળાએ જણાવ્યું હતું કે, આ કાર્યક્રમમાં જે ઈવેન્ટ્સનું આયોજન કરાયું છે તેની પાછળ કોઈકને કાંઈક તરણ જોડાયેલ છે, જેમ કે ઈમ્પોર્ટ- એક્સપોર્ટ, ઈ-કોમર્સ & લોજિસ્ટિક્સ કે જેઓ ઇન્ડસ્ટ્રીના વહીલ્સ કહેવાય છે તે માટે સાઈકલિંગ, મહિલાઓના સ્વયંમાં રહેલ કોન્ફિડેન્સને બહાર લાવવા માટે ઓપન માઈક, વુમન વાઈબ્સ માટે યોગા અને મહિલાઓના જીવનમાં રહેલ જુદા- જુદા કલર્સને પ્રસ્તુત કરવા માટે હોળી સેલિબ્રેશનનું આયોજન કરાયું.”
#bharatmirror #bharatmirror21 #news # gfecelebrateswomen’sday #ahmedabad