નીતા લીંબાચીયા
12 જાન્યુઆરી, 2023:
દુખિયાના બેલી અને ઓલિયા સંત તરીકે વિશ્વભરમાં વિખ્યાત સંત શિરોમણી પ.પૂ. શ્રી બજરંગદાસ બાપાની 46મીં પુણ્યતિથીની હર્ષ અને ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી. પૂ. બજરંગદાસ બાપાની તપોભૂમિ અને ગુરૂઆશ્રમ બગદાણા ધામ ગામે બાપાની પૂણ્યતિથિ નિમિત્તે સમગ્ર વાતાવરણ ભક્તિમય બની ગયુ.

સમગ્ર રાજ્ય, દેશ અને વિદેશથી પરમ પૂજ્ય બજરંગદાસ બાપાના ભક્તો બગદાણા ખાતે આવી પહોંચ્યા હતા અને બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી. સમગ્ર બગદાણા ધામ ભક્તિમય બની જતા સમગ્ર વાતાવરણ બાપા સીતારામના નાદથી ગુંજી ઉઠ્યું હતું.

સંત શિરોમણી પ.પૂ. શ્રી બજરંગદાસ બાપાની 46મીં પુણ્યતિથી નિમિત્તે ભક્તો ભજન-કિર્તન કરતા જોવા મળ્યા હતા. ધૂન મંડળીઓ, મહિલા મંડળોએ પુણ્યતિથિ નિમિત્તે નીકળેલી નગરયાત્રામાં બાપાસીતારામની ધૂન બોલાવી હતી, જે દરમિયાન પુષ્પવર્ષા અને અબીલ-ગુલાલથી વાતાવરણ ભક્તિના રંગે રંગાઇ ગયુ હતુ.

પુણ્યતિથિ નિમિત્તે ભક્તોનું ઘોડાપૂર ઉમટવાનું હોવાથી વ્યવસ્થાતંત્ર દ્વારા સંપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભક્તો માટે પ્રસાદીની વ્યવસ્થા.. તો બહારથી આવી રહેલા ભક્તો માટે વધારાની એસટી બસોની વ્યવસ્થા કરવામાં આવી હતી. તો મોટા પ્રમાણમાં પોલીસ તૈનાત કરી ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો. આ સમગ્ર આયોજનમાં બાપાના ભક્તોએ મોટી સંખ્યામાં સ્વયંસેવક તરીકે સેવા આપી હતી.
#bharatmirror #bharatmirror21 #news #bagadana #bapasitaram #bajarangdasbapu#ahmedabad
